બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / youth was killed by a neighbor out of jealousy after lorrying eggs: A woman was also among the accused.

ક્રાઈમ / ઈંડાની લારી કરી તો ઈર્ષ્યામાં આવીને પડોશીએ કરી નાંખી 19 વર્ષના યુવકની હત્યા: આરોપીઓમાં એક મહિલા પણ સામેલ

Vishal Khamar

Last Updated: 04:29 PM, 16 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે. જેમાં ઈંડાની લારી ચાલુ કરવાની ઈર્ષામાં પાડોશીએ જ યુવકની હત્યા કરતા પોલીસે ગુનો નોંધી ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.

  • શહેરનાં પૂર્વ વિસ્તારમાં ધંધાની હરીફાઈમાં યુવકની હત્યા
  • ઈંડાની લારી ચાલુ કરવાની ઈર્ષામાં પાડોશીએ જ કરી યુવકની હત્યા
  • પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી

 અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ફરી એક વખત હત્યાનો બનાવ સામે આવ્યો છે.. ખોખરા ભાઈપુરા વિસ્તારમાં ૧૯ વર્ષીય યુવક ની હત્યા કરવામાં આવી. ઈંડાની લારી ચાલુ કરવાની ઈર્ષામાં પડોશમાં રહેતા સંબધી એજ સંબધી યુવકની હત્યા કરતા પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીઓને ઝડપી પાડયા છે.


આરોપી પ્રિતેશ સામે મારામારીનાં અનેક ગુનાઓ દાખલ થયેલ છે
પોલીસ કસ્ટડીમાં ઉભેલા આરોપીઓ નામ પ્રિતેશ ઉર્ફે બોબડો, વિરાજ ઉર્ફે નાનીયો પટેલ , અને નિર્મળા બેન છે. મુખ્ય આરોપી પ્રિતેશ ઉર્ફે બોબડો બોલી નથી શકતો. પરંતુ ગુનાની દુનિયામાં તેના ગુનાઓ બોલે છે.  આરોપી પ્રિતેશ ઉર્ફે બોબડા સામે મારમારીના અનેક ગુનાઓ દાખલ થયેલા છે. પડોશમાં રહેતા 19 વર્ષીય જયપ્રકાશ ઉર્ફે જીતુ નામના યુવકની હત્યા કરવાના ગુનામાં ખોખરા પોલીસે મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. 
ઈંડાની લારી ચાલુ કરવાની બાબતે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું
સમગ્ર ગુનાની વિગતવાર વાત કરીએ તો ફરિયાદી સગુનાબેન ગવંડર અને આરોપીઓ ભાઈ પુરા વિસ્તારની પંજાબી તાળાવાળાની ચાલીમાં રહે છે. ફરિયાદી સગુના બેને તેમના જ ઘરની આગળ ઈંડાની લારી ચાલુ કરતા પડોશમાં રહેતા સંબંધી નિર્મળાબેન વચ્ચે ઈર્ષા શરૂ થઈ હતી. અને છેલ્લા ઘણા દિવસથી ધંધો શરૂ કરવા બાબતે બંને સંબંધીઓ વચ્ચે માથાકૂટ ચાલતી હતું. અને આ માથાકૂટે ઉગ્રસ્વરૂપ ધારણ કર્યું.  જેમાં આરોપીઓ એ ફરિયાદીના ભાઈ પર છરી વડે હુમલો જેમાં ફરિયાદીનો દીકરો જય પ્રકાશ વચ્ચે છોડવા જતા તેની પર છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયા હતા. 
પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી
જોકે ખોખરા પોલીસે તુરંત ટેકનિકલ સર્વેલન્સના આધારે તમામ આરોપીઓને વિન્ઝોલ થી ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે હત્યાના ગુનામાં આરોપી પ્રિતેશએ છરી મારી હતી અને બાકીના ત્રણ આરોપીઓએ મૃતકને પકડી રાખ્યો હતો. જેમાં આરોપી નિર્મલાની સગીર વયની દીકરી પણ સામેલ હતી. જોકે હાલ તો પોલીસે સગીર વયની દીકરીની ધરપકડ માટેની તજવીજ હાથ ધરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ