બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / NRI News / 10 Indian students killed in us in last 13 months know the names

આઘાતજનક / અમેરિકામાં છેલ્લા 13 મહિનામાં 10 ભારતીય વિદ્યાર્થીઓના થયા રહસ્યમય મોત

Vishal Khamar

Last Updated: 02:41 PM, 19 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકામાં વસતા ભારતીયોમાં ચિંતાનાં વાદળો ધીમે ધીમે ઘેરાઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા એક મહિનામાં રહસ્યમય સંજોગોમાં 10 ભારતીય વિદ્યાર્થીઓનાં મોત નિપજ્યા હતા. ભારતીય વિદ્યાર્થીઓ પર થઈ રહેલ હુમલાને લઈ અમેરિકાની સરકાર દ્વારા યોગ્ય પગલા ભરાશે?

જાન્યુઆરી 2023થી અત્યારસ સુધી અમેરિકામાં 10 ભારતીય અથવા ભારતીય અમેરિક નવિદ્યાર્થીઓ જુદા જુદા રહસ્યમય કારણોસર મૃત્યુ પામ્યા છે. લગભગ દરેક મહિને એક ભારતીય વિદ્યાર્થીનું મૃત્યુ થવાને કારણે, અમેરિકામાં વસતા ભારતીયોમાં ચિંતા જોવા મળી રહી છે. શંકાસ્પદ હત્યાઓથી લઈને દુઃખદ દુર્ઘટનાઓ સુધી દરેક મૃત્યુએ અમેરિકામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓની સ્થિતિ અંગે ચિંતા પેદા કરી છે. તાજેતરમાં જ બોસ્ટન યુનિવર્સિટીમાં એન્જીનીયરીંગનો અભ્યાસ કરે રહેલ     20 વર્ષીય પારુચુરી અભિતીજની હત્યા થઈ છે. હુમલો કરનારાઓએ આંધ્રપ્રદેશનાં ગુંટૂંર જીલ્લામાં રહેનાર છાત્રની હત્યા કરી અને તેનાં મૃતદેહને એક જંગલની અંદર કારમાં છોડી દીધો હતો. આ પહેલા પણ સંખ્યાબંધ ભારતીય વિદ્યાર્થીઓ જુદા જુદા કારણોસર મોતને ભેટી ચૂક્યા છે.

અભિજીત પારુચુરી

માત્ર 23 વર્ષના અભિજીત આંધ્રપ્રદેશના વતની હતા અને અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા હતા. 11 માર્ચે જ તેમનો મૃતદેહ તેમની જ કારમાં જંગલમાંથી મળી આવ્યો હતો. શંકા છે કે તેમની લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી છે.

સમીર કામથ

23 વર્ષના જ મૂળ ભારતીય અમેરિકન યુવાન સમીર કામથ મેસેચ્યુએટ્સમની પરડ્યુ યુનિવર્સિટીમાં ડોક્ટરેટનો અભ્યાસ કરતા હતા. 5 ફેબ્રુઆરીએ તેમનો મૃતદેહ જાતે જ ગોળી મારેલી હાલતમાં ઈન્ડિયાનામાંથી મળી આવ્યો હતો. સમીર કામઠ 2025માં પીએચડીમાં ગ્રેજ્યુએટ થવાના હતા.

નીલ આચાર્ય

મૂળ પૂણેના નીલ આચાર્ય પણ અમેરિકાની પરડ્યુ યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરતા હતા. તેમનો મૃતદેહ 29 જાન્યુઆરીના રોજ એરપોર્ટ નજીકથી મળી આવ્યો હતો. જો કે, તેમના શરીર પર ઈજાના કોઈ નિશાન નહોતા. એટલે નીલનું મૃત્યુ કેવી રીતે થયું તેનું રહસ્ય અકબંધ છે.

શ્રેયસ રેડ્ડી બેનીગેરી

1 ફેબ્રુઆરીના રોજ 19 વર્ષના શ્રેયસનો મૃતદેહ મળી આવ્યો હતો. તેમના મૃતદેહ પર પણ ઈજાના કોઈ નિશાન નોહાત. પિલાનીમાં આવેલા બિરલા ઈન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીમાં ભણી ચૂકેલા શ્રેયર અમેરિકાની સિનસિનાટી યુનિવર્સિટીમાં પણ બિઝનેસનો જ અભ્યાસ કરી રહ્યા હતા.

વિવેક સૈની

હરિયાણાના 25 વર્ષના વિવેક સૈની, અમેરિકામાં એમબીએ કરી રહ્યા હતા. 16 જાન્યુઆરીના રોજ જ્યોર્જિયામાં એક ફૂટપાથ પર રહેતા વ્યક્તિએ તેમની હત્યા કરી હતી. વિવેક સૈની સ્ટોરમાં કામ કરતા હતા, તે દરમિયાન આ સ્ટોરમાં જ રહેતા ઘરવિહોણા નાગરિકે તેમની હત્યા કરી હતી.

અકુલ ધવન

અકુલ ધવન કેલિફોર્નિયાની યુનિવર્સિટી ઓફ ઈલીનોઈસમાં ગ્રેજ્યુએશન કરી રહ્યા હતા. તેમનો મૃતદેહ યુનિવર્સિટી કેમ્પસમાંથી મળી આવ્યો હતો. પોલીસનું કહેવું છે કે કડકડતી ઠંડીમાં બહાર સુવાને કારણે હાઈપોથર્મિયાથી તેમનું મૃત્યુ થયું હતું. અકુલના પરિવારે આ મામલે તપાસ માટે ફરિયાદ દાખલ કરી છે.

આદિત્ય અદલખા

26 વર્ષના આદિત્ય સિનસિનાટી કોલેજ ઓફ મેડિસીનમાંથી ડોક્ટરનો અભ્યાસ કરી રહ્યા હતા, ત્યારે ઓહાયોના સિનસિનાટીમાં જ કારમાં તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. 

જ્યુડ ચાકો

જ્યુડ ચાકોની પણ માથામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. 21 વર્ષના જ્યુડ ટેમ્પલ યુનિવર્સિટીમાં ભણતા હતા. તેમનો મૃતદેહ ગત વર્ષે જૂન 2023માં ગોળી મારેલી હાલતમાં મળ્યો હતો. સ્થાનિક પોલીસનું માનવું છે કે તેમની હત્યા લૂંટના ઈરાદે કરવામાં આવી છે.

વીરા સઈશ

આધ્રપ્રદેશના 24 વર્ષના વીરા સઈશની ઓહાયોના કોંબસમાં ગેસ સ્ટેશન પર હત્યા કરવામાં આવી હતી. વીરા સઈસ અમેરિકામાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરતા હતા.

વધુ વાંચોઃ હવે જર્મનીમાં પણ ભારતીય વિદ્યાર્થીઓ માટે તક વધશે, લેબરની અછત સર્જાતા જર્મન સરકારનો નિર્ણય

દેવાશિષ નન્દેપુ

22 જાન્યુઆરી 2023ના રોજ જ્યારે દેવાશિષ પ્રિન્સ્ટન પાર્કમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે કેટલાક રોબર્સે તેમની ગોળી મારીને હત્યા કરી નાખી. આ કેસમાં માર્ચ 2023માં 14 વર્ષના ટીનેજરની ધરપકડ પમ કરવામાં આવી હતી. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અહીં ક્લિક કરીને અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ