બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Yashaswi Jaiswal scored a fifty in one more Test

Yashasvi Jaiswal / યશસ્વી જયસ્વાલનો જાદુ, કારકિર્દીની સતત બીજી મેચમાં ફટકારી ઝડપી ફિફ્ટી

Kishor

Last Updated: 12:29 AM, 21 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યશસ્વી જયસ્વાલ વધુ એક ટેસ્ટમાં ફિફ્ટી કરી હતી. યશસ્વીએ બેટ ડોમિનિકાથી પોર્ટ ઓફ સ્પેન સુધી પોતાના બેટનો જાદુ બતાવ્યો હતો.

  • ક્રિકેટમાં જાણે યશસ્વી જયસ્વાલનો જાદુ
  • વધુ એક ટેસ્ટમાં ફિફ્ટી ફટકારી
  • 49 બોલમાં પોતાના 50 રન પોતાને નામેં કર્યા

ક્રિકેટમાં જાણે યશસ્વી જયસ્વાલનો જાદુ ચાલી રહ્યો છે. વેસ્ટ ઈન્ડિઝ સામે ચાલી રહેલી 2-ટેસ્ટ શ્રેણીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેમણે કદમ માંડયા છે. વેસ્ટ ઈન્ડિઝમાં ડ્રીમ ડેબ્યુ મેચમાં તેણે સદી ફટકાર્યા બાદ જયસ્વાલે વધુ એક ટેસ્ટમાં ફિફ્ટી કરી હતી. તેનું બેટ ડોમિનિકાથી પોર્ટ ઓફ સ્પેન સુધી બોલી રહ્યું છે. બીજી ટેસ્ટ મેચની વાત કરવામાં આવે તો તેણે  પહેલા દિવસે લંચ પહેલા 49 બોલમાં પોતાના 50 રન પોતાને નામ કરી લીધા હતા.

જયસ્વાલે મેચના પહેલા જ બોલ પર 3 રન કર્યા
બીજી મેચમાં યશસ્વી જયસ્વાલે અલઝારી જોસેફની ઓવરમાં સતત 2 ચોગ્ગા ફટકારીને ફિફ્ટી સુધીની સફર ખેડી હતી. બીજી ટેસ્ટમાં પણ તેણે કેપ્ટન રોહિત શર્મા સાથે સદીની ભાગીદારી કરી હતી. વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીત્યું હતો. બાદમાં ટીમ ઈન્ડિયાને પહેલા બેટિંગ માટે બોલાવાયું હતું. જેમાં જયસ્વાલે મેચના પહેલા જ બોલ પર 3 રન કરી બતાવ્યા હતા.

24 વર્ષ બાદ ભારતીય ઓપનરોએ સતત 2 ટેસ્ટ મેચમાં સદીની ભાગીદારી
ઝડપી બેટિંગ વચ્ચે પહેલા રોહિત શર્માએ ફિફ્ટી પોતાને નામ કરી હતી. બાદમાં ઓપનિંગ પાર્ટનર જયસ્વાલે મોરચો સાંભળી 50 રન પૂરા કર્યા. બંને વચ્ચે 100થી રનનો ઢગલો થઈ ગયો હતો. અત્રે નોંધનીય છે કે છેલ્લી મેચમાં પણ બંને વચ્ચે 200થી વધુ રનની ભાગીદારી થઈ હતી. 24 વર્ષ બાદ ભારતીય ઓપનરોએ સતત 2 ટેસ્ટ મેચમાં સદીની ભાગીદારી કરી છે. તેમના પહેલા સદગોપન રમેશ અને દેવાંગ ગાંધીએ 1999માં ન્યૂઝીલેન્ડ સામે આ યશસ્વી સિદ્ધિ હાંસલ કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ