બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

VTV / ગુજરાત / Politics / અમદાવાદ / ગુજરાતમાં ઓવરઓલ મતદાનમાં 5 ટકાનો ઘટાડો, માત્ર બનાસકાંઠામાં મતદાન વધ્યું, બાકી બધે વોટિંગ સાવ ડાઉન, આ રહ્યાં કારણો?

વિશ્લેષણ / ગુજરાતમાં ઓવરઓલ મતદાનમાં 5 ટકાનો ઘટાડો, માત્ર બનાસકાંઠામાં મતદાન વધ્યું, બાકી બધે વોટિંગ સાવ ડાઉન, આ રહ્યાં કારણો?

Last Updated: 01:24 PM, 8 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં આખરે મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું, જો કે ગઈકાલનો દિવસ સિઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો. એક તરફ ગરમીનો પારો ઉપર ચડ્યો, બીજી તરફ વોટિંગ મીટર નીચે તરફ ગયું. ઓવરઓલ મતદાનમાં 5 ટકાનો ઘટાડો નોંધાયો છે.

ગત રોજ ગુજરાત લોકસભાની ચૂંટણીની 25 બેઠકો પર મતદાન યોજાયું હતું. ગત રોજ યોજાયેલા મતદાનમાં સમગ્ર ગુજરાતમાં 59.41 ટકા મતદાન થવા પામ્યું હતું. જે વર્ષ 2019 કરતા પાંચ ટકા ઓછું મતદાન નોંધાવવા પામ્યું હતું. ત્યારે 2019 માં ગુજરાતમાં 26 લોકસભા બેઠક પર ભાજપે ભવ્ય જીત મેળવી હતી. એક સમયે ગુજરાતમાં પોતાની મજબૂત સ્થિતિ ધરાવતી કોંગ્રેસ પાર્ટીની ધીમે ધીમે પક઼ડ ઢીલી પડતા કોંગ્રેસનાં સુપડા સાફ થઈ જવા પામ્યા હતા. ત્યારે આ વખતે 2024 માં ગુજરાતની 25 લોકસભા બેઠક પર ભાજપ ભવ્ય જીત મેળવશે કે કોંગ્રેસ ફરી પોતાની મજબૂત સ્થિતિ પરત મેળવશે તે તો તા. 4 જૂનનાં રોજ માલૂમ પડશે. પણ અહીં અમે તમને બેઠક વાઈઝ ક્યાં મતદાન વધ્યું, ક્યાં ઘટ્યું એ જણાવી રહ્યા છીએ

Lok sabha Election table

માત્ર બનાસકાંઠાની બેઠક પર મતદાન ગઈ વખત કરતા વધ્યું છે

સરહદી વિસ્તાર એવો બનાસકાંઠા ખેતી અને પશુપાલન પર આધારીત છે. ત્યારે વર્ષ 2019 માં બનાસકાંઠામાં 65.03 ટકા મતદાન થવા પામ્યું હતું. ગત રોજ યોજાયેલ મતદાનમાં 68.44 ટકા મતદાન થવા પામ્યું હતું. ભાજપ દ્વારા મહિલા ઉમેદવાર રેખાબેન ચૌધરીને ટીકીટ આપવામાં આવી હતી. જ્યારે કોંગ્રેસ દ્વારા હાલનાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને લોકસભાની ટીકીટ આપવામાં આવી હતી. ગેનીબેન ઠાકોર જેઓ ઠાકોર સમાજમાં સારૂ એવું વર્ચસ્વ ધરાવે છે. તેમજ બનાસકાંઠા જીલ્લામાં ઠાકોર મતદારો પણ વધુ છે. તેમજ વર્ષોથી આ જીલ્લો પીવાનાં પાણીની સમસ્યાથી ઝઝુમી રહ્યો છે. ત્યારે આ વખતે બનાસકાંઠા જીલ્લાનાં મતદારો દ્વારા સારા એવા પ્રમાણમાં મતદાન કર્યું છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે વધુ મતદાન ક્યાં રાજકીય પક્ષનો ફાયદો કરાવશે.

Chaitar Vasaca

જ્યારે ભરૂચ ગઈકાલે મતદાન વધ્યું

ભરૂચ લોકસભા બેઠકની વાત કરીએ તો ભરૂચ લોકસભા બેઠક પર ત્રિપાંખીયો જંગ ખેલાયો છે. વલસાડ બેઠક પર ભાજપ દ્વારા મનસુખ વસાવાને રિપીટ કરવામાં આવ્યા છે. જ્યારે કોંગ્રેસ દ્વારા આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે. આમ આદમી પાર્ટી દ્વારા ચૈતર વસાવાને ટીકીટ આપવામાં આવી હતી. તો આદિવાસીઓમાં સારૂ એવું વર્ચસ્વ ધરાવતા છોટું વસાવા દ્વારા પણ ત્રીજા પક્ષની રચના કરી હતી અને તેમનાં નાના દીકરાને લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે જાહેર કર્યો હતો. ત્યારે છોટું વસાવા જેઓ આદિવાસી નેતા તરીકે સારૂ એવું વર્ચસ્વ ધરાવે છે. જેના કારણે ભાજપને નુકશાન થવાની શક્યતાઓ છે.

વધુ વાંચોઃ 'કોંગ્રેસના શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો?' તેલંગાણામાં વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

ઓવરઓલ મતદાન ઘટ્યું

ગુજરાતમાં ગત રોજ યોજાયેલ મતદાનની વાત કરીએ તો વર્ષ 2019 કરતા લોકસભાની 25 બેઠકો પર મતદાન ઓછું થવા પામ્યું છે. જેને લઈ રાજકીય પાર્ટીઓ દ્વારા પણ પોતાનાં સુત્રોને કામે લગાડી ક્યો ઉમેદવાર જીતશે. તેમજ કેટલી લીડ આવશે. તે તમામ બાબતો પર મંથન શરૂ કર્યું છે. આ વખતે યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની બનાસકાંઠા બેઠક પર મતદાન વધ્યું છે. જ્યારે 24 બેઠકો પર મતદાન ઘટ્યું છે. આ વખતે મતદાન ઓછું થવાનાં કારણોની વાત કરીએ તો રાજ્યમાં 28 વર્ષ બાદ મે મહિનામાં મતદાન થવા પામ્યું હતું. હવામાન વિભાગ દ્વારા પણ હીટવેવની આગાહી કરવામાં આવી હતી. જેથી મતદારોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું. તેમજ હાલ સ્કૂલોમાં વેકેશન ચાલી રહ્યું હોઈ લોકો વેકેશનની મઝા માણવા માટે ફરવા માટે જતા રહ્યા હોઈ મતદાન ઓછું થવા માટેનું આ પણ એક કારણ માની શકાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ