બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / 2 soldiers of the Indian Army martyred when the bus fell into the valley in Rajouri, Jammu and Kashmir

BIG NEWS / જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં મોટી દુર્ઘટના: બસ ખીણમાં ખાબકી, 2 જવાનો શહીદ, અન્ય ઘાયલ

Priyakant

Last Updated: 03:01 PM, 29 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Indian Army Javan Martyr News: વાસ્તવિક નિયંત્રણ રેખા (LOC) નજીક કેરી સેક્ટરમાં શનિવારે સેનાનું એક વાહન ઊંડી ખીણમાં પડતાં ભારતીય સેનાના બે જવાન શહીદ

  • જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં શનિવારે દર્દનાક અકસ્માત
  • સેનાનું વાહન ઊંડી ખીણમાં પડ્યા બાદ સેનાના બે જવાન શહીદ 
  • આ દર્દનાક અકસ્માત અન્ય કેટલાક જવાનો ઘાયલ થયા 

જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં શનિવારે એક દર્દનાક અકસ્માતનાં સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ સેનાનું એક વાહન ઊંડી ખીણમાં પડી ગયા બાદ ભારતીય સેનાના બે જવાન શહીદ થયા છે. આ સાથે અન્ય કેટલાક જવાનો ઘાયલ પણ થયા હોવાનું પણ સામે આવ્યું છે. 

રાજૌરી જિલ્લામાં આજે એટલે કે શનિવારે બનેલી ઘટનામાં ભારતીય સેનાનાં બે જવાન શહીદ થયા છે. આ તરફ દુર્ઘટનાની માહિતી મળતાં જ સેના, પોલીસ અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. માહિતી મુજબ રેસ્ક્યુ ઓપરેશન હજુ ચાલુ છે. આ ઘટના વાસ્તવિક નિયંત્રણ રેખા (LOC) નજીક કેરી સેક્ટરમાં બની હતી.

નોંધનિય છે કે, જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં 20 એપ્રિલે બપોરે લગભગ 3 વાગ્યે આતંકવાદીઓએ સેનાના એક વાહન પર ગોળીબાર કર્યો હતો.  જે બાદ ટ્રકમાં આગ લાગતા તેમાં 5 જવાનો દાઝી ગયા હતા. શહીદ થયેલા જવાનોની ઓળખ લાન્સ નાઈક દેબાશીશ બસવાલ, લાન્સ નાઈક કુલવંત સિંહ, સિપાહી હરકિશન સિંહ, સિપાહી સેવક સિંહ અને હવાલદાર મનદીપ સિંહ તરીકે થઈ છે. જેમાંથી લાન્સ નાઈક દેબાશીશ બસવાલ ઓરિસ્સાના રહેવાસી છે, બાકીના ચાર શહીદ પંજાબના રહેવાસી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ