બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 7 members of same family swallowed poison in deesa
Malay
Last Updated: 09:27 AM, 6 July 2023
ADVERTISEMENT
બનાસકાંઠા જિલ્લામાં એક ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે. એક પરિવારે સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો છે. બનાસકાંઠાના ડીસામાં એક જ પરિવારના 7 સભ્યોએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. હાલ તમામને પાલનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પાલનપુરની સરકારી હોસ્પિટલમાં તમામની સારવાર ચાલી રહી છે.
ADVERTISEMENT
પરિવારના 7 સભ્યોએ ઝેરી દવા પીધી
મળતી માહિતી અનુસાર, બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના માલગઢ ગામે એક પર પરિવારના 7 લોકોએ જંતુનાશક દવા પી લી ધી છે. માતા-પિતા અને બાળકો સહિત 7 લોકોએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કરતા આખા ગામમાં ખળભળાટ મચી ગયો છે. આ અંગેની જાણ થતાની સાથે જ પોલીસની ટીમ પણ માલગઢ ખાતે દોડી આવી હતી. તમામને સારવાર માટે પહેલા ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. ત્યાર બાદ તેઓને પાલનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે. અહીં સાતેય સભ્યોની સારવાર ચાલી રહી છે.
પોલીસે તપાસ હાથ ધરી
તો ડીસા પોલીસે આપઘાતના પ્રયાસ પાછળનું કારણ જાણવા માટે આજુબાજુમાં રહેતા લોકો, ગ્રામજનો, સગા-સંબંધીઓની પૂછપરછ ચાલુ કરી છે. હાલ તમામે આ પગલું કેમ ભર્યું તેની પાછળનું કારણ જાણવા મળ્યું નથી.
સુરતમાં રત્નકલાકારે સપરિવાર કર્યો હતો આપઘાત
આપને જણાવી દઈએ કે ગયા મહિને સુરતના રત્નકલાકાર વીનુંભાઈ મોરડીયાએ સપરિવાર આપઘાત કરી લીધો હતો. સુરતમાં યોગીચોક વિસ્તારમાં આવેલ વિજયનગર સોસાયટીમાં રહેતા રત્નકલાકારે તેમની પત્ની, પુત્ર તેમજ પુત્રી સાથે અનાજમાં નાખવાની દવા ખાધી હતી. જે બાદ ચારેયને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન પત્ની, પુત્ર તેમજ પુત્રીનું મોત નિપજ્યું હતું. જ્યારે રત્નકલાકાર વિનુભાઈ મોરડીયાનું પણ લાંબી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સળગતી ટ્રકનો હાહાકાર / VIDEO : ગોંડલમાં લાઈટનો વાયર અડી જતાં મરચાં ભરેલી ટ્રક સળગી, હાઈવે પર 10 કિમી દોડતી રહી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.