બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / 146th Rath Yatra of Lord Jagannath completed peacefully in Ahmedabad

અમદાવાદ / ભગવાન જગન્નાથે આખી રાત મંદિરની બહાર જ વિતાવી, મંગળા આરતી બાદ મંદિરમાં થયા વિરાજમાન, આજે પણ ભક્તોની ભારે ભીડ

Malay

Last Updated: 02:09 PM, 21 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Rathyatra 2023: 146મી રથયાત્રા હર્ષોલ્લાસ પૂર્વક થઇ સંપન્ન, ભગવાને મંદિર પરિસરમાં જ રાતવાસો કરીને આજે વાજતે ગાજતે ગર્ભગૃહમાં કરવામાં આવ્યા સ્થાપિત.

 

  • 146મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઇ
  • ભગવાને મંદિરની બહાર જ કર્યો રાતવાસો
  • આજે શુભમુહૂર્તમાં અપાયો મંદિરમાં પ્રવેશ 

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા હર્ષોલ્લાસ પૂર્વક પૂર્ણ થઇ. શહેરમાં હજારો ભક્તોના ઘોડાપુર સાથે હર્ષોલ્લાસ પૂર્વક રથયાત્રાનો પર્વ ઉજવાયો. આ એવી ક્ષણ હોય છે જેનો લ્હાવો લઇને ખરેખર ધન્યતા અનુભવાય. ભગવાનના દર્શન કરવા તો સૌ કોઇ મંદિરમાં જાય પરંતુ જ્યારે ભગવાન દર્શન આપવા બહાર આવે તો પછી ભક્તોમાં હરખ તો કેટલો હોય! ત્યારે નગરચર્યાએ જઇને આવેલા ભગવાન જગન્નાથ આખી રાત મંદિર બહાર જ વિતાવી. આજે ભગવાનને નિજ મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો. 

જગન્નાથ મંદિરના હોલમાં જવા પગથિયાં નહીં ચઢવાં પડે | Ahemdabad Jagannath  Temple

આજે પણ મંદિરમાં ભક્તોની ભારે ભીડ
મંગળા આરતી બાદ ભગવાનને મંદિરમાં બિરાજમાન કરાયા. આજે પણ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. રથ અને ભગવાન જગન્નાથજીના નજીકથી દર્શન કરવાનો આજનો એકમાત્ર દિવસ છે. જેથી વહેલી સવારથી જ ભગવાનના દર્શન કરવા માટે મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા અને ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. પરંતુ સવાલ અહીં એ પણ થાય કે શા માટે ભગવાને મંદિરની બહાર રાતવાસો કરવો પડ્યો? રાતે જ કેમ ગર્ભગૃહમાં સ્થાપિત ન કરાયા? આવો જાણીએ, શું છે કારણ.  

કેમ ભગવાન મંદિરની બહાર કરે છે રાતવાસો?
એવી લોકવાયકા છે કે ભગવાન જગન્નાથજી ભાઇ બળદેવ અને બહેન સુભદ્રાને લઇને અષાઢી બીજના દિવસે નગરચર્યાએ નીકળે છે. પરંતુ પત્ની રુક્મણિને લીધા વગર જ તેઓ નગરચર્યા કરી આવે છે. જેથી રિસાયેલી પત્ની ભગવાનને સજાના ભાગરૂપે મંદિરમાં પ્રવેશ આપતી નથી. જેથી ભગવાને રાતવાસો મંદિરની બહાર જ કરવો પડે છે. રિસામણા મનામણા થયા પછી છેક સવારે જ જગન્નાથજીને મંદિરમાં પ્રવેશ કરવાની અનુમતિ મળે છે. જગન્નાથજી પત્નીને કહે છે કે, 'હું જ્યાં જાઉ ત્યાં તમે મારી સાથે જ છો, તમે મારા હૃદયમાં જ છો આમ કહીને પત્ની રૂકમણિને મનાવી લે છે.' જેથી સવારે વિધિવત રીતે શુભ મુહૂર્તમાં ભગવાનને નિજમંદિરમાં બિરાજમાન કરવામાં આવે છે.

ભગવાનની નજર ઉતારીને મંદિરમાં અપાયો પ્રવેશ 
વર્ષમાં એકવાર ભગવાન મંદિરની બહાર નીકળે છે. એવી લોકવાયકા છે કે શણગાર કરીને ભક્તોને દર્શન આપવા આવે છે ત્યારે સ્વાભાવિક છે ભક્તોની નજર ભગવાનને લાગી જ ગઇ હોય. કારણ કે આ દિવસે ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવે છે. જેથી  ભગવાન જ્યારે નિજમંદિરેથી પરત આવે છે ત્યારે સૌથી પહેલા તેમની નજર ઉતારવામાં આવે છે. આજે ભગવાનની નજર ઉતારવામાં આવી અને તે પછી યજમાન દ્વારા મહાઆરતી કરવામાં આવી. આ વિધિ પતાવીને જ ભગવાનને મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન કરવામાં આવ્યાં ત્યારે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. 

રથની પણ કરવામાં આવશે પૂજા
ભગવાન જગન્નાથજીની નગરચર્યા બાદ જે ત્રણ રથ છે તેની પણ વિધિવત રીતે પૂજા કરવામાં આવે છે.  ત્રણેય રથની અષાઢી સુદ પાંચમના દિવસે  પૂજા કરવામાં આવે છે ત્યારબાદ રથની સાફસફાઇ કરીને તેને સ્થાન પર મુકવામાં આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ