બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / 3 special people of world do not need passport to go any where

OMG! / એ ત્રણ લોકો કોણ છે? જે કોઈ પાસપોર્ટ વગર જ દુનિયાના કોઈ પણ ખૂણે જઈ શકે છે, કોઈ દેશ રોકશે નહીં

Arohi

Last Updated: 01:09 PM, 7 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

OMG News: દુનિયામાં ત્રણ એવા ખાસ લોકો છે જે ક્યાંય પણ ફરી શકે છે. તેમને એકથી બીજા દેશમાં જવા માટે પારપોર્ટની જરૂર નથી પડતી.

  • દુનિયામાં છે ત્રણ ખાસ લોકો 
  • કોઈ પણ દેશમાં જવા નથી જોઈતો પાસપોર્ટ 
  • જાણો આવું કઈ રીતે શક્ય બન્યું? 

દુનિયામાં પાસપોર્ટ સિસ્ટમ શરૂ થયે 102 વર્ષ થઈ રહ્યા છે. રાષ્ટ્રપતિથી લઈને પ્રધાનમંત્રી પણ જ્યારે એક દેશથી બીજા દેશ જાય છે તો તેમને પણ ડિપ્લોમેટિક પાસપોર્ટ રાખવો પડે છે પરંતુ આ પૃથ્વી પર 200થી વધારે દેશોમાં 3 એવા ખાસ લોકો પણ છે જે કોઈ પણ દેશમાં પાસપોર્ટ વગર જઈ શકે છે. તે જ્યારે ક્યાંય પણ જાય છે તો તેમને પ્રોટોકોલ અનુસાર સંપૂર્ણ સન્માન પણ આપવામાં આવે છે. 

20મી સદીની શરૂઆતમાં એવું જાણવા મળ્યું કે એક દેશથી બીજા દેશમાં ચોરી છુપે આવવા જવા પર કાબૂ ન કરવામાં આવ્યુ તો ઘણી સમસ્યા થઈ શકે છે. હકીકતે સમસ્યાઓ તો ઉભી થવા પણ લાગી હતી. ત્યારે આજની જેમ પાસપોર્ટમાં તમામ સિક્યોરિટી ફિચર્સ પણ ન હતા કે નકલી પાસપોર્ટને તરત ઓળખી શકાય. 

દરેક દેશમાં લાગુ કરવામાં આવી પાસપોર્ટ સિસ્ટમ 
દુનિયાના દેશોની વચ્ચે કોઈ એવી સમજુતી પણ ન હતી કે જ્યારે કોઈ દેશના નાગરિક બીજા દેશમાં જાય તો તેમની પાસે પુરતા ડોક્યુમેન્ટ્સ હોય. તેમનું કોઈ દેશમાં આવવું પણ નિયમોથી જોડવામાં આવ્યું. આ બધા વચ્ચે પહેલુ વિશ્વ યુદ્ધ પણ ચાલી રહ્યું હતું. દરેક દેશને સમજમાં આવી ગયું કે પાસપોર્ટ જેવી સિસ્ટમ બનાવવી ખૂબ જ જરૂરી છે. 

1920માં બદલાઈ ગયું બધુ જ 
1920માં અચાનક બધુ બદલાઈ ગયું. લીગ ઓફ નેશંસમાં તેના પર ગંભીરતાથી વિચાર કરવામાં આવ્યો કે પાસપોર્ટ જેવી વ્યવસ્થા આખી દુનિયામાં બનાવવામાં આવી તેની પહેલા અમેરિકા કરી રહ્યું હતું જેથી તેને દેશમાં ચોરીછુપે આવનાર અપ્રવાસિઓ પર રોક લગાવી શકાય. 1924માં જઈને અમેરિકાએ પોતાની નવી પાસપોર્ટ પ્રમાણી જાહેર કરી દીધી. 

હવે પાસપોર્ટ બીજા દેશની યાત્રા કરનાર શખ્સ માટે એક ઓફિશ્યલ ઓળખ પત્ર બની ચુક્યો હતો. જેમાં તેમનું નામ, એડ્રેસ, ઉંમર, ફોટો, નાગરિકતા અને સહી બધુ હતું. જે દેશમાં તે જતા હતા તે દેશ માટે પણ સરળતા થઈ જતી હતી. હવે તો તમામ દેશ ઈ પાસપોર્ટ જાહેર કરવા લાગ્યા છે. 

આ છે ત્રણ ખાસ લોકો જેમને નથી પાસપોર્ટની જરૂર 
આપણે એમ જાણીએ કે કયા એવા 3 ખાસ લોકો છે જેણમે દુનિયામાં ક્યારેય પણ જવા માટે પાસપોર્ટની જરૂર નથી હોતી. આ ખાસ લોકો છે બ્રિટનના કિંગ અને જાપાનના રાજા અને રાણી. ચાર્લ્સના રાજા બનવા પહેલા આ વિશેષાધિકાર ક્વીન એલિઝાબેથની પાસે હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ