બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / World Test Championship 2023-25 Points Table team india slipped to number 2

ક્રિકેટ / IND vs WI: એવું શું થયું કે ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, છીનવાયો WTC પોઇન્ટ્સ ટેબલમાંથી નંબર-1નો તાજ

Arohi

Last Updated: 08:37 AM, 25 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cricket News: ટીમ ઈન્ડિયા હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં નંબર-1 પર નથી રહી. ભારત અને વેસ્ટઈન્ડિઝની વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ ડ્રો રહી.

  • વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલ જાહેર 
  • નંબર-1થી નીચે આવી ગઈ ટીમ ઈન્ડિયા 
  • જાણો કયો દેશ કયા નંબર પર 

ટીમ ઈન્ડિયાએ વેસ્ટઈન્ડિઝના વિરૂદ્ધ 2 મેચોની ટેસ્ટ સીરિઝ પર 1-0થી કબજો કરી લીધો છે. જોકે બીજી ટેસ્ટ ડ્રો થઈ ગઈ. વરસાદના કારણે અંતિમ દિવસે એક પણ બોલ ન ફેંકાઈ શક્યો. આ સીરિઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના નવા સીઝનની બન્ને ટીમોની પહેલી સીરિઝ છે. બીજી ટેસ્ટ ડ્રો થતા જ ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો અને તેનાથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના નંબર-1નો તાજ છીનવાઈ ગયો છે. 

ભારતે બીજી ટેસ્ટમાં વિંડીઝના સામે 365 રનનો લક્ષ્ય રાખ્યો હતો. જવાબમાં બીજી 2 વિકેટ પર 76 રન બનાવ્યા હતા. મેચમાં ભારતીય ટીમની પહેલી ઈનિંગમાં 438 તો બીજી ઈનિંગમાં 2 વિકેટ પર 181 રન બનાવીને જાહેર કરી દીધી હતી. વેસ્ટઈન્ડિઝની પહેલી ઈનિંગમાં 255 રન બન્યા હતા. 

ટેબલમાં બીજા નંબર પર આવી ટીમ ઈન્ડિયા
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની વાત કરીએ તો એક ટેસ્ટ જીતવા પર 12 અંક મળે છે. ડ્રો થવા પર બન્ને ટીમને 4-4 પોઈન્ટ આપવામાં આવે છે. આ રીતે ભારતીય ટીમને બીજી ટેસ્ટથી ફક્ત  4 પોઈન્ટ મળ્યા. તેની 2 મેચો બાદ 16 પોઈન્ટ છે. ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં રેકિંગ પર નિર્ણયના આધાર પર થાય છે. ટીમ ઈન્ડિયાના 66.67 ટકા પોઈન્ટ છે અને તે ટેબલમાં બીજા નંબર પર આવી ગયા છે. 

પાકિસ્તાનના 100 ટકા પોઈન્ટ 
હાલ પાકિસ્તાન અને શ્રીલંકાના વચ્ચે બીજી ટેસ્ટ રમાવવા જઈ રી છે. બાબર આઝમની આગેવાનીમાં પાકિસ્તાને પહેલી ટેસ્ટ જીતી હતી. તેના 100 ટકા પોઈન્ટ છે. ટીમ ટેબલમાં નંબર-2થી નંબર-1 પર પહોંચી ગઈ છે. તેના પહેલા ભારત અને પાકિસ્તાન બન્નેના 100-100 પોઈન્ટ્સ હતા. પરંતુ ટીમ ઈન્ડિયાએ પહેલી ટેસ્ટ જીતી હતી. મોટી જીતની સાથે ટીમ ટોપ પર હતી. 

કઈ ટીમ કયા નંબર પર? 
ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ અત્યાર સુધી 4-4 ટેસ્ટ રમી છે. કંગારૂ ટીમ 54.17 ટકા પોઈન્ટની સાથે ત્રીજી તો ઈંગ્લિશ ટીમ 29.17 ટકા પોઈન્ટની સાથે ચોથા નંબર પર છે. એશેઝ સીરિઝમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 2-1થી આગળ છે. સીરિઝની ચોથી મેચ વરસાદના કારણે ડ્રો થઈ રહી હતી. 

વેસ્ટઈન્ડિઝની ટીમના 16.67 ટકા પોઈન્ટ છે અને તે પોઈન્ટ ટેબલમાં 5માં નંબર પર છે. ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પહેલા દિવસે સીઝની ફાઈનલમાં જગ્યા બનાવવામાં સફળ રહી હતી. જોકે ટીમ ટ્રોફી નથી જીતી શકી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ