બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / 5 days of heavy rain forecast in the state from tomorrow

આગાહી / આવતીકાલથી રાજ્યમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી, આણંદ, અમરેલી સહિતના વિસ્તારોને મેઘરાજા ધમરોળશે

Kishor

Last Updated: 07:45 AM, 15 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં આવતીકાલથી વરસાદી વાતાવરણ જોવા મળે તેવું હવામાન વિભાગ દ્વારા અનુમાન લગાવાઈ રહ્યું છે. જેના ભાગરૂપે 16 સપ્ટેમ્બરથી અનેક વિસ્તારોમાં મેઘમહેર થશે.

  • આગામી 5 દિવસ વરસાદની આગાહી 
  • 16થી 18 સપ્ટેમ્બર સુધી પડી શકે ભારે વરસાદ 
  • અમદાવાદમાં હળવા વરસાદની સંભાવના

ગુજરાતના મોટાભાગના શહેરોમાં ઓગસ્ટ મહિનો વરસાદને અભાવને લઈને કોરોધાકોડ રહ્યા બાદ હવે સપ્ટેમ્બર મહિનાના પણ પંદર દિવસ વીતવા છતાં વરસાદના કોઈ વાવડ મળી રહ્યા નથી. જેને લઈને ખેડૂતો ભારે ચિંતામાં છે. ખેતીના પાક પણ  મુળઝાઈ રહ્યા છે. ત્યારે વરસાદની આતુરતાપૂર્વક કાગડોળે રાહ જોતા ધરતીપુત્રો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આવતીકાલથી રાજ્યમા મેઘરાજા સટાસટી બોલાવે તેવી શકયતા વ્યક્ત કરાઈ છે.

આગામી 16 થી 18 સપ્ટે સુધી ભારે વરસાદની શક્યતા

દરિયામાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાથી ગુજરાતમાં 16થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. 16 સપ્ટેમ્બરે છોટાઉદેપુર, નર્મદા, ડાંગમાં વરસાદ પડી શકે છે. જ્યારે 17 સપ્ટેમ્બરે આણંદ, પંચમહાલ, દાહોદ અને તાપીમાં વરસાદ ની શકયતા જોવા મળી રહી છે. તે જ રીતે 18 સપ્ટેમ્બરે અમરેલીમાં ભારે અને અમદાવાદમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. વધુમાં અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે.

ફરી આવશે માવઠું, ગુજરાતમાં હજુ ૨૯-૩૦ માર્ચે કમોસમી વરસાદ થવાની આગાહી I  Gujarat can again face the off seasonal rain, weather forecast says

ખેડૂતોમાં ખુશી છવાઈ 
મહત્વનું છે કે બે દિવસથી રાજ્યના વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે. ગઈકાલે ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. મહુવા પંથકના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડતા ખેતરોમાં મુરઝાતા પાકને  જીવનદાન મળ્યું છે. વધુમાં ભરૂચ અને અંકલેશ્વરમાં પણ ભારે ઉકડાટ બાદ સાંજના સમયે વરસાદ પડ્યો હતો. સાથે સાથે અમરેલીના ખાંભા અને ગીર ખાંભા-ગીરના ડેડાણ ગામ, રાયડી, પાટી,નેસડી,મુંજીયાસર,જીવાપર,ત્રાકુડા સહિતના ગામમાં વરસાદ પડતા લાંબા સમય બાદ વરસાદ થતા ખેડૂતોમાં ખુશી છવાઈ હતી.

ગુજરાતમાં આગામી 5 દિવસ નહીં પડે ભારે વરસાદ, પણ આ વિસ્તારોમાં પડી શકે છે  ઝાપટાં | Normal rain forecast for next 5 days in Gujarat

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ