બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / yoga for bone strength how to make bones strong health tips

હેલ્થ / શિયાળામાં ઢીંચણ સહિત સાંધાનાં દૂ:ખાવાથી બચવા માટે માત્ર આટલું કરો, વા જેવી તકલીફો સામે ઘરેબેઠાં મળશે રાહત

Arohi

Last Updated: 04:40 PM, 30 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાડકાઓને મજબૂત રાખવા માટે આ યોગાસનોનો કરો અભ્યાસ, સાંધાનો દુખાવો થઈ જશે ઓછો

  • શિયાળામાં આટલી વાતોનું રાખો ધ્યાન 
  • હાડકાની સમસ્યામાંથી મળશે છુટકારો 
  • આ રીતે રાખો સ્વાસ્થ્યનું ધ્યાન 

શરીરને સ્વસ્થ્ય રાખવા માટે હાડકાઓને સ્વસ્થ્ય રાખવું ખૂબ જ જરૂરી છે. હાડકાઓની કોઈ પણ સમસ્યાની સીધી અસર આખા શરીર પર જોવા મળી શકે છે. જોકે સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર જીવનશૈલી અને ભોજનમાં પૈષ્ટિકતાની કમીના કારણે આજના સમયમાં નાની ઉંમરમાં જ લોકો કમજોર હાડકાનો શિકાર થઈ રહ્યા છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર એક દશક પહેલા સુધી માનવામાં આવતું હતું કે નબળા હાડકા ઉંમર વધવાની સાથે થતી સમસ્યા છે. જોકે હવે ઘણી નાની ઉંમરના લોકો પણ આ સમસ્યાનો શિકાર બની રહ્યા છે. 

સાંધામાં દુઃખાવો, સંધિવા, હાડકાની અન્ય સમસ્યાઓ જીવનની ગુણવત્તાને પ્રભાવિત કરે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર આહારમાં પોષક તત્વોની માત્રાને વધારવાની સાથે જો નિયમિત રૂપથી યોગાસનો કરવામાં આવે તો ન ફક્ત હાડકાને સ્વસ્થ્ય રાખી શકાય છે. સાથે જ સાંધાના દુખાવો અને સંધિવા જેવી સમસ્યાઓને ઠીક કરવામાં પણ ફાયદા મળે છે.

વીરભદ્રસાન 
સ્વાસ્થ્ય નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર વીરભદ્રસાન યોગના નિયમિત અભ્યાસથી હાડકાની અન્ય ઘણી સમસ્યાઓનેમાં રાહતની સાથે હાડકાને સ્ટ્રોન્ગ બનાવવા અને તેને સ્વસ્થ્ય બનાવવામાં મદદ કરે છે. 

વૃક્ષાસન યોગ 
વૃક્ષાસનને ટ્રી-પોઝના નામે પણ ઓળખવામાં આવે છે. જે તમારી કમર, કોર અને પગના મસલ્સને મજબૂત કરે છે. શરીરને સંતુલન, મુદ્રા અને સ્થિરતામાં સુધાર કરવાની સાથે હાડકાને મજબૂત કરવામાં મદદ કરે છે. 

બ્રિઝ પોઝ યોગ 
બ્રિઝ પોઝ જેને સેતુબંધાસનના નામથી પણ ઓળખવામાં આવે છે. તેનો અભ્યાસ પીઠ, પગની સાથે શરીરના હાડકાને પણ ફાયદો આપે છે. કમરના દુખાવાને ઓછો કરવા માટે જાણીતા આ યોગાસનને કરવાથી હાડકા મજબૂત બને છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ