બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગર / 5 more accused arrested in dummy scandal in Bhavnagar

કાર્યવાહી / ભાવનગરમાં ડમીકાંડમાં એક તલાટી સહિત વધુ 5 આરોપી ઝબ્બે, તો તોડકાંડમાં યુવરાજસિંહના સાળા કાનભા 5 દિવસના રિમાન્ડ મંજૂર

Vishal Khamar

Last Updated: 07:46 PM, 24 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગર ડમીકાંડ મામલે પોલીસ દ્વારા યુવરાજસિંહની ધરપકડ કરી છે. ત્યારે પોલીસે કાનભા ગોહિલની ધરપકડ કર્યા બાદ તેમનાં રિમાન્ડની માંગણી કરતા કોર્ટે 5 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા હતા.

  • ભાવનગરમાં તોડકાંડના આરોપી કાનભા ગોહિલના રિમાન્ડ મંજૂર
  • કોર્ટે કાનભા ગોહિલના 5 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
  • આરોપી કાનભા ગોહિલને ફાસ્ટ્રેક કોર્ટમાં કરાયો હતો રજૂ

ભાવનગરમાં તોડકાંડ મામલે યુવરાજસિંહના સાળા અને આરોપી કાનભા ગોહિલને ફાસ્ટટ્રેક કોર્ટમાં રજૂ કરાયો હતો. ત્યારે કોર્ટે કાનભા ગોહિલનાં 5 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસે કાનભાના મિત્રના ઘરેથી 38 લાખ કબ્જે કર્યા છે.

ઝડપાયેલ તમામ શખ્શોએ ડમી તરીકે આપી હતી પરીક્ષા

ભાવનગરમાં ડમીકાંડ મામલે વધુ 5 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. જેમાં ધો. 10 અને સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર ઝડપાયા છે. ઝડપાયેલ તમામ શખ્શોએ ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી હતી. 

કાનભા ગોહિલ પાસેથી 38 લાખ રૂપિયા જપ્ત કરાયા
ભાવનગર ડમી કાંડનાં આરોપી કાનભા ગોહિલ પાસેથી પોલીસે 38 લાખ રૂપિયા જપ્ત કર્યા છે. કાનભા ગોહિલે રૂપિયા તેમના મિત્ર જીત માંડલિયાનાં ઘરે રાખ્યા હતા. ત્યારે પોલીસે શાંતિનાથ પાર્કનાં ફ્લેટમાં રખાયેલા રૂપિયા પોલીસે કબ્જે કર્યા છે. કાનભા ગોહિલ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહના સાળા છે. પોલીસે સુરતથી કાનભા ગોહિલની ધરપકડ કરી હતી.  

ડમીકાંડમાં હજુ પણ વધુ  ધરપકડ થઈ શકે છે
ભાવનગર ડમી ઉમેદવારકાંડમાં પોલીસ એક એક પછી એક તમામ આરોપીઓની ધરપકડ કરી છે. ત્યારે અત્યાર સુધી પોલીસે ડમીકાંડમાં 14 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાંથી 40 સામે ફરિયાદ નોંધાવવા પામી છે. ત્યારે હજુ પણ વધુ ધરપકડ થઈ શકે તેવી સંભાવના છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ