બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / 7 more accused will be produced in the court today in the case of Botad Lattha scandal

કાર્યવાહી / બોટાદ લઠ્ઠાકાંડ: આજે વધુ 7 આરોપીને કોર્ટમાં રજૂ કરાશે, ગઈકાલે 2 મુખ્ય આરોપીના 6 દિવસના રિમાન્ડ થયા હતા મંજૂર

Vishnu

Last Updated: 04:25 PM, 28 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગઈકાલે મુખ્ય બે આરોપી ગજુબેન અને પીન્ટુ ગોરહવાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જેમણાં કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

  • બોટાદ લઠ્ઠાકાંડનો મામલો
  • આજે વધુ 7 આરોપીને કોર્ટમાં રજૂ કરાશે
  • 10 દિવસના રિમાન્ડ માગવામાં આવશે

બોટાદ કથિત લઠ્ઠાકાંડ કહો કે કેમિકલકાંડ  43 લોકોને ભરખી ગયો. આ 43લોકોના પરિવારની શું સ્થિતિ છે શું વેદના છે તે જાણી સૌ કોઈના રૂવાડા ઊભા થઈ જશે.  સૌથી વધુ 32 મોત બોટાદ જિલ્લામાં થયા છે , અમદાવાદના 11 વ્યક્તિઓના મૃત્યુ થયા છે. સમગ્ર કેસમાં 15 જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જેમાં ગઈકાલે ગજુબેન અને પીન્ટુ ગોરહવાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે બંને આરોપીઓના 10 દિવસની રિમાન્ડની માંગણી વચ્ચે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.ત્યારે આજે વધુ 7 આરોપીઓને બરવાળાની કોર્ટમાં કરવામાં રજૂ કરવામાં આવશે. આરોપીને કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડ માગવામાં આવશે.

આરોપીઓએ 43 લોકોના લીધા જીવ અનેકને બેઘર કર્યા
જયેશના ફુઆના છોકરા સંજયને 600 લિટર કેમિકલ અપાયું. 600 લિટરમાંથી સંજય ઉર્ફે પિન્ટુ નામ શખ્સને આ કેમિકલ અપાયું. જયેશ કેમિકલ કંપનીના ગોડાઉનનો ઇન્ચાર્જ હતો. 600 લિટરમાંથી 200 લિટર કેમિકલ પિન્ટુને આપવામાં આવ્યું હતું.  જેમાં પાણી મિલાવીને તેનું વેચાણ કરાતું. આ રીતે ગામમાં ટુકડે-ટુકડે મિથેનોલનું વેચાણ થયું હતું

ઝડપાયેલા આરોપીઓના નામ

  • ગજુબેન વડદરિયા, રહેવાસી - રોજીંદ, બરવાળા 
  • પીન્ટુ દેવીપૂજક, રહે. ચોકડી , બરવાળા
  • વિનોદ કુમારખાણીયા, રહે. નભોઈ
  • સંજય કુમારખાણીયા, રહે. નભોઈ
  • હરેશ આંબલિયા, રહે. ધંધુકા
  • જટુભા લાલુભા, રહે. રાણપરી
  • વિજય પઢિયાર, રહે. રામપરા
  • ભવાન નારાયણ, રહે. વેયા
  • સન્ની રતિલાલ, રહે. પોલારપુર
  • નસીબ છના, રહે. ચોકડી
  • રાજુ, રહે. અમદાવાદ 
  • અજીત કુમારખાણીયા, રહે. ચોકડી 
  • ભવાન રામુ, રહે. નભોઈ
  • યમન રસીક, રહે. ચોકડી

રિપોર્ટમાં મીથાઈલ આલ્કોહોલનું પ્રમાણ 98.71 હતું
મહત્વનું છે કે પોલીસે જપ્ત કરેલા દારૂનો FSL રિપોર્ટ આવતા મોટો ખુલાસો થયો હતો કે આરોપીઓએ દારૂના નામે લોકોને કેમિકલ પીવડાવી દીધું હતું. કારણ કે K અને Lના નમૂનામાં મીથાઈલ આલ્કોહોલનું પ્રમાણ 98.71 તથા 98.99 આવ્યું હતું. જ્યારે ઇથાઇલ આલ્કોહોલમાં 0 પ્રમાણ આવ્યુ હતું જે બાદ કેમિકલ કાંડમાં કાવતરું થયું હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું.

ભાવનગર સિવિલના 15 દર્દીઓ ડિસ્ચાર્જ થશે
બોટાદ લઠ્ઠાકાંડમાં ભાવનગર સિવિલમાં વધુ 2 દર્દીઓને લવાયા છે. રાત્રે વધુ 2 દર્દીઓને સારવાર અર્થે ભાવનગરની સિવિલમાં લવાયા હતા. ત્યારે ભાવનગરની સિવિલમાં લવાયેલા દર્દીઓની સંખ્યા 104 થઈ ગઇ છે. પણ રાહતની વાત એ છે કે આજે ભાવનગર સિવિલના 15 દર્દીઓ ડિસ્ચાર્જ કરી ઘરે મોકલવામાં આવશે. મહત્વનું છે કે 9 દર્દીઓને અત્યાર સુધી ડિસ્ચાર્જ  કરવામાં આવ્યા હતા જે બાદ વધુ 15 દર્દીઓ સ્વસ્થ થઈ જતા તેઓને પણ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

2 DySP, 1 CPI, 1 PI, 2 PSI સસ્પેન્ડ
બોટાદ લઠ્ઠાકાંડ મામલે ગૃહ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. ગૃહ વિભાગે લઠ્ઠાકાંડને લઇ 6 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. જેમાં અમદાવાદ ગ્રામ્યના DySP એન.વી.પટેલ, બોટાદના DySP એસ.કે.ત્રિવેદી, બરવાળાના PSI ભગીરથસિંહ વાળા, રાણપુરના PSI શૈલેન્દ્રસિંહ રાણા, ધંધુકા CPI સુરેશ બી. ચૌધરી અને ધંધુકા PI કે. પી. જાડેજા સસ્પેન્ડ સામેલ છે. આ પાંચ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવા સાથે બોટાદના SP કરણરાજ વાઘેલા અને અમદાવાદ ગ્રામ્યના SP વિરેન્દ્રસિંહ યાદવની બદલી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, લઠ્ઠાકાંડમાં અત્યાર સુધી 43 લોકોના મૃત્યુ થયાં છે. સાથે અનેક દર્દીઓ હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ