બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / 2 students corona positive in zydus school ahmedabad gujarati news

BIG NEWS / અમદાવાદની ઝાયડ્સ સ્કૂલના 2 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા હડકંપ, લેવાયો આ મોટો નિર્ણય

Dhruv

Last Updated: 01:24 PM, 12 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં એક વાર ફરી કોરોના સંક્રમણમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે તાજેતરમાં જ શહેરની વેજલપુરની ઝાયડ્સ સ્કૂલમાં 2 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે.

  • અમદાવાદમાં એક વાર ફરી કોરોનાના કેસોએ ઉથલો માર્યો
  • વેજલપુરની ઝાયડ્સ સ્કૂલમાં 2 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ
  • વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા સ્કૂલ બંધ કરાઇ

અમદાવાદમાં એક વાર ફરી કોરોનાના કેસોએ ઉથલો માર્યો છે. કારણ કે હજુ તો તાજેતરમાં જ પાલડીની NID વિદ્યાસંકુલમાં કોરોનાનો બ્લાસ્ટ થયો છે. એવામાં હવે અમદાવાદની  વેજલપુરની ઝાયડ્સ સ્કૂલમાં 2 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા સ્કૂલ બંધ કરી દેવાઇ છે. વિદ્યાર્થીઓને આજથી વેકેશન આપી દેવાયું છે.

ગઇ કાલે અમદાવાદમાં જ કોરોનાના માત્ર 19 કેસ સામે આવ્યા હતાં

અત્રે નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લાં ઘણાં સમયથી કોરોનામાં થોડીક રાહત મળી હતી. છૂટછાટ પણ મોટા ભાગે મળી ગઇ છે. પરંતુ એવામાં એકવાર ફરી રાજ્યમાં કોરોના માથું ઉંચકી રહ્યો છે. ગઈ કાલે પણ રાજ્યમાં કોરોનાના 30થી વધુ કેસ નોંધાયા હતા. જેમાંથી 19 નવા કેસ તો માત્ર અમદાવાદમાં જ નોંધાયા હતા.

રાજ્યમાં ગઇ કાલે છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 31 કેસ નોંધાયા

ઉલ્લેખનીય છે કે, ગઇ કાલે ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 31 કેસ નોંધાયા હતાં. દરમિયાન કોઈનું મૃત્યુ નથી થયું. પરંતુ રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાને લીધે કુલ 10944 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાની સારવાર બાદ 21 લોકો સ્વસ્થ થયા છે. ગુજરાતમાં અત્યાર સુધી કોરોનાના કુલ 12 લાખ 24 હજાર 594 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાની સારવાર બાદ 12,13,467 લોકો સાજા થયા છે.

more three corona positive registered in <a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/nid' title='NID'>NID</a>

NIDમાં ઓનલાઈન શિક્ષણ શરૂ કરી દેવાયું છે

ગઇ કાલે NIDમાં વધુ 11 વિદ્યાર્થીઓ અને 2 સ્ટાફ મેમ્બર કોરોના પોઝિટિવ આવ્યા હતાં. જેથી NIDમાં ઓનલાઈન શિક્ષણ શરૂ કરી દેવાયું છે. NIDમાં કોરોનાના કુલ 37 કેસ નોંધાયા છે. NID કેમ્પસ દ્વારા જણાવેલા આંકડા અનુસાર 6 મેના રોજ 1 કેસ, 7 મેના રોજ 5 કેસ, 8 મેના રોજ 17 કેસ, 9 મેના રોજ 3 કેસ અને 10 મેના રોજ 11 કોરોનાના કેસ નોંધાયા છે. જો કે એકસાથે કોરોનાના આટલાં કેસ સામે આવતા અમદાવાદની NID ની હોસ્ટેલને કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવી છે. ત્યારે 8 તારીખ બાદથી AMC દ્વારા NID માં 700 કરતા વધુના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. NIDમાં એકાએક કોરોનાના કેસો વધતા હાલ NIDમાં તમામ ઓફલાઈન વર્ગોને સ્થગિત કરી ઓનલાઈન કરી દેવાયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ