બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરા / 5 youths drowned in Vadodara's Mahisagar river, 2 youths died

દુ:ખદ / વડોદરામાં દશામાનું વિસર્જન કરતા 5 યુવકો નદીમાં તણાયા, 2નાં મોત, 3ની શોધખોળ હજુ શરૂ

Malay

Last Updated: 02:18 PM, 27 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara News: વડોદરામાંથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. આજે દશામાની મૂર્તિના વિર્સજન દરમિયાન મહીસાગર નદીના ધસમસતા પાણીમાં 5 યુવકો ડૂબી જતાં 2 યુવકોના મોત નિપજ્યાં છે.

  • વડોદરામાં 5 યુવકો ડૂબી જતા 2 યુવકોના મોત 
  • ફાયરની ટીમ હજુ પણ કરી રહી છે ત્રણની શોધખોળ 
  • ઉત્સાહભેર ઉજવાતો ઉત્સવ શોકમાં ફેરવાયો

વડોદરાની મહીસાગર નદીમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરવા ગયેલા 5 યુવકો ડૂબી જતા 2 યુવકોના મોત નિપજ્યાં છે. જ્યારે ત્રણ યુવકોની શોધખોળ ચાલી રહી રહી છે. હાલ ફાયર વિભાગની ટીમ દ્વારા નદીમાં યુવકોની શોધખોળ કરવામાં આવી રહી છે. આ દુર્ઘટનાને પગલે ઉત્સાહભેર ઉજવાતો ઉત્સવ શોકમાં ફેરવાયો છે.   

મૂર્તિ વિર્સજન વખતે ડૂબ્યા બે યુવકો 
પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના કિશનવાડી વિસ્તારમાં રહેતા 23 વર્ષીય પ્રજ્ઞેશ માછી પરિવાર અને મિત્ર સાગર કુરી સાથે આજે સવારે સિંધરોટ મહીસાગર નદી ઉપરના ચેકડેમ પાસે દશામાની મૂર્તિનું વિસર્જન કરવા માટે ગયા હતા. ચેકડેમ પાસે તેઓ મૂર્તિનું વિર્સજન કરવા જતાં જ મહીસાગર નદીના પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયા હતા. જેમને બચાવવા માટે તેમના મિત્ર સાગરભાઈ પણ પાણીમાં કૂદતા તેઓ પણ પાણીમાં તણાયા હતા.

એકનો મળ્યો મૃતદેહ, એકની શોધખોળ ચાલું
જે બાદ પ્રજ્ઞેશભાઈના પરિવારજનો દ્વારા આ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. તો સાગરભાઈ હોમગાર્ડમાં ફરજ બજાવતા હોવાથી તેમના ડૂબવાની જાણ થતાં જ અન્ય હોમગાર્ડ જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેઓની શોધખોળ હાથ ધરી હતી. જે બાદ બંનેમાંથી એકનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે અન્ય એકની હજુ પણ શોધખોળ ચાલી રહી છે.  

પોઈચા ગામની મહીસાગર નદીમાં ત્રણ યુવકો ડૂબ્યા 
અન્ય એક ઘટનામાં વડોદરાના કનોડાના પોઈચા ગામની મહીસાગર નદીમાં દશામાની મૂર્તિના વિસર્જન દરમિયાન રણછોડપૂરા ગામના ત્રણ યુવાનો ડૂબ્યા હતા. આ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરની ટીમ મહીસાગર નદી ખાતે પહોંચી હતી અને ત્રણેય સંજય ગોહિલ,  વિશાલ ગોહિલ અને કૌશિક ગોહિલની શોધખોળ હાથ ધરી હતી. આ બનાવને પગલે ગામમાં સન્નાટો છવાઇ ગયો હતો. 

સાવલીના MLA કેતન ઈનામદાર પહોંચ્યા ઘટનાસ્થળે 
આ અંગેની જાણ થતાં સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદાર પણ ઘટનાસ્થળે દોડી આવ્યા છે. ફાયરની ટીમ દ્વારા શોધખોળ દરમિયાન સંજય ગોહિલ નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. યુવકનો મૃતદેહ મળતા પરિવાર સહિત ગામમાં શોકનો માહોલ છવાયો છે. જ્યારે અન્ય બે યુવકોની હજુ પણ શોધખોળ ચાલી રહી છે.  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ