બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અજબ ગજબ / અન્ય જિલ્લા / 5000-Year-Old Human Skeleton Excavated in Kutch

ગ્રેટ ડિસ્કવરી / આત્માઓ સજતી-ધજતી હતી, ખાતી હતી ખાવાનું? કચ્છમાં મળેલી 5000 વર્ષ જુની કબરોએ ખોલ્યું રહસ્ય

Hiralal

Last Updated: 03:44 PM, 8 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના કચ્છના લખપતથી 30 કિમી દૂર આવેલા જુના ખટિયા ગામમાં ખોદકામ દરમિયાન 5000 વર્ષ જુની 125 કબરો મળી આવી છે.

  • કચ્છના જુના ખટિયા ગામમાં મળી 5000 વર્ષ જૂની કબરો
     ખોદકામ દરમિયાન 125 કબરોની હારમાળા મળી
  • કબરોમાંથી વાસણો સહિતની બીજી ચીજો મળી

પ્રાચીન કાળમાં લોકોના મૃત્યુ બાદના રીતિ-રિવાજો અને અંતિમ સંસ્કારને લઈને અનેક રહસ્યો છે, જે હજુ સુધી વણઉકેલ્યાં રહ્યાં છે. ગુજરાતના કચ્છ જિલ્લામાં ખોદકામમાં મળેલા કબ્રસ્તાનમાં જૂની સંસ્કૃતિ અને રીતરિવાજોની ઝલક જોવા મળી છે. 5,000 વર્ષ જુની આ કબરો પર નજર નાખતા જ જણાઈ આવે છે કે લોકો લાશની સાથે કલાકૃતિઓ, રાંધવાના વાસણો અને અન્ય જરૂરી સામગ્રી દફનાવી દેતા હતા. તેમનું માનવું હતું કે મૃત્યુ પછી પણ એક એવી જિંદગી હોય છે જેમાં આ વસ્તુઓની જરૂર હોય છે.

કચ્છના જુના ખટિયા ગામમાં મળી 5000 વર્ષ જુની કબરો 
ગુજરાતના કચ્છ જિલ્લાના લખપતથી આશરે 30 કિમી દૂર જુના ખટિયા ગામમાં 2019માં ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું. અહીં પુરાતત્વવિદોને કબરોની હારમાળા મળી આવી હતી. આ કબરોમાંથી માનવ અવશેષો મળી આવ્યા હતા. આ સાથે પશુઓના હાડકાં, મણકામાંથી બનેલા દાગીના, પોર્સેલિન, ફૂલદાની વગેરે મળી આવ્યા હતા. એવું કહેવામાં આવે છે કે તે હડપ્પીય સંસ્કૃતિના સૌથી મોટા દફનસ્થાનોમાંનું એક હોઈ શકે છે. અહીં અત્યાર સુધીમાં 125 કબરો મળી આવી છે. 

શું છે જુની કબરોની વિશેષતા
વૈજ્ઞાનિકોના મતે આ કબરો ઈ.સ.પૂ. 3200થી  ઈ.સ. 2600ની વચ્ચે આવેલી છે. આ સ્થળ એટલા માટે પણ મહત્વનું કહેવાય છે. કેરળ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર અને અહીં માઇનિંગ ડિરેક્ટર રાજેશ એસવીએ જણાવ્યું હતું કે, આ સ્થળ સંશોધનની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે આ કબરો સમયનો બદલાવ બતાવે છે જ્યારે માટીની કબરોમાંથી પથ્થરની કબરો બનવાની શરૂઆત થઈ હતી. આ ઉપરાંત અહીં જોવા મળતી માટીકામની શૈલી બલુચિસ્તાન અને સિંધના હડપ્પીય સભ્યતાના નગરોના ખોદકામમાંથી મળી આવેલી શૈલી જેવી જ છે. આ લંબચોરસ કબરો રેતીના પત્થરો અને સામાન્ય પત્થરોની બનેલી હતી. આ ઉપરાંત તેમને ટેરોકેટાની બંગડીઓ, સિરામિકના વાસણો અને સીશેલમાંથી બનેલી વસ્તુઓમાં રાખવામાં આવ્યા હતા.

સૌથી લાંબી કબર 6.9 મીટરની
ખોદકામ દરમિયાન સૌથી મોટી કબર 6.9 મીટરની તો સૌથી નાની કબર 1.2 મીટરની છે. 

6 ફૂટ લાંબું હાડપિંજર
પુરાતત્વવિદોને અહીં ખોદકામ દરમિયાન 6 ફૂટ લાંબું માનવ કંકાલ મળ્યું હતું. આ કંકાલ પણ 5000 વર્ષ જુનું છે. 

જુની કબરોમાંથી શું શું મળ્યું 
મોટાભાગની કબરોમાં, 5 કે 6 વાસણો મળી આવ્યા છે. એક કબરમાં 62 વાસણો હતા. હાડપિંજર, ચીની માટીના વાસણો, પ્લેટ અને ફૂલદાની, આભૂષણો અને જાનવરોના હાડકાં મળ્યાં છે. ઘણા લોકોએ ધાતુની લાલચમાં કબરો પણ ખોદી હતી. પુરાતત્વોને અહીં ખોદકામ દરમિયાન એક આખું હાડપિંજર પણ મળ્યું છે.

આત્માઓ આ ચીજનો ઉપયોગ કરશે એવું માનવામાં મનાતું 
આ કબ્રસ્તાનમાં દફન કરાયેલી કબરોમાં જોઈને ખબર પડે છે 5000 વર્ષ પહેલા કેવી રીતે અંતિમવિધિ થતી હતી. કબરોમાંથી કલાકૃતિઓ અને ખાવાપીવાના વાસણો પણ મળ્યાં છે. મહિલા સજવા ધજવાનો સામાન પણ મળ્યો છે, તેનાથી સ્પસ્ટ છે કે લાશોની સાથે કામનો સામાન પણ દફનાવાતો હતો. આત્માઓ આ ચીજનો ઉપયોગ કરશે એવું માનવામાં આવતું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ