બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 20.27 percent hike in milk prices at Banas Dairy by Shankar Chaudhary

આનંદ / ઐતિહાસિક નિર્ણય: બનાસડેરીએ 20.27 ટકાનો ભાવ વધારો કર્યો જાહેર, શંકર ચૌધરીની જાહેરાત બાદ પશુપાલકોમાં ખુશી

Kishor

Last Updated: 03:52 PM, 24 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠાના પશુપાલકો માટે ખુશીના સમાચાર સામેં આવ્યા છે. જેમાં બનાસ ડેરી દ્વારા દૂધનો ભાવ વધારો જાહેર કરાયો છે.

  • બનાસકાંઠા બનાસડેરીએ દૂધનો ભાવ વધારો જાહેર કર્યો
  • 55ની સાધારણ સભામાં ચેરમેન શંકર ચૌધરીની જાહેરાત
  • 1852 કરોડનો ભાવ વધારો પશુપાલકો માટે જાહેર 

છેલ્લા કેટલાક સમયથી વધી રહેલી મોંઘવારીને કારણે પશુપાલકો પણ ચિંતામાં હતા, પશુ માટેના ખોરાકના કિંમતમાં સતત વધારો થતાં દૂધના ભાવ પરવડે તેમ ન હતા. જો કે ઉત્તર ગુજરાતની સૌથી મોટી બનાસડેરીએ દૂધના ભાવમાં વધારો જાહેર કરતાં પાંચ લાખની વધુ પશુપાલકોના ઘરે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અગાઉ પણ બનાસડેરીએ દૂધના ભાવમાં વધારો જાહેર કર્યો હતો. હાલમાં જ બનાસડેરીની 55મી સાધારણ સભા મળી હતી, જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. 

પશુપાલકોને 20.7 ટકા જેટલો ભાવ વધારો 

ચેરમેન શંકર ચૌધરીની અધ્યક્ષતામાં બનાસડેરીની 55મી સાધારણ સભા મળી હતી. આ સભામાં ડેરીને લગતાં પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી ત્યારબાદ પશુપાલકો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સભામાં પશુપાલકોને 20.7 ટકા જેટલો ભાવ વધારો આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. કુલ 1852 કરોડનો ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે. 100 કરોડ મંડળીઓને શેર દીધ આપવામાં આવ્યા છે. જ્યારે 1952 કરોડ રૂપિયાના ભાવ વધારાની જાહેરાત કરવામાં આવી છે. 

પાંચ લાખની વધુ પશુપાલકોને સીધો જ ફાયદો થશે

બનાસડેરી દ્વારા કરવામાં આવેલા ભાવ વધારાથી બનાસકાંઠાના પાંચ લાખની વધુ પશુપાલકોને સીધો જ ફાયદો થશે. જે પુશપાલકો બનાસડેરીની મંડળીઓમાં દૂધ ભરાવે છે તેઓને 20.27 ટકા ભાવ વધારાનો લાભ મળશે. સરળ શબ્દોમાં સમજીએ તો જે પશુપાલક 1 લાખનું દૂધ ભરાવતો હશે તેને 20 હજાર ભાવ વધારા પેટે મળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ