બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / World Cup Final in Ahmedabad: CM Bhupendra Patel held a high level meeting, PM's arrival confirmed, Team India practiced, see all the latest updates.

world cup 2023 / અમદાવાદમાં વર્લ્ડકપ ફાઇનલ: CM ભૂપેન્દ્ર પટેલે કરી હાઇલેવલ મીટિંગ, PMનું આગમન કન્ફર્મ, ટીમ ઈન્ડિયાએ કરી પ્રેક્ટિસ, જુઓ તમામ લેટેસ્ટ અપડેટ

Vishal Khamar

Last Updated: 07:49 PM, 17 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્લ્ડ કપની સેમિફાઈનલ મેચને લઈ પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તો બીજી તરફ મુખ્યમંત્રીએ મેચને લઈ સુરક્ષા વ્યવસ્થાને લઈ સમીક્ષા બેઠક યોજી હતી.

  • વર્લ્ડ કપની સેમિફાઈનલ મેચને લઈ પોલીસ કમિશ્રરનું જાહેરનામું પ્રસિદ્ધ
  • ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઇનલ મેચને લઈ મળી સમીક્ષા બેઠક
  • 19મીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ખેલાશે ક્રિકેટનો મહાજંગ

મેચને લઈ અમદાવાદ પોલીસ કમિશ્રરનું જાહેરનામું પ્રસિદ્ધ
અમદાવાદ ખાતે રમાનાર વર્લ્ડ કપની મેચને લઈ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર દ્વારા તા. 19.11.2023 નાં રોજ  જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જેમાં જનપથ ટી થી મોટેરા સ્ટેડીયમ મુખ્ય ગેટ થઈ કૃપા રેસીડેન્સી ટી થઈ મોટેરા ટી સુધીનો જતો-આવતો માર્ગ વાહનોની અવર-જવર માટે બંધ કરાયો છે. જ્યારે વૈકલ્પિક માર્ગ તરીકે (1) તપોવન સર્કલથી ઓએનજીસી ચાર રસ્તાથી વિસત ટી થી જનપથ ટી તઈ પાવર હાઉસ ચાર રસ્તા થઈ પ્રબોધરાવળ સર્કલ સુધી જતા-આવતા માર્ગ પરથી અવર-જવર કરી શકાશે.
 (2) કૃપા રેસીડેન્સી ટી થઈ શરણ સ્ટેટસ ચાર રસ્તા થઈ ભાટ કોટેશ્વર રોડ તઈ એપોલો સર્કલ તરફ અવર-જવર કરી શકાશે. 

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઇનલ મેચને લઈ મળી સમીક્ષા બેઠક
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં આગામી રવિવાર ૧૯ નવેમ્બરે યોજાનાર વર્લ્ડ કપ ક્રિકેટ ફાઇનલ મેચ દરમિયાન સુરક્ષા-સ્વચ્છતા-ટ્રાફિક મેનેજમેન્ટ વગેરેની સર્વગ્રાહી સમીક્ષા ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને હાથ ધરી હતી. આ ફાઇનલ મેચ નિહાળવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર પણ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ આવવાના છે તે સંદર્ભમાં સુરક્ષા પ્રબંધની વિસ્તૃત જાણકારી મુખ્યમંત્રીએ મેળવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ કરીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા આવનારા પ્રેક્ષકો, મહાનુભાવોને અવર-જવરમાં કોઈ વિઘ્ન ન નડે તે માટે ટ્રાફિક મેનેજમેન્ટ, જરૂર જણાયે રૂટ ડાઇવર્ઝન જેવી બાબતોનું માર્ગદર્શન આપ્યું હતું. આ અંગેની આગોતરી જાણકારી લોકોને મળી રહે તે માટે પ્રચાર માધ્યમો-મીડિયા દ્વારા જાહેરાત થાય તે અંગે તેમણે સૂચના આપી હતી.પોલીસ મહાનિદેશક વિકાસ સહાય અને અમદાવાદ પોલીસ કમિશનર મલ્લિકે બેય ક્રિકેટ ટીમને સ્ટેડિયમ સુધી પહોંચાડવા સુરક્ષા વ્યવસ્થા સહિત ૪,૫૦૦થી વધુ સુરક્ષા કર્મીઓ બંદોબસ્તમાં તૈનાત રાખવામાં આવશે તેની ઝીણવટ ભરી વિગતો આપી હતી.

વિશ્વ કપને જીતવા બંને ટીમોમાં ભારે ઉત્સાહ
રવિવારે વિશ્વ વિજેતા બનવા અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે કાંટાની ટક્કર છે. ઓસ્ટ્રેલિયાની ટીમ મોડી સાંજે અમદાવાદ  એરપોર્ટ પહોંચી હતી. વિશ્વ કપને જીતવા બંને ટીમોમાં ભારે ઉત્સાહ છે. 19 મી એ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ખેલાશે ક્રિકેટનો મહાજંગ.

ક્રિકેટ ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડે પીચનું કર્યુ નિરીક્ષણ
ભારતીય ટીમ ITC નર્મદા હોટલથી સ્ટેડિયમ ખાતે પહોંચી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતીય ટીમ થોડીવાર પ્રેક્ટિસ કરી હતી.ક્રિકેટ ટીમનાં હેડ કોચ રાહુલ દ્રવિડે પીચનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારે રાહુલ દ્રવિડ, રોહિત શર્મા સહિતનાં ખેલાડીઓ સ્ટેડિયમમાં પહોંચ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ