બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / World cup : South Africa beat England by 229 runs

વર્લ્ડ કપ / વર્લ્ડ કપના ઈતિહાસમાં ઈંગ્લેન્ડની સૌથી મોટી હાર, સાઉથ આફ્રિકાએ 229 રનથી હરાવ્યું

Hiralal

Last Updated: 09:02 PM, 21 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈંગ્લેન્ડને 229 રને હરાવીને સાઉથ આફ્રિકાએ વર્લ્ડ કપમાં અત્યાર સુધીની સૌથી મોટી જીત મેળવી છે.

  • વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકાની મોટી જીત
  • ઈંગ્લેન્ડને 229 રને હરાવ્યું
  • 170 રન જ બનાવી શકી 

2023ના વર્લ્ડ કપની સૌથી મોટી જીત મેળવનારી ટીમ સાઉથ આફ્રિકા બની છે. સાઉથ આફ્રિકાએ ઈંગ્લેન્ડને 229 રન હરાવીને મોટી જીત મેળવી હતી. આ મેચમાં પ્રથમ આફ્રિકન બેટ્સમેનોએ પોતાનું કૌવત બતાવીને 400 રનનો પહાડી સ્કોર આપ્યો હતો. તો બોલર પણ પાછા પડ્યાં નહોતા. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 22 ઓવરમાં 9 વિકેટે 170 રન જ બનાવી શકી હતી. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા આફ્રિકન ટીમે 7 વિકેટે 399 રનનો પહાડ જેવો સ્કોર બનાવ્યો હતો. ઇંગ્લેન્ડને આ મેચ જીતવા માટે 400 રનનો ટાર્ગેટ મળ્યો હતો. 

હેનરિચ ક્લાસેનના 109 રન 
આફ્રિકન ટીમ તરફથી હેનરિચ ક્લાસેને 109 રન બનાવ્યા હતા. તેણે 61 બોલમાં સદી પુરી કરી હતી. જ્યારે રીઝા હેન્ડ્રિક્સે 85, રાસી વાન ડેર ડુસેને 60, એડન માર્કરામે 42 અને માર્કો જેનસેને અણનમ 75 રન કર્યા હતા. ઈંગ્લેન્ડ માટે ફાસ્ટ બોલર રીસ ટોપલીએ 3 વિકેટ લીધી હતી, જ્યારે પેસર ગુસ એટકિન્સન અને સ્પિનર આદિલ રાશિદે 2 વિકેટ ઝડપી હતી. આ વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ અને આફ્રિકા બંને એક-એક મેચ હારી ચૂક્યા છે. ખાસ વાત એ છે કે, આ બંને ટીમો રિવર્સલનો શિકાર બની હતી. ઈંગ્લેન્ડનો અફઘાનિસ્તાન સામે પરાજય થયો હતો, જ્યારે સાઉથ આફ્રિકાની ટીમને પણ નેધરલેન્ડ સામે હારનો સામનો કરવો પડયો. કેપ્ટન ટેમ્બા બાવુમા માંદગીના કારણે ઈંગ્લેન્ડ સામેની મેચમાંથી બહાર થઈ ગયો છે. તેની ગેરહાજરીમાં આફ્રિકન કેપ્ટન એડન માર્કરામ ટીમની કેપ્ટન્સી સંભાળી રહ્યો છે. બાવુમાની ઈજાના કારણે આ મેચમાં ઓપનર રીઝા હેન્ડ્રિક્સને તક મળી છે.

2023ના વર્લ્ડ કપની પહેલી મોટી જીત
અત્યાર સુધી વર્લ્ડ કપમાં કુલ 21 મેચ રમાઈ છે જેમાં આ જીત સૌથી મોટી છે. સાઉથ આફ્રિકાના બેટરો ભયંકર ગતિથી બેટ ચલાવીને 399 જેટલો મોટો સ્કોર બનાવ્યો હતો. સાઉથ આફ્રિકાની ઈનિંગ પૂરી તે વખતે જ ઈંગ્લેન્ડને ખબર પડી ગઈ હતી કે તેઓ હારવાના છે કારણ કે આટલો મોટો સ્કોર કરવો તેના ગજા બહાર છે. 

આવતીકાલે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે મુકાબલો 
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આવતીકાલે એટલે કે 22 ઓક્ટોબરે હિમાચલના ધર્મશાળા ક્રિકેટ સ્ટેડિયમમાં આઇસીસી વર્લ્ડ કપ 2023ની 21મી મેચ રમાશે. આ મેચ વર્લ્ડ કપની બે સૌથી સફળ ટીમો વચ્ચે બનવા જઈ રહી છે. આ મેચ પહેલા ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટોમ લાથમે એક મોટું અપડેટ આપ્યું છે. મેચના એક દિવસ પહેલા લાથમના અપડેટે કોહલીની ચિંતા વધારી દીધી છે. લાથમે કહ્યું કે, ફાસ્ટ બોલર ટીમ સાઉધી સાજો થઈ ગયો છે અને તે ભારત સામે રમવા તૈયાર છે. અર્થાત આવતીકાલની મેચમાં ટીમ સાઉધી રમશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ