બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Youth of Ahmedabad cheated on the pretext of Australian visitor visa
Malay
Last Updated: 07:24 PM, 29 December 2022
ADVERTISEMENT
અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં રહેતા એજન્ટે ઓસ્ટ્રેલિયાના બોગસ વિઝા આપી દસક્રોઈના યુવક સાથે વિશ્વાસઘાત અને ઠગાઇ આચરી હતી. યુવકે 13.40 લાખ આપ્યા બાદ એજન્ટે બોગસ વિઝા આપ્યાનો ખુલાસો થતા તેણે પૈસા પરત માગ્યા હતા. ત્યારે એજન્ટે ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. આ મામલે યુવકે નરોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કબૂતરબાજી કરનારા એજન્ટની ધરપકડ કરી છે અને તેને જેલના સળિયાની પાછળ ધકેલી દીધો છે.
ADVERTISEMENT
યુવક પાસેથી ટુકડે ટુકડે પૈસા પડાવ્યા
યુવકે નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદ અનુસાર, દસક્રોઈમાં રહેતા યુવકે વિદેશ જવાની ઘેલછામાં આરોપી ભવદીપ ગઢવીનો સંપર્ક કર્યો. ભવદીપે યુવકને ઓસ્ટ્રેલીયા અને કેનેડા મોકલવાના સપના બતાવ્યા હતા અને ત્યારબાદ ટુરીસ્ટ વિઝાની પ્રોસેસના નામે યુવક પાસેથી ટુકડે ટુકડે પૈસા પડાવ્યા હતા. આરોપીએ ઓસ્ટ્રેલિયાના વિઝીટર વિઝા 13 માર્ચ 2020થી 13 માર્ચ 2022 સુધીના મળ્યા હોવાનો લેટર આપ્યો હતો. પરંતુ યુવકે એમ્બેસીમાં આ લેટર અંગે તપાસ કરી તો તે ફેક હોવાનું ખુલ્યું હતું. જેથી યુવકે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
કબુતરબાજીના રેકેટમાં વધુ એક એજન્ટનો પર્દાફાશ
આરોપી ભવદીપે 15 લાખમાં વિઝા અપાવવાની લાલચ આપી હતી. તેણે ઓસ્ટ્રેલિયાના ટુરીસ્ટ વિઝાની પ્રોસેસરના નામે રૂ 13.40 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ એજન્ટ છેલ્લા ત્રણ વર્ષથી વિઝાનુ રેકેટ ચલાવતો હતો. જેથી પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે. કબુતરબાજીના આ રેકેટમા એજન્ટ ભવદીપ ગઢવી સાથે અન્ય લોકોની સંડોવણી સામે આવી છે. નરોડા પોલીસે આરોપીની રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ શરૂ કરી છે..
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.