બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / 10 groups of NDA mps were formed pm narendra modi will take meeting of every group

રણનીતિ / 2024માં હેટ્રીક માટે PM મોદીએ બનાવી ખાસ સ્ટ્રેટેજી: એક મહિના સુધી દરરોજ આ રીતે લેશે ફીડબેક, તમામ સાંસદો સાથે કરશે મુલાકાત

Arohi

Last Updated: 09:00 AM, 21 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024: NDAએ 2024ની સામાન્ય ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. ગઠબંધનની લોકસભામાં 338 સાંસાદ છે. આ સાંસદોના અલગ અલગ ગ્રુપ બનાવવામાં આવ્યા છે.

  • 2024ની સામાન્ય ચૂંટણીની તૈયારી શરૂ 
  • ગઠબંધનની લોકસભામાં 338 સાંસાદ
  • સાંસદોના અલગ અલગ ગ્રુપ બનાવવામાં આવ્યા 

2024ની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ગયું છે. BJPના નેતૃત્વ વાળી એનડીએ અને વિપક્ષી મોર્ચે સીધી ટક્કર છે. આ મુકાબલા માટે રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન સંપૂર્ણ તાકાતથી તૈયારીમાં લાગી છે. 2014 2019માં જીત બાદ એનડીએનો પ્રયત્ન એ છે કે 2024માં હેટ્રિક લગાવવામાં આવે. આજ કારણ છે કે એનડીએએ એક મોટો પ્લાન તૈયાર કર્યો છે. સંસદના માનસૂન સત્ર વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે દરરોજ એનડીએના સાંસદોની સાથે બેઠક કરશે. 

એનડીએમાં આ સમયે લોકસભામાં 338 સદસ્ય છે. એનડીએના સાંસદોને 10 ગ્રુપમાં વહેચવામાં આવ્યા છે. આ બેઠકો 25 જુલાઈથી શરૂ થવાની છે. દરેક ગ્રુપમાં ખાસ ક્ષેત્ર વાળા 35થી 40 સાંસદ સદસ્ય શામેલ થશે. આ બેઠક એટલા માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે કારણ કે 2024ની ચૂંટણી સામે જ છે. 

ક્ષેત્રીય આધાર પર બનાવવામાં આવ્યા સાંસદોના ગ્રુપ 
સાંસદોને ક્ષેત્રીય આધાર પર ગ્રુપોમાં વહેંચવામાં આવ્યા છે. દરેક ગ્રુપમાં બે ક્ષેત્રોના સાંસદ શામેલ થશે. પહેલા દિવસે 25 જુલાઈએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશ અને નોર્થ ઈસ્ટ નેતાઓ સાથે મુલાકાત કરશે. બેઠક બે ભાગમાં થશે. પહેલી સાંજે 6.30 વાગ્યે અને બીજી સાંજે 7.30 વાગ્યે. 

વિકાસ કાર્યોનો ફિડબેક લેશે PM 
પ્રધાનમંત્રી મોદી, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ આ બેઠકોમાં સામેલ થશે. ત્રણેય નેતા સાંસદોની સાથે ચર્ચા કરશે અને તેમના ક્ષેત્રોની સમસ્યા અને વિકાસ કાર્યોનો ફીડબેક પણ લેશે. ત્યાં જ સંજીવ બાલિયાન અને અજય ભટ્ટ સહિત અન્ય કેન્દ્રીય મંત્રીઓ અને પાર્ટી પદાધિકારીઓને બેઠકો માટે કોઓર્ડિનેશનની જવાબદારી સોંપવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીની તરફથી મહાસચિવ તરૂણ ચુધ અને રાષ્ટ્રીય સચિવ ઋતુરાજ સિન્હા કોઓર્ડિનેશન કરશે. 

PM મોદીના નેતૃત્વમાં ચૂંટણી લડશે એનડીએ 
આ વચ્ચે સાંસદો પાસે પોતાના કામકાજનો રિપોર્ટ તૈયાર કરવામાં માટે કહેવામાં આવી રહ્યું છે. આ બેઠક એનડીએના 25 વર્ષ પુરા થવા પર થઈ રહી છે. તેના પહેલા 18 જુલાઈએ ગઠબંધનમાં શામેલ 39 પક્ષની દિલ્હીની અશોકા હોટલમાં બેસીને મિટિંગ થઈ હતી. ગઠબંધનને દાવો કર્યો કે તે પીએમ મોદીના નેતૃત્વમાં 2024ની લોકસભા ચૂંટણી લડશે અને ભારે બહુમતીની સાથે સતત ત્રીજી વખત સત્તામાં પરત ફરશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ