બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 2024 loksabha elections: bjp might use gujarat formula to win the election, analysis report

રાજકારણ / 2024માં 400 બેઠકોના ટાર્ગેટ માટે 'ગુજરાત મોડલ' અપનાવશે BJP? જાણો કયા નેતાઓના કપાઈ શકે છે પત્તાં

Vaidehi

Last Updated: 06:28 PM, 6 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા 2024ની ચૂંટણીની તૈયારી ભાજપ પૂરજોશમાં કરી રહી છે. તેવામાં મોદી-શાહની જોડી મિશન 400નો લક્ષ્ય પાર પાડવા માટે શું રાજનીતિ રમશે? કયા નેતાઓનાં પત્તાં કપાઈ જશે અને ક્યાં નવા ચહેરાઓને મોકો મળશે..વાંચો.

  • લોકસભા 2024ની ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં
  • ભાજપ મિશન 400 હાસિલ કરવા કરી રહી છે મહેનત
  • મોદી-શાહની જોડી આ વખતે કઈ ચાલ ચાલશે તે જોવાનું રહ્યું

ભારતીય જનતા પાર્ટી મિશન 400 માટે તનતોડ મહેનત કરી રહી છે. 2024ની ચૂંટણી ભાજપ પ્રધાનમંત્રી મોદીનાં ચહેરા પર લડશે. આ સિવાય પણ પાર્ટી ઘણાં નવા પ્રયોગ કરવા જઈ રહી છે. ચૂંટણીનાં મેદાનમાં આ વખતે ધુરંધરો ઊતરશે. આ લિસ્ટમાં ઘણાં રાજ્યોનાં મંત્રી, પૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યસભાનાં સાંસદ પણ સામેલ છે. આ સિવાય કેન્દ્રીય મંત્રીઓને પણ હોમ ગ્રાઉન્ડ પર ઊતારવામાં આવશે. પાર્ટીનાં 400નાં લક્ષ્યાંકને હાસિલ કરવા માટે મોદી-શાહની જોડી તમામ રસ્તાઓ અપનાવવા તૈયાર છે. છેલ્લાં 2 વર્ષોથી ગ્રાઉન્ડ લેવલ પર ભાજપ કાર્યકર્તાઓ એક્ટિવ છે. પાર્ટીનાં કાર્યકર્તાઓ, ધારાસભ્યો અને સાંસદ PM મોદીનાં નામની સાથે જનસંપર્કમાં જોડાઈ ગયાં છે.

વાંચવા જેવું: કેરળમાં Air Pod ખોવાઇ જતા યુવકે લીધો 'X' નો સહારો, બે જ સપ્તાહમાં એરપોડ હાથમાં, જાણો કઇ રીતે

રાજ્યોમાં દિગ્ગજ મંત્રી અને ચહેરાઓ ચૂંટણી લડશે
ટિકિટ ફાઈનલ કરવાથી પહેલાં દરેક સંસદીય ક્ષેત્રમાં કમિટીઓ પહોંચશે અને કેન્દ્રીય નેતૃત્વને પોતાના રિપોર્ટની સોંપણી કરશે. આ સિવાય જાતીગત અને સામાજિક સમીકરણોનાં આધાર પર નવા ચહેરાઓ પર પણ દાવ લગાડવાની તૈયારીઓ પાર્ટી કરી રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે બિહારમાં આ વખતે ISS અને IPS રહેલા કેટલાક યુવા ચહેરાઓને ભાજપ ટિકિટ આપશે. કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ શાસિત દેશોમાં મંત્રીઓ, ધારાસભ્યો અને પૂર્વ મુખ્યમંત્રીઓ સિવાય ચર્ચિત નામોને મેદાનમાં ઊતારવામાં આવશએ. યૂપીનાં ડેપ્યુટી CM બ્રિજેશ પાઠક, કેશવ પ્રસાદ મૌર્ય અને જતિન પ્રસાદને પણ લોકસભા ચૂંટણી માટે મેદાનમાં ઊતારવામાં આવી શકે છે. આવો  પ્રયોગ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ કરવામાં આવી શકે છે. રાજસ્થાનમાં વિધાનસભા હારી ચૂકેલા રાજેન્દ્ર રાઠોડ અને સતીશ પૂનિયા પર ભાજપ દાવ લગાડી શકે છે. મધ્યપ્રદેશમાં શિવરાજ સિંહ ચૌહાણને પણ મોકો આપવામાં આવી શકે છે.

રાજ્યસભાથી કેબિનેટ મંત્રી બનેલા નેતાઓ મેદાનમાં
2024 લોકસભા ચૂંટણીમાં એવા મંત્રીઓ પણ ચૂંટણી લડશે જે હાલમાં રાજ્યસભામાં છે. PM નરેન્દ્ર મોદી ખુદ સંસદીય દળની બેઠકમાં આ પ્રસ્તાવ લઈને આવ્યાં હતાં. આ લિસ્ટમાં એ નેતાઓનાં નામ છે જે લગાતાર 2 વખત રાજ્યસભાનો કાર્યકાળ પૂર્ણ કરી ચૂક્યાં છે. ગતચૂંટણીમાં પટના સાહિબ સીટ પર રવિશંકર પ્રસાદ અને અમેઠીમાં સ્મૃતિ ઈરાનીને ચૂંટણીનાં મેદાનમાં ઊતારવામાં આવ્યું હતું અને બંને જીતવામાં સફળ પણ રહ્યાં હતાં. આવનારી ચૂંટણીમાં ધર્મેન્દ્ર પ્રધાન, જ્યોતિરાદિત્ય સિંધિયા, ગજેન્દ્ર શેખાવતનાં નામ ટોપ પર દેખાઈ રહ્યાં છે. આ સિવાય નિર્મલા સીતારમણ, અશ્વિની વૈષ્ણવ, ભૂપેન્દ્ર યાદવ પણ મેદાનમાં ઊતરી શકે છે.

યોગી-મોદીનો ગુજરાતવાળો ફોર્મૂલા
PM નરેન્દ્ર મોદી અને અમિત શાહ ટિકિટ વહેંચણીનાં મામલામાં ગુજરાત ફોર્મૂલા લાગૂ કરશે. 70થી વધારે ઉંમર અને પર્ફોર્મન્સની કસોટીમાં પાસ ન થનારા આશરે 30% સાંસદોની ટિકિટ કપાઈ શકે છે. ટિકિટ કપાઈ જનારા લોકસભા સાંસદોની સંખ્યા 65-70 વર્ષની હોઈ શકે છે. આ સીટો પર નવા ચહેરાઓ, રાજ્યસભા સાંસદો અને દિગ્ગજ નેતાઓને ઊતારવામાં આવશે. આ સિવાય અન્ય પાર્ટીથી આવનારા દિગ્ગજોને પણ ટિકિટ આપવામાં આવી શકે છે. સૂત્રો અનુસાર અમિત શાહની કાતર યૂપી અને બિહારમાં સૌથી વધારે ચાલી શકે છે. જેમાં કેન્દ્રીય મંત્રીઓ સહિત અનેક ચોંકાવનારા નામ પણ સામેલ હોઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ