બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Yogi Adityanath's Big Statement said If Gyanvapi is called a mosque then there will be controversy, what is Trishul doing there

BIG NEWS / 'મસ્જિદની અંદર ત્રિશૂલ ને જ્યોતિર્લિંગ ક્યાંથી?', જ્ઞાનવાપી વિવાદ પર યોગી આદિત્યનાથનું મોટું નિવેદન

Megha

Last Updated: 12:39 PM, 31 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોટું નિવેદન આપતા કહ્યું હતું કે, 'જ્ઞાનવાપીને મસ્જિદ કહેવામાં આવે તો વિવાદ થશે.'

  • જ્ઞાનવાપી વિવાદ મામલે રાજકારણ ગરમાયું 
  • જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ પર યોગી આદિત્યનાથે મોટું નિવેદન 
  • જ્ઞાનવાપીને મસ્જિદ કહેવામાં આવે તો વિવાદ થશે
  • આ એક ઐતિહાસિક ભૂલ થઈ છે, અમને એ ભૂલનો ઉકેલ જોઈએ છે

ઉત્તર પ્રદેશમાં જ્ઞાનવાપી મસ્જિદનો મુદ્દો ફરી એકવાર ગરમાવા લાગ્યો છે. જણાવી દઈએ કે વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોટું નિવેદન આપતા એમને કહ્યું હતું કે, 'જ્ઞાનવાપીને મસ્જિદ કહેવામાં આવે તો વિવાદ થશે.' આ સાથે જ સીએમ યોગીએ એમ પણ પૂછ્યું હતું કે, 'ત્રિશુલ મસ્જિદની અંદર શું કરે છે? અમે તેને નથી રાખ્યો' ઉપરાંત એમનું એમ પણ માનવું છે કે આ મામલે મુસ્લિમ પક્ષે આગળ આવવું જોઈએ અને કહેવું જોઈએ કે ઐતિહાસિક ભૂલ થઈ છે, અમે તે ભૂલનો ઉકેલ ઈચ્છીએ છીએ. 

જો જ્ઞાનવાપીને મસ્જિદ કહેવામાં આવે છે, તો વિવાદ થશે
સીએમ યોગીને એક વાતચિત દરમિયાન જ્ઞાનવાપી વિશે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કહ્યું કે "જો જ્ઞાનવાપીને મસ્જિદ કહેવામાં આવે છે, તો વિવાદ થશે." જેને ભગવાને દ્રષ્ટિ આપી છે એ જુઓ કે  ત્રિશુલ મસ્જિદની અંદર શું કરે છે? અમે તેને રાખ્યો નથી. ત્યાં જ્યોતિર્લિંગ છે, દેવતાઓ છે. ત્યાંની દિવાલો બૂમો પાડીને શું કહી રહી છે? મને લાગે છે કે મુસ્લિમ પક્ષ તરફથી પ્રસ્તાવ આવવો જોઈએ કે સાહેબ, આ એક ઐતિહાસિક ભૂલ થઈ છે, અમને એ ભૂલનો ઉકેલ જોઈએ છે.''

સરકાર જ્ઞાનવાપી વિવાદનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરી રહી
સીએમ યોગી આદિત્યનાથે જ્ઞાનવાપી મુદ્દે કહ્યું કે સરકાર જ્ઞાનવાપી વિવાદનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરી રહી છે પણ દેખીતું છે કે જ્ઞાનવાપી મુદ્દે ઐતિહાસિક ભૂલ થઈ છે. એટલા માટે તેને મસ્જિદ કહેવું ખોટું હશે. જ્ઞાનવાપીના ASI સર્વે કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પહેલા 3 ઓગસ્ટના રોજ સીએમ યોગી આદિત્યનાથના નિવેદનને હવે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

જ્ઞાનવાપી વિવાદ મામલે રાજકારણ ગરમાયું 
એ વાત તો નોંધનીય છે કે વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટે ASIને જ્ઞાનવાપી પરિસર વિવાદિત વજુ ખાના ભાગ સિવાયના તમામ વિસ્તારોના સર્વેનો આદેશ આપ્યો હતો. આ આદેશ સામે મસ્જિદ સમિતિ વતી સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હતી. સર્વેને અટકાવતા સુપ્રીમ કોર્ટે મામલો હાઈકોર્ટમાં ટ્રાન્સફર કર્યો હતો. હાઈકોર્ટે સુનાવણી પૂર્ણ કરી છે અને ASI સર્વે અંગે નિર્ણય આવવાનો છે. આ મામલે રાજકારણ ગરમાયું છે.એક તરફ સમાજવાદી પાર્ટીના સ્વામી પ્રસાદ મૌર્યએ બૌદ્ધ મંદિરો તોડીને હિન્દુ મંદિરો બનાવવાનું નિવેદન આપ્યું છે તો હવે યુપીના સીએમ યોગી આદિત્યનાથનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ