બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / Youth of Surat Mandvi cheated in the name of Canadian visitor visa

કૌભાંડ / કેનેડાના વિઝીટર વિઝાના બહાને સુરતના યુવાનો સાથે છેતરપિંડી, બેંક બેલેન્સ બતાવવાની શરતે પડાવી લીધા આટલાં રૂપિયા

Malay

Last Updated: 10:31 AM, 21 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં કેનેડાના વિઝીટર વિઝાના નામે બે યુવકો સાથે છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. હાલ બંને યુવકોએ આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

  • કેનેડાના વિઝીટર વિઝાના નામે સુરત માંડવીના યુવાનો સાથે છેતરપિંડી 
  • ઇમિગ્રેશનના નામે 2 યુવાનો પાસેથી રૂ.82 હજાર પડાવી લીધા
  • નેક્સ્ટ સ્ટેપ ઈમિગ્રેશન એજન્સીનો સંચાલક ફોન બંધ કરી ફરાર 

સાત સમંદર પાર વસવાટ કરી ડોલરમાં રૂપિયા કમાવવાના ઓરતા મોટાભાગના યુવાનોને જાગ્યા છે ત્યારે વિદેશ પહોંચવાના નામે કેટલીક વાર છેતરપિંડીનો ભોગ પણ બનવું પડતું હોય છે. ત્યારે ફરીવાર આવો જ વધુ એક કિસ્સો સુરતમાંથી પ્રકાશમાં આવ્યો છે.

ઇમિગ્રેશનના નામે 2 યુવાનો સાથે છેતરપિંડી 
એજન્ટ થ્રુ કેનેડા જતા હોવ તો ચેતી જજો. કારણ કે કેનેડાના વિઝીટર વિઝાના નામે સુરતમાં છેતરપિંડી આચરવામાં આવી છે. સુરતના માંડવીના બે યુવકો સાથે છેતરપિંડી આચરવામાં આવી છે. નેક્સ્ટ સ્ટેપ ઇમિગ્રેશન એજન્સીના સંચાલકે ઇમિગ્રેશનના નામે 2 યુવાનો પાસેથી રૂ.82 હજાર પડાવી લીધા હોવાનું સામે આવ્યું છે. હાલ ઈમિગ્રેશન એજન્સીનો સંચાલક ફોન બંધ કરીને ફરાર થઈ ગયો છે. યુવકોએ આ મામલે  નેક્સ્ટ સ્ટેપ ઇમિગ્રેશન એજન્સીના સંચાલક સામે ફરિયાદ નોંધાવી છે. 

8 મહિના સુધી રૂ.10 લાખનું બેંક બેલેન્સ બતાવવાની મૂકી હતી શરત 
યુવકોના જણાવ્યા અનુસાર, 8 મહિના સુધી રૂ.10 લાખનું બેંક બેલેન્સ બતાવવાની શરત મૂકી હતી. બેલેન્સ ન બતાવે તો 1.5% વ્યાજ લાગશે તેવું જણાવ્યું હતું. હાલ નેક્સ્ટ સ્ટેપ ઇમિગ્રેશન એજન્સીનો સંચાલક ફરાર થયો છે.

તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયામાંથી ઝડપાયું હતું ઈમિગ્રેશન કૌભાંડ
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયામાંથી ઈમિગ્રેશન કૌભાંડ ઝડપાયું હતું. જેમાં બોગસ વિદ્યાર્થીઓએ ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ લીધો હોવાનો ખુલાસો થયો હતો. ઓસ્ટ્રેલિયામાં IHRA (ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોશિએશન) ની તપાસમાં મસમોટું ઈમિગ્રેશન કૌભાંડ સામે આવ્યું હતું. આ ઈમિગ્રેશન કૌભાંડમાં ખોટા બેન્ડ મળ્યાના સર્ટિફિકેટથી અનેક વિદ્યાર્થીઓને ઓસ્ટ્રેલિયા મોકલવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. વિદ્યાર્થીઓને બોગસ બેન્ડ સર્ટિ, બોગસ ડિગ્રી અને બોગસ એજ્યુકેશન બેન્ક લોન સર્ટિથી વિદેશ મોકલ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આથી, ઓસ્ટ્રેલિયામાં 3 હજાર 500 જેટલાં ગુજરાતીઓની તપાસ હાથ ધરવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ