બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / બિઝનેસ / ભારત / 11 lakh crores of smoke from investors in the stock market

શેરમાર્કેટ / શેર બજારમાં રોકાણકારોનો 11 લાખ કરોડનો ધુમાડો, આ શેરોએ દીધો દગો, સેન્સેક્સ-નિફ્ટી કડડભૂસ

Priyakant

Last Updated: 01:32 PM, 13 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Share Market Latest News: મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં બબલ વિશે સેબી ચીફના નિવેદન બાદથી આ સેક્ટરના શેરોમાં ઘટાડો જોવા મળ્યો

Share Market : ભારતીય શેરબજારમાં આજે રોકાણકારોનો 11 લાખ કરોડનો ધુમાડો થયાનું સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, આજે એટલે કે બુધવારના ટ્રેડિંગ સેશનમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં મોટો ઘટાડો થયો છે. નિફ્ટી મિડકેપ ઈન્ડેક્સ 1730 પોઈન્ટ અથવા 3.61 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યો છે. તો નિફ્ટી સ્મોલકેપ ઈન્ડેક્સ 676 પોઈન્ટ અથવા 4.50 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યો છે. BSEનો સ્મોલકેપ ઈન્ડેક્સ 1824 પોઈન્ટ અને મિડકેપ ઈન્ડેક્સ 1382 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં બબલ વિશે સેબી ચીફના નિવેદન બાદથી આ સેક્ટરના શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 

10.50 લાખ કરોડથી વધુનું નુકસાન 
માર્કેટમાં ઘટાડાની સુનામીના કારણે રોકાણકારોને બજાર ખુલ્યાના ત્રણ કલાકમાં જ રૂ.7 લાખ કરોડથી વધુનું નુકસાન થયું છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ ઘટીને રૂ. 374.79 લાખ કરોડ થયું છે, જે ગયા ટ્રેડિંગ સેશનમાં રૂ. 385.57 લાખ કરોડ હતું. એટલે કે આજના વેપારમાં રોકાણકારોને લગભગ રૂ. 10.78 લાખ કરોડનું નુકસાન થયું છે.   

File Photo

સેન્સેક્સ - નિફ્ટીમાં પણ મોટો ઘટાડો  
આજે એટલે કે બુધવાર સવારથી સ્મોલકેપ અને મિડકેપમાં ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ જેમ જેમ દિવસ આગળ વધતો ગયો તેમ તેમ બિગ કે લાર્જ કેપ શેરો પણ ઘટાડાનાં પ્રભાવ હેઠળ આવ્યા. BSE સેન્સેક્સ 510 પોઈન્ટ અને નિફ્ટી 213 પોઈન્ટના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી નેક્સ્ટ 50 ઈન્ડેક્સ 1854 પોઈન્ટ ઘટીને ટ્રેડ થઈ રહ્યો છે. સેક્ટરમાં એનર્જી શેરોનો ઈન્ડેક્સ 1657 પોઈન્ટ ઘટીને ટ્રેડ થઈ રહ્યો છે. 

સરકારી કંપનીઓનો ઇન્ડેક્સ નિફ્ટી પીએસઇ 5.72 ટકા અથવા 531 પોઇન્ટના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી પીએસયુ બેન્ક ઈન્ડેક્સ પણ 3.61 ટકા નીચે ટ્રેડ થઈ રહ્યો છે. સાર્વજનિક ક્ષેત્રની બેંકોના શેરોને ખરાબ રીતે ફટકો પડ્યો છે.

વધુ વાંચો: શેર બજારની ટપોરા જેવી શરૂઆત: સેન્સેક્સ 73,877 પર, IT સ્ટોકમાં આટલો જમ્પ

PSU શેરોમાં કડાકો 
જો આપણે વધતા અને ઘટતા શેરો પર નજર કરીએ તો, નાલ્કો 7.98 ટકા, વોડાફોન આઇડિયા 7.66 ટકા, પાવર ફાઇનાન્સ 6.77 ટકા, હિન્દુસ્તાન એરોનોટિક્સ 6.93 ટકા ટ્રેડ કરી રહ્યું છે. જ્યારે ITC, કોટક મહિન્દ્રા બેંક, ICICI બેંક ઝડપી ગતિએ વેપાર કરી રહી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ