બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / 50 lakh robbery in Nehru Bridge area

અમદાવાદ / નેહરુ બ્રિજ વિસ્તારમાં સમી સાંજે 50 લાખની લૂંટ,એક્ટિવા પર 3 લોકો આવી બાઇક પર રહેલા આંગડીયા કર્મીનો થેલો ઝુંટવી ફરાર

Vishal Khamar

Last Updated: 08:12 PM, 12 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ શહેરમાં થોડા સમયનાં વિરામ બાદ ફરી આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો હોવાનો બનાવ બન્યો છે. જેમાં એક્ટિવા પર આવેલા ત્રણ શખ્શો લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.

  • નહેરુ બ્રિજ વિસ્તારમાં આંગડિયા કર્મી લૂંટાયો
  • 50 લાખની લૂંટ કરી ફરાર થયા લૂંટારૂઓ
  • એક્ટિવા પર આવેલા ત્રણ શખ્સો ચલાવી લૂંટ

અમદાવાદ શહેરનાં નહેરૂ બ્રિજ વિસ્તારમાં આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો છે. ત્યારે 50 લાખની લૂંટ કરી લૂંટારૂઓ ફરાર થઈ ગયા હતા. બાઈક પર રહેલ કર્મચારી પાસેથી રોકડ રકમ ઝુંટવી લૂંટારૂઓ ફરાર થઈ ગયા હતા. આંગડિયા કર્મી સીજી રોડથી કાલુપુર રોકડ લઈને જઈ રહ્યો હતો. ત્યારે નવરંપુરા પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. 
એક્ટિવા પર આવેલા ત્રણ શખ્શોએ ચલાવી લૂંટ
પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ રતનપુરનાં આંગડિયા પેઢીનાં કર્મચારી શિવ રજની 50 લાખ ભરેલ બેગ લઈને નહેરૂ બ્રિજ તરફથી આવી રહ્યો હતો. તે દરમ્યાન ત્રણ શખ્શો એક્ટિવા ઉપર આવી આંગડીયા પેઢીનાં કર્મચારીનો રોક્યો હતો. ત્યારે આંગડિયા પેઢીનો કર્મચારી કંઈ સમજે તે પહેલા જ 50 લાખ ભરેલી બેગ લઈને ત્રણ શખ્શો ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ પોલીસને થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ