બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / 5 healthy drinks must add in diet may help fight dengue

Health Tips / ડેન્ગ્યુ થયો છે તો જલ્દી સ્વસ્થ થવા માટે પીવો આ 5 હેલ્ધી ડ્રિંક, ઈમ્યુનિટી તો બુસ્ટ થશે સાથે જ પ્લેટલેટ્સ પણ રોકેટ ગતિએ વધશે

Premal

Last Updated: 05:16 PM, 21 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડેન્ગ્યુના કેસ દેશના ઘણા રાજ્યોમાં સામે આવી રહ્યાં છે. ડેન્ગ્યુની સારવાર માટે હજી પણ કોઈ એન્ટીવાયરલ દવા બની નથી. એવામાં ડેન્ગ્યુના લક્ષણોને કંટ્રોલ કરવા માટે ઓરલ રિહાઈડ્રેશન, એન્ટીપાઇરેટિક્સ થેરેપી દ્વારા તાવ વગેરેને ઘટાડી શકાય છે.

  • ડેન્ગ્યુ થયો છે? તો જલ્દી સ્વસ્થ થવા માટે પીવો આ હેલ્ધી ડ્રિંક
  • આ ડ્રિંક પીવાથી ઈમ્યુનિટી થશે બુસ્ટ
  • આખા દિવસમાં ઓછામાં ઓછુ 4 લીટર પાણીનુ સેવન કરવુ

ઓછામાં ઓછુ 4 લીટર પાણીનુ સેવન કરવુ જોઈએ

ડેન્ગ્યુના દર્દીઓને હાઈડ્રેટેડ રહેવાની પણ સલાહ આપવામાં આવે છે. જેના માટે આખા દિવસમાં ઓછામાં ઓછુ 4 લીટર પાણીનુ સેવન કરવુ જોઈએ. આ સાથે અહીં જણાવવામાં આવેલા અમુક અન્ય હેલ્ધી અને પૌષ્ટિક ડ્રિંક્સને ડેન્ગ્યુના દર્દીઓને અવશ્ય પીવડાવો. જેનાથી પ્લેટલેટ્સ કાઉન્ટ ઘટે નહીં. 

ગિલોયનુ જ્યુસ દર્દીને જરૂરી દરરોજ ઓછી માત્રામાં પીવડાવો

ડેન્ગ્યુ થવાથી તમે ગિલોયનુ જ્યુસ દર્દીને જરૂરી દરરોજ ઓછી માત્રામાં પીવડાવો. ગિલોય એક હર્બ છે, જે મેટાબોલિજ્મને બૂસ્ટ કરીને ઈમ્યુનિટીને પણ સ્ટ્રોંગ બનાવે છે. જેનાથી શરીર ડેન્ગ્યુના તાવ સામે પણ લડી શકે છે. એક ગ્લાસ પાણીમાં ગિલોયના બે દાંડીને નાખીને ઉકાળો. હલ્કા આ ગિલોયના આ પાણીને ગાળીને પી લો. વધુ માત્રામાં ગિલોયનુ જ્યુસ પીવાથી પણ બચો.

પપૈયાના પાનમાંથી તૈયાર જ્યુસ પીવાથી ડેન્ગ્યુમાં થાય છે ફાયદો 

પપૈયાના પાનમાંથી તૈયાર જ્યુસ પીવડાવવાથી ડેન્ગ્યુમાં ફાયદો થાય છે. પપૈયાનુ જ્યુસ પ્લેટલેટ્સ કાઉન્ટને પણ વધારે છે. જેને પીવાથી રોગપ્રતિકારક ક્ષમતા મજબૂત થાય છે. પપૈયાના પાનને મિક્સરમાં નાખીને પીસી નાખો. જેના જ્યુસને ખૂબ ઓછી માત્રામાં દર્દીને આખા દિવસમાં બે વખત પીવડાવો. 

જામફળનુ જ્યુસ રોગપ્રતિકારક ક્ષમતાને મજબૂત બનાવે છે

જામફળનુ જ્યુસ પણ ડેન્ગ્યુમાં પી શકાય છે. જામફળના જ્યુસમાં વિટામિન સી વધારે હોય છે, જે રોગપ્રતિકારક ક્ષમતાને મજબૂત બનાવે છે. ડબ્બામાં બંધ જામફળનુ જ્યુસ પીવાથી સારું થાય છે. ઘરમાં જામફળનુ ફ્રેશ જ્યુસ બનાવીને ડેન્ગ્યુના દર્દીને પીવડાવો. 

ડેન્ગ્યુના તાવમાંથી બહાર આવવા તુલસીના પાનનો કરો ઉપયોગ

ડેન્ગ્યુના તાવને સમાપ્ત કરવા માટે તુલસીના પાનનો પણ ઉપયોગ કરી શકાય છે. તુલસીમાં રહેલ ગુણ ઈન્ફેક્શનને ઘટાડે છે. જલ્દી રિકવર થવામાં અસરકારક સાબિત થઇ શકે છે. એક ગ્લાસ પાણીમાં અમુક તુલસીના પાન નાખીને ઉકાળો. તેને એક કપમાં ગાળી લો. તમે આ ડ્રિંકનો સ્વાદ વધારવા માટે તેમાં લીંબુનો રસ અથવા મધ મિક્સ કરી શકો છો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ