બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / 5 favorite zodiac signs of shani dev give auspicious results on basis of deeds grace

એસ્ટ્રોલોજી / જો તમારી પણ છે આ 5માંથી કોઇ એક રાશિ, તો તમે છો શનિદેવના સૌથી કૃપાપાત્ર, સદૈવ આપે છે શુભ ફળ

Manisha Jogi

Last Updated: 09:30 AM, 2 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવ વિશે વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યું છે. શનિદેવની વક્રદ્રષ્ટીના કારણે વ્યક્તિએ ખૂબ જ ગંભીર પરિણામ ભોગવવું પડી શકે છે. કેટલીક રાશિઓ એવી હોય છે, જેના પર શનિદેવની કૃપાદ્રષ્ટી રહે છે.

  • શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે
  • કેટલીક રાશિઓ પર શનિદેવની કૃપાદ્રષ્ટી રહે છે
  • શનિદેવના આશીર્વાદથી જીવનમાં ખૂબ જ પ્રગતિ થાય છે

હિંદુ ધર્મ અનુસાર શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે. શનિદેવ કર્મ અનુસાર ફળ પ્રદાન કરે છે. જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવ વિશે વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યું છે. શનિદેવની વક્રદ્રષ્ટીના કારણે વ્યક્તિએ ખૂબ જ ગંભીર પરિણામ ભોગવવું પડી શકે છે. કેટલીક રાશિઓ એવી હોય છે, જેના પર શનિદેવની કૃપાદ્રષ્ટી રહે છે. માન્યતા અનુસાર શનિદેવના આશીર્વાદથી જીવનમાં ખૂબ જ પ્રગતિ થાય છે. શનિદેવને કઈ રાશિઓ પ્રિય છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

શનિદેવની પ્રિય રાશિ
વૃષભ (Taurus)- આ રાશિના જાતકો પર શનિદેવની વિશેષ કૃપા રહે છે. આ કારણોસર આ રાશિના સ્વામી શુક્ર શનિદેવના મિત્ર ગ્રહ હોય છે. આ કારણોસર શનિદેવ આ રાશિના જાતકોને નુકસાન પહોંચાડતા નથી. આ રાશિના જાતકો પર શનિ સાઢેસાતીની અસર વધુ સમય સુધી રહેતી નથી. 

કર્ક (cancer)- શનિદેવની પ્રિય રાશિઓમાં કર્ક રાશિ પણ શામેલ છે. આ રાશિના જાતકો પર શનિદેવની વક્રદ્રષ્ટીનો દુષ્પ્રભાવ થતો નથી. આ રાશિના જાતકોને શનિદેવ સુખ સમૃદ્ધિ પ્રદાન કરે છે. જેના કારણે આ રાશિના જાતકો દિવસ રાત પ્રગતિ કરે છે. 

તુલા (libra) - શનિદેવની પ્રિય રાશિઓમાં તુલા રાશિનું નામ સૌથી પહેલા આવે છે. આ રાશિને શનિદેવની ઉચ્ચ રાશિ પણ કહેવામાં આવે છે. આ રાશિના જાતકો પર શનિદેવની વિશેષ કૃપા રહે છે. આ કારણોસર તુલા રાશિના જાતકોના જીવનમાં વધુ પરેશાનીઓ આવતી નથી. 

મકર (Capricorn) - શનિદેવની પ્રિય રાશિમાં મકર રાશિ પણ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવને મકર રાશિના સ્વામી માનવામાં આવે છે અને આ રાશિના જાતકો પર શનિદેવની અશુભ અસર થતી નથી. મકર રાશિની કુંડળીમાં શનિદેવ શુભ સ્થાન પર હોય તો, તમામ ક્ષેત્રે સફળતા પ્રાપ્ત થાય છે. 

કુંભ (aquarius)- શનિદેવની પ્રિય રાશિઓના લિસ્ટમાં કુંભ રાશિ પણ શામેલ છે. આ રાશિના જાતકો પર શનિદેવની શુભ દ્રષ્ટી રહે છે. જેથી આ રાશિના જાતકોને તમામ ક્ષેત્રે સફળતા પ્રાપ્ત થાય છે અને નાણાંકીય લાભ થાય છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ