બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરા / 6 accused of Vadodara Harani boat incident away from police custody

ન્યાય ક્યારે? / 14 લોકોના મોત, ક્યારે મળશે ન્યાય? 6 આરોપીઓ હજુ ફરાર, પરેશ શાહે ભાગીદારોને ફોન કરીને ભાગી જવા કહ્યું હતું

Vishal Khamar

Last Updated: 11:34 AM, 4 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વ઼ડોદરા હરણી બોટ દુર્ઘટનામાં 12 બાળકોએ જીવ ગુમાવ્યા બાદ પોલીસ દ્વારા જવાબદારો સામે ગુનો નોંધ્યો હતો. જે બાદ પોલીસ દ્વારા 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ પોલીસ દ્વારા ધરપકડ વોરંટ ઈશ્યું કરી વિવિધ ટીમ બનાવી આરોપીઓની શોધખોળ કરી રહી છે.

  • વડોદરા હરણી બોટકાંડના 6 આરોપીઓ હજી પણ પોલીસ પકડથી દૂર 
  • પોલીસ દ્વારા આરોપીઓના ધરપકડના વોરંટ ઇશ્યુ કરાશે 
  • પરેશ શાહે દુર્ઘટના સમયે પોતાના ભાગીદારોને કર્યો હતો ફોન 

વડોદરા હરણી બોટ દુર્ઘટના બાદ પોલીસ દ્વારા જવાબદારો સામે ગુનો નોંધી તેઓને પકડવાની તજવીજ હાથ ધરી છે. હરણી બોટ દુર્ઘટનામાં હજુ 6 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. પોલીસ દ્વારા આરોપીઓના ધરપકડ વોરંટ ઈશ્યું કરવામાં આવ્યા છે. તેમજ પોલીસ દ્વારા વિવિધ ટીમ બનાવી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. અત્યાર સુધી તમામ આરોપીઓના બેંકની વિગતો પોલીસે મેળવી છે. તેમજ ફરાર આરોપીના બેંક ખાતાની તપાસ પણ કરાશે. 

ફાઈલ ફોટો

પરેશ શાહે દુર્ઘટના સમયે પોતાના ભાગીદારોને ભાગી જવા કહ્યું હતું
ઝડપાયેલા પરેશ અને ગોપાલ તેમનાં ફોન અંગે માહિતી આપી રહ્યા નથી. બંનેને ફોન મળે તો અનેક સવાલો અને આરોપીઓ અંગે માહિતી મળી શકે છે. લેકઝોન સ્ટાફ પણ વોટ્સએપ પર ગોપાલને હિસાબ મોકલતો હોવાનો ખુલાસો થયો છે. પરેશ શાહે દુર્ઘટના સમયે પોતાના ભાગીદારોને ફોન કર્યો હતો. ભાગીદારોને ફોન પર ભાગી જવાનું જણાવી પરેશ શાહ પણ અનેક દિવસો સુધી ફરાર રહ્યો હતો. પરેશના કહેવાથી બિનીત અને ગોપાલ ફોન બંધ કરી ફરાર થયા હતા. 

બિનીત કોટિયાની SIT એ ધરપકડ કરી
વડોદરા હરણી તળાવમાં બનેલી દુર્ઘટના ક્યારેય ન ભૂલી શકાય તેવી ઘટના છે. જેમાં 14 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.વડોદરા હરણી તળાવમાં બોટ દુર્ઘટનાનો આરોપી બિનીત કોટિયાની SITએ ધરપકડ કરી હતી.  અત્રે ઉલ્લેખનીય છે કે દુર્ઘટનાનાં મુખ્ય આરોપી પરેશ શાહ અને નિલેશ જૈન હજુ ફરાર છે.  બિનિત કોટિયાની આ બોટ પ્રોજેક્ટમાં 5% હિસ્સેદારી હોવાનું સામે આવ્યું છે. બિનિત કોટિયા કોર્ટમાંથી બહાર જઈ રહ્યો હતો. ત્યારે કોંગ્રેસનાં કાર્યકરે તેના પર શાહી ફેંકીને રોષ ઠાલવ્યો હતો.  જો કે શાહી ફેંકનારાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

ધુ વાંચોઃ અમદાવાદમાં નબીરાને બચાવવા પ્રયાસ: જાણીતા ડૉક્ટરના પુત્રએ રાજપથ રોડ પર ગાડી ઠોકી, પોલીસે કહ્યું સમાધાન કરી લો

જાણો સમગ્ર દૂર્ઘટનાનો કેસ
વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં 18 જાન્યુઆરીએ મોટી કરુણાંતિકા સર્જાઈ હતી. હરણી તળાવમાં બોટ પલટી જતાં 14 ના મોત થયા હતા. જેમાં 12 માસુમ બાળકો અને 2 શિક્ષકોનો સમાવેશ થાય છે. ન્યુ સનરાઇઝ સ્કુલના વિદ્યાર્થીઓ પીકનીક માટે હરણી તળાવમાં આવ્યા હતા. જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડાતાં બોટનું બેલેન્સ બગડ્યું હતું. જેના પગલે બોટ પલટી જતાં બાળકો તળાવમાં ડૂબ્યા હતા. સેફ્ટીની ઐસીતૈસી કરીને બોટમાં ઠાંસી ઠાંસીને લોકોને ભરી સેફ્ટી વિના બોટરાઇડ કરાવાતી હોવાનો ખુલાસો થયો હતો.

અત્યારસુધી પકડાયેલા આરોપીઓ

  • પરેશ શાહ
  • બિનિત કોટિયા
  • નયન ગોહિલ
  • ભીમસિંહ યાદવ
  • શાંતિલાલ સોલંકી
  • અંકિત વસાવા
  • વેદ પ્રકાશ યાદવ
  • રશ્મિકાંત પ્રજાપતિ
  • ગોપાલ શાહ 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ