બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગર / Yuvraj Singh will appear before SOG today, will be questioned about Bipin Trivedi's allegation

ભાવનગર / યુવરાજસિંહ આજે SOG સમક્ષ થશે હાજર, બિપીન ત્રિવેદીના આક્ષેપ અંગે કરાશે પૂછપરછ

Priyakant

Last Updated: 08:01 AM, 21 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ પહેલા જ્યારે યુવરાજસિંહને હાજર થવાનું સમન્સ પાઠવવામાં આવ્યું ત્યારે તેમની તબિયત લથડી હતી. જે બાદ SOGએ ફરી હાજર થવા સમન્સ પાઠવતા આજે તેઓ SOG સમક્ષ હાજર થશે

  • યુવરાજસિંહ આજે SOG સમક્ષ હાજર થશે
  • SOG યુવરાજસિંહની કરશે પૂછપરછ
  • બિપીન ત્રિવેદીના આક્ષેપ અંગે કરશે પૂછપરછ

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ આજે ભાવનગર SOG સમક્ષ હાજર થશે. નોંધનિય છે કે, આ પહેલા જ્યારે તેમને હાજર થવાનું સમન્સ પાઠવવામાં આવ્યું ત્યારે તેમની તબિયત લથડી હતી. જે બાદ SOGએ ફરી આજે હાજર થવા સમન્સ પાઠવ્યું હતું. મહત્વનું છે કે, બિપીન ત્રિવેદીએ યુવરાજસિંહ પર રૂપિયાની લેતી-દેતીના આક્ષેપ લગાવ્યા છે. જેને લઈ હવે આક્ષેપોને લઈ ભાવનગર SOG યુવરાજસિંહની પૂછપરછ કરશે. 

ભાવનગર SOGએ યુવરાજસિંહને CRPC કલમ 160 હેઠળ સમન્સ પાઠવ્યું છે. આ પહેલા જ્યારે  SOGએ યુવરાજસિંહને સમન્સ પાઠવ્યું હતું ત્યારે નાદુરસ્ત તબિયતનું કારણ આપી યુવરાજસિંહ હાજર થયા નહોતા. જોકે હવે આજે યુવરાજસિંહ ભાવનગર SOG સમક્ષ હાજર થશે. જોકે નોંધનીય છે કે, ગઈકાલે ફરી એકવાર યુવરાજસિંહે પત્રકાર પરિષદ કરી અનેક ખુલાસા કર્યા હતા. 

ભાવનગર SOGએ મોકલ્યું હતું સમન્સ
તા.18.4.2023 નાં રોજ ભાવનગર પોલીસ દ્વારા યુવરાજસિંહને સમન્સ પાઠવવામાં આવ્યું હતું. બિપિન ત્રિવેદી દ્વારા આક્ષેપ કરાયા બાદ ભાવનગર SOG દ્વારા યુવરાજસિંહને સમન્સ પાઠવવામાં આવ્યું હતું. ભાવનગર SOG પોલીસે યુવરાજસિંહને પૂછપરછ માટે હાજર થવા જણાવ્યું હતું. યુવરાજસિંહને સમન્સ પાઠવીને પોલીસે બુધવારે બપોરે 12 વાગ્યે હાજર થવા જણાવ્યું હતું. મહત્વનું છે કે, બિપિન ત્રિવેદીના આક્ષેપ બાદ તેમને આ સમન્સ મોકલવામાં આવ્યું હતું. મહત્વનું છે કે બિપિન ત્રિવેદીનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેણે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સામે સણસણતા આરોપો લગાવ્યા હતા. બિપિન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ડમી કાંડમાં નામ છુપાવવા માટે યુવરાજસિંહે કરોડો રૂપિયા લીધા છે.

શું કહ્યું હતું યુવરાજસિંહે ? 
ભાવનગર ડમીકાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં યુવરાજસિંહે જણાવ્યું હતું કે ધો. 12 માં ડમી તરીકે બેસનાર 2 નામ મારી પાસે છે.  જેમાં ઋષિ બારૈયાએ ડમી પરીક્ષાર્થી તરીકે પરીક્ષા આપી હતી. પી.કે. ના કહેવાથી ઋષિ બારૈયાએ ડમી પરીક્ષાર્થી તરીકે પરીક્ષા આપી હતી.  તેમજ દર્શન બારૈયાએ અન્ય વિદ્યાર્થીની જગ્યાએ પરીક્ષા આપી હતી. દર્શન બારૈયા કોની પરીક્ષા આપવા જતો હતો એની અમે પુષ્ટિ કરતા નથી.  ત્યારે વધુમાં યુવરાજસિંહે જણાવ્યું હતું કે મને ભાવનગર પોલીસનું સમન્સ છે. તેમાં હું હાજર રહીશ. આવતીકાલે મોટા નેતા મંત્રીઓના ખુલાસા કરીશે. જેમણે મને ઓફરો કરી છે. તેમના નામ જાહેર કરીશ. ત્યારે જેમણે મને ઓફરો કરી તેમના પણ નિવેદનો લેવા જોઈએ. 

મારા પરિવારને અકસ્માતમાં ઉડાવી દેવાની ધમકી અપાય છેઃ યુવરાજસિંહ
ડમીકાંડ મામલે યુવરાજસિંહે જણાવ્યું હતું કે મારી પાસે 17 વીડિયો છે અને તમામ આધાર પુરાવા છે. મને ખોટી રીતે ફસાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેના જવાબ આપીશું.  તેમજ પોલીસ આરોપીને સાક્ષી બનાવી રહી છે. તેમજ અમને ધમકીઓ પણ મળી છે. ત્યારે યુવરાજસિંહે કહ્યું હતું કે મારા પરિવારને અકસ્માતમાં ઉડાવી દેવાની ધમકી અપાઈ રહી છે. તેમજ ડમીકાંડનું કૌભાંડ 2004 થી થઈ રહ્યું છે. 

ગત રોજ યુવરાજસિંહની લથડી તબિયત
ગત રોજ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાના પત્નીએ ટ્વિટમાં લખ્યું છે કે, 'યુવરાજસિંહના સતત વધતા જતા ઉજાગરા, પરિવારની ચિંતા અને ડીહાઈડ્રેશનને કારણે તબિયત અચાનક લથડી હતી. ત્યારે તેઓએ SOG સમક્ષ તપાસમાં સહયોગ કરવા અને જવાબ રજૂ કરવા માટે ભાવનગર SOGને મેઈલ કરીને લેખિતમાં સમય માંગ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ