બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 4 States Election Results: Counting of votes for Assembly Elections 2023 was done in 4 states on Sunday (Dec 03). In which BJP won in three states and Congress in one state with full majority.

Assembly Elections 2023 / MP, રાજસ્થાન અને છત્તીસગઢમાં કેટલાક ઉમેદવારો માંડ માંડ જીત્યા, કોઈ 16 અને 28 મતથી જીત્યું તો કેટલીક બેઠક પર 46, 290, 356 અને 551 મતથી મળી જીત

Pravin Joshi

Last Updated: 06:02 PM, 4 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિધાનસભા ચૂંટણી 2023 માટે મતોની ગણતરી રવિવારેના રોજ 4 રાજ્યોમાં થઈ હતી. જેમાં ત્રણ રાજ્યોમાં ભાજપ અને એક રાજ્યમાં કોંગ્રેસ પૂર્ણ બહુમતી સાથે જીતી હતી.

  • 4 રાજ્યોની વિધાનસભા ચૂંટણી 2023ના પરિણામો જાહેર
  • ત્રણ રાજ્યોમાં ભાજપ અને એક રાજ્યમાં કોંગ્રેસ પૂર્ણ બહુમતી સાથે જીતી 
  • કેટલીક બેઠકો એવી હતી જ્યાં જીત કે હાર ખૂબ જ ઓછા માર્જિનથી થઈ

વિધાનસભા ચૂંટણી પરિણામો 2023: વર્ષના અંતે યોજાયેલી 5માંથી 4 રાજ્યોની વિધાનસભા ચૂંટણી 2023ના પરિણામો બધાની સામે છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણાના પરિણામો ગઈકાલે એટલે કે રવિવારે આવ્યા. હિન્દી હાર્ટલેન્ડ રાજ્યોમાં ભાજપને બમ્પર જીત મળી, જ્યારે તેલંગાણામાં લોકોએ કોંગ્રેસને સમર્થન આપ્યું. આ 4 રાજ્યોમાં MP, રાજસ્થાન અને છત્તીસગઢ રાજ્યોમાં કેટલીક બેઠકો એવી હતી જ્યાં જીત કે હાર ખૂબ જ ઓછા માર્જિનથી નક્કી કરવામાં આવી હતી અને ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસ વચ્ચે જોરદાર સ્પર્ધા હતી. અહીં અમે તમને જણાવીશું કે કયા રાજ્યમાંથી કયા પક્ષના ઉમેદવારો વચ્ચે નેટ ટુ નેટ સ્પર્ધા જોવા મળી હતી.

MPમાં પ્રચંડ બહુમત, ત્રણ રાજ્યોમાં ભાજપ આગળ, જીતના જશ્નમાં સામેલ થશે PM  મોદી: બીજી તરફ કોંગ્રેસે બોલાવી મહત્વપૂર્ણ બેઠક , PM Modi will visit BJP  Main office ...

મધ્યપ્રદેશ

સૌથી પહેલા વાત કરીએ મધ્યપ્રદેશની જ્યાં ભાજપે 163 અને કોંગ્રેસે 66 સીટો જીતી છે. અહીં અરુણ ભીમાવત સૌથી ઓછા માર્જિનથી જીતેલા ઉમેદવાર હતા. શાજાપુર વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અરુણ ભીમાવત માત્ર 28 મતોથી જીત્યા. તેમણે કોંગ્રેસના હુકુમસિંહ કરાડાને હરાવ્યા હતા. આ પછી વારસિવાનીથી ભાજપના ઉમેદવાર પ્રદીપ જયસ્વાલનો નંબર આવે છે જે 46 મતોથી જીત્યા હતા. ત્યારબાદ મહિધરપુરથી કોંગ્રેસના ઉમેદવાર દિનેશ જૈન છે જે 290 મતોથી જીત્યા છે. જ્યારે ધરમપુરીથી ભાજપના ઉમેદવાર કાલુ સિંહ ઠાકુર 356 મતોથી અને કોંગ્રેસના ઉમેદવાર સંજય ઉઇકે બૈહારથી 551 મતોથી જીત્યા હતા.

જે રાજ્યના પરિણામે સૌને ચોંકાવ્યા, ત્યાં એવાં કયા ફેક્ટર્સ ઊભા થયા કે જેના  લીધે કોંગ્રેસ થાપ ખાઇ ગઇ, જાણો | Chhattisgarh Assembly Election result  shocked everyone ...

છત્તીસગઢ

જો આપણે છત્તીસગઢ પર નજર કરીએ તો ત્યાં બે ધારાસભ્યો એવા છે જેઓ બહુ ઓછા અંતરથી જીત્યા છે. કાંકેર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર આસારામ નેતામે કોંગ્રેસના ઉમેદવાર શંકર ધ્રુવને માત્ર 16 મતોથી હરાવ્યા હતા. આ સિવાય છત્તીસગઢના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ટીએસ સિંહ દેવ પણ ખૂબ જ નજીકની હરીફાઈમાં હારી ગયા હતા. તેઓ ભાજપના ઉમેદવાર રાજેશ અગ્રવાલ સામે માત્ર 94 મતોથી હાર્યા હતા.

છત્તીસગઢમાં છેલ્લે-છેલ્લે કોંગ્રેસ સાથે થઈ ગયો 'ખેલ', ભાજપની બમ્પર જીત,  CMની રેસમાં જુઓ કયા કયા નામો | Assembly Elections 2023 In Chhattisgarh,  game change with the Congress ...

રાજસ્થાન

એ જ રીતે રાજસ્થાનમાં પણ ઘણી બેઠકો એવી હતી જ્યાં જીત કે હારનું માર્જીન ઘણું ઓછું હતું. અહીંની કોટપુતલી વિધાનસભા સીટ પર આકરો મુકાબલો જોવા મળ્યો હતો. જેમાં ભાજપના હંસરાજ પટેલે કોંગ્રેસના રાજેન્દ્રસિંહને 321 મતથી હરાવ્યા હતા. આ ઉપરાંત કાઠુમાર વિધાનસભા બેઠક પરથી ભાજપના રમેશ ખેડીએ કોંગ્રેસની સંજનાને 409 મતોથી હરાવ્યા હતા. ઉપરાંત, ઝુનઝુનુ જિલ્લાની ઉદયપુરવતી બેઠક પર એક રસપ્રદ સ્પર્ધામાં કોંગ્રેસના ભગવાન રામ સૈનીએ ભાજપના શુભકરણ ચૌધરીને 416 મતોથી હરાવ્યા હતા. એ જ રીતે ભીલવાડા જિલ્લાની જહાઝપુર બેઠક પર ભાજપના ગોપીચંદ મીણાએ કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ ધીરજ ગુર્જરને 580 મતોથી હરાવ્યા હતા.

ઈલાકા તુમ્હારા, ધમાકા હમારા... તેલંગાણામાં KCRને કોંગ્રેસે ધૂળ ચટાડી,  સ્પષ્ટ જનાદેશ સાથે બનશે સરકાર | Telangana Assembly election result Congress  rulled over KCR, government ...

તેલંગાણા

આ સિવાય તેલંગાણામાં પણ કેટલીક સીટો પર કટ્ટર હરીફાઈ જોવા મળી હતી. અહીં જીતનું ન્યૂનતમ માર્જિન 268 વોટ હતું. ચેવેલ્લા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર બીમ ભરત પમેનાએ BRS ઉમેદવાર કાલે યાદૈયાને 268 મતોથી હરાવ્યા હતા. તે જ સમયે, અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM ના ઉમેદવાર જાફર હુસૈને હૈદરાબાદના યાકુતપુરામાં MBT ઉમેદવાર અમજદુલ્લાહ ખાનને 878 મતોથી હરાવ્યા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ