બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Zadiyani village of Patdi taluka is known as artist's village

VTV વિશેષ / કલાકારોના ગામ તરીકે જાણીતું છે ગુજરાતનું આ ગામ: દરેક ઘરમાં જાણે મા સરસ્વતીનો વરદાન, શેરીઓમાં સંભળાય છે ધૂન

Dinesh

Last Updated: 07:08 PM, 7 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરેન્દ્રનગરના પાટડી તાલુકાનું ઝાડીયાણી કલાકારોના ગામ તરીકે જાણીતું, સાક્ષત સરસ્વતીના આશીર્વાદ હોય તેમ સંગીત કલા સાથે જોડાયેલા વ્યક્તિઓ અહીં તમને ડગલે ને પગલે મળે છે.

  • સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના ઝાડીયાણીમાં અદભૂત કલા
  • ઝાડીયાણી ગામ કલાકારના ગામ તરીકે ઓળખાય છે
  • વ્યવસાયની સાથે ગાયકીનો પણ તેમને વારસો મળ્યો છે


આજે વાત એક એવા ગામની કરવાની છે. જ્યાં તમને દરેક ઘરમાંથી સંગીતના સુર રેલાતા સંભળાશે. એક એવું ગામ જ્યા દરેક ઘરમાં તમને કલાકાર મળેશે. સંગીત સાથે આ ગામને અતુટ નાતો છે. આ ગામ છે સુરેન્દ્રનગર જિલ્લાનું ઝાડીયારા ગામ. આ ગામમાં દરેક ઘરમાં એક ગાયક કલાકાર છે.

પાટડી તાલુકાનું ઝાડીયાણીમાં અદભૂત કલા
અમદાવાદ જિલ્લો અને પાટણ જિલ્લાની સરહદે આવેલું આ ગામ છે. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાનું ઝાડીયાણી ગામ. આ ગામની શેરીઓમાં નીકળો એટલે તમને સંગીતની મધુર ધુનો સંભાળય કારણ કે, આ ગમમાં મહિલા, યુવાનો અને બાળકો સૌ કોઈ કલાકાર છે. 2500 લોકોની વસ્તી ધરાવતુ આ ગામ કલાકારોના ગામ તરીકે ઓળખાય છે.  ગામમાં કોઈ બહુજ ખ્યાતનામ કલાકાર રહેતો નથી. પરંતુ અહીં જે પણ ઘરમાં જાઓ એકાદ વ્યક્તિ એવો મળી જાય કે કલા સાથે જોડાયેલો હોય. ગામ પર જાણે કે સાક્ષત સરસ્વતીના આશીર્વાદ હોય તેમ સંગીત કલા સાથે જોડાયેલા વ્યક્તિઓ અહીં તમને ડગલે ને પગલે મળે છે.

ઝાડીયાણી ગામ કલાકારના ગામ તરીકે ઓળખાય છે
અહીં ઘરમાં જાઓ તો યુવાનો, યુવતીઓ સંગીતની રમઝટ સાથે જ સંભળાય. શાળામાં બાળકો પણ ગાતા નજરે ચડે છે. ગામની શેરીઓ અને મહોલ્લા સંગીતથી ગુંજતા લાગે, પણ કરૂણતા એટલી કે કોઈ કલાકાર ખૂબ મોટી નામના મેળવી શક્યો નથી. આ એવું ગામ છે જ્યાં દરેક ઘરમાં કલાકાર છે, જો કે વિશેષતા એ છે કે આ ગાયકોએ ક્યાંયથી તાલીમ લીધી નથી. તેમના વડીલો પણ ગાયક હતી અને તેમની પાસેથી તેમને આ કલા વારસામાં મળી છે. બારોટ સમાજની વસ્તી ધરાવતું આ ગામ હવે કલાકારોનું ગામ તરીકે ઓળખાઈ રહ્યું છે. 
 
વ્યવસાયની સાથે ગાયકીનો પણ તેમને વારસો મળ્યો છે
ગીતો લલકારતા આ સેંકડો કલાકરાકો બારોટ સમુદાયના છે. બારોટ સમુદાયનો ઈતિહાસ પણ રોંચક છે. આ સમુદાય વર્ષો જુના લોકોના ઈતિહાસ તેમની પોથીમાં લખવાનું અને સાચવવાનું કામ કરે છે. તેઓ ઈતિહાસ પોતાની પોથીમાં લખી અને પેઠી સુધી પહોંચાડનાર મેસેન્જર તરીકે કામ કરે છે. તેમના વ્યવસાયની સાથે ગાયકી પણ તેમને વારસો મળ્યો છે. કલાકારના ગામથી ઓળખતા ઝાડીયારા ગામના લોકોનું કહેવું છે કે, બારોટ સમુદાયના એક એક કલાકાર અમારા ગામનું ઘરેણું છે. કોઈ ગાયનમાં તો કોઈ વાદનમાં નિપુણ છે. આ ગામનું નામ રોશન કરે તેવી આશા રાખઈએ છીએ.

ઝાડીયારા ગામ ભલે નાનું છે પરંતુ આ ગામના કલાકારો કોઈ ઉમદા કલાકારથી કમ નથી. આ કલાકારોને જરૂર છે બસ એક પ્લેટફોર્મની જે તેમને આગળ લઈ જઈ શકે છે. અને જ્યાંથી તેઓ નામ કમાઈ શકે છે. કલાકારોની સાથે ગામના લોકો પણ માગણી કરી રહ્યાં છે. કે, સરકાર આ દિશામાં વિચારે તો ગામના અનેક લોકો પોતાવી કલાના માધ્યમથી રોજગારી મેળવી શકે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ