બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:00 PM, 4 March 2024
.jpeg)
ADVERTISEMENT
.jpeg)
આરબ દેશ યુનાઈટેડ આરબ અમીરાત (UAE) ની રાજધાની અબુ ધાબીમાં 65,000 થી વધુ યાત્રાળુઓએ રવિવારે તાજેતરમાં બંધાયેલા BAPS હિન્દુ મંદિરની મુલાકાત લીધી હતી. મંદિર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મંદિર ખુલતાની સાથે જ સવારે 40 હજાર અને સાંજે 25 હજારથી વધુ ભક્તો પૂજા માટે પહોંચ્યા હતા. મંદિરના મુલાકાતીઓએ મંદિરના ઉદઘાટન પર ખુશી વ્યક્ત કરી હતી અને યોગ્ય વ્યવસ્થા કરવા બદલ BAPS સ્વયંસેવકો અને મંદિરના કર્મચારીઓની પ્રશંસા કરી હતી. BAPS મંદિર એ અબુ ધાબીનું પ્રથમ હિન્દુ મંદિર છે. તેનું ઉદ્ઘાટન 14 ફેબ્રુઆરીએ વડાપ્રધાન મોદીએ કર્યું હતું.
ADVERTISEMENT


ADVERTISEMENT
મંદિરમાં આવ્યા બાદ ભક્તોએ કહ્યું- ખૂબ જ ખુશી અનુભવી
એક રિપોર્ટ મુજબ એક નવવિવાહિત કપલ તેમના લગ્નના પહેલા દિવસે અહીં આવ્યા હતા અને તેમની ખુશીઓ વહેંચી હતી. તેમણે કહ્યું કે અમારા માટે અહીં આવીને ભગવાનના આશીર્વાદ મેળવવાની આ ખૂબ જ સારી તક છે. અહીં ઘણી શાંતિ છે. તેમણે કહ્યું કે મંદિરનું સ્થાપત્ય અદ્ભુત છે. તે એકદમ સુંદર છે. અમારા લગ્નના પહેલા દિવસે અમે અહીં આવીને ખૂબ જ ખુશ છીએ.
.jpeg)
ADVERTISEMENT

ADVERTISEMENT
14 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી મોદીએ કર્યું હતું ઉદ્ઘાટન
નોંધનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 14 ફેબ્રુઆરીના રોજ પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું . એક દિવસ પહેલા, BAPS એ સોશિયલ મીડિયા પર માહિતી શેર કરતા કહ્યું હતું કે આ મંદિર દરરોજ સવારે 9 થી રાત્રે 8 વાગ્યા સુધી લોકો માટે ખુલ્લું રહેશે. આ મંદિરનું નિર્માણ બોચાસણ નિવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) દ્વારા આશરે રૂ. 700 કરોડના ખર્ચે 27 એકરમાં કરવામાં આવ્યું છે. મંદિર માટે જમીન UAE સરકારે દાનમાં આપી છે. આ મંદિર અબુ ધાબીમાં 'અલ વકબા' નામની જગ્યા પર 20,000 ચોરસ મીટરની જમીન પર બનાવવામાં આવ્યું છે. હાઇવેને અડીને આવેલ અલ વકબા, અબુ ધાબીથી લગભગ 30 મિનિટના અંતરે છે. આંકડા અનુસાર, UAEમાં લગભગ 26 લાખ ભારતીયો રહે છે, જે ત્યાંની વસ્તીના લગભગ 30% છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.