બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / worlds largest roti is made in this city of india it weighs 145 kg

ગજબ કે'વાય / આવું ઈન્ડિયામાં શક્ય છે.! ભારતના આ શહેરમાં બને છે દુનિયાની સૌથી મોટી રોટલી, 145 કિલો હોય છે વજન

Bijal Vyas

Last Updated: 11:47 PM, 11 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતના આ શહેરને વિશ્વની સૌથી મોટી રોટલી બનાવવાનો ખિતાબ મળ્યો છે. જી, હાં રોટલી એટલી મોટી છે કે તેને ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં સામેલ કરવામાં આવી છે

  • દુનિયાની સૌથી મોટી રોટલીએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ 
  • ગુજરાતના જામનગરમાં બને છે આ વિશ્વની સૌથી મોટી રોટલી 
  • આ રોટલીનું બન્યા પછીનું વજન 145 કિલો સુધી પહોંચી જાય છે

worlds largest roti: ભારત તેના વિવિધ ખોરાક માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. અહીં ભોજનનો સ્વાદ અને તેને રાંધવાની રીત દર સો કિલોમીટરે બદલાય છે, પરંતુ રોટલી એક એવી વસ્તુ છે જે સમગ્ર ભારતમાં એક જ રીતે બનાવવામાં આવે છે. મોટા ભાગે રોટલીની સાઈઝ પણ બધે સરખી જ છે, પરંતુ સમગ્ર ભારતમાં એક જ જગ્યા એવી છે જ્યાં દુનિયાની સૌથી મોટી રોટલી બને છે. આ રોટલી એટલી મોટી છે કે આ એક રોટલીથી આખા ગામને ખવડાવી શકાય. તો આવો તમને જણાવીએ આ અનોખી રોટલી વિશે...

ક્યા બને છે દુનિયાની સૌથી મોટી રોટલી 
વિશ્વની સૌથી મોટી રોટલી ક્યાંય નહીં પણ વડાપ્રધાન મોદીના રાજ્ય ગુજરાતના જામનગરમાં બનતી નથી. જો કે, આ રોટલી રોજ બનતી નથી. તેના બદલે તે માત્ર કેટલાક ખાસ પ્રસંગોએ જ બનાવવામાં આવે છે. જેમ કે દગડુ શેઠ ગણપતિ જાહેર ઉત્સવ કે જલારામ બાપાની જન્મજયંતિ પર. જલારામ મંદિરની જીર્ણોદ્ધાર સમિતિ દ્વારા આ રોટલી બનાવવામાં આવે છે અને પછી મંદિરમાં આવનાર લોકો આ રોટલીથી પેટ ભરે છે. આ ખાસ દિવસે આ રોટલી ખાવા માટે લોકો દૂરદૂરથી જામનગર આવે છે.

કેવી રીતે બને છે આટલી મોટી રોટલી 
ઉલ્લેખનીય છે કે, એક-બે નહીં પરંતુ ઘણી બધી મહિલાઓ વિશ્વની સૌથી મોટી રોટલી બનાવવા માટે ભેગા થાય છે અને કલાકોની મહેનત પછી આ રોટલી તૈયાર થાય છે. આ રોટલી બનાવવા માટે ઘઉંના લોટનો ઉપયોગ થાય છે. જ્યારે આ રોટલી તૈયાર થાય છે ત્યારે તેનું વજન 145 કિલો સુધી પહોંચી જાય છે. સૌથી મહત્વની વાત એ છે કે આ રોટલીને રાંધવા માટે મંદિરની નજીક એક મોટી ખાસ તવી છે. આ ખાસ રોટલી આ તવી પર બનાવવામાં આવે છે. ઘણા લોકો રોટલી શેકવા માટે પણ કામ કરે છે અને રોટલી બળી ન જાય તે માટે ધીમી આંચે બનાવવામાં આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ