બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / World Cup 2023: suresh raina predicted that virat will hit 51th century in finals

World Cup 2023 / ફાઇનલ મેચમાં 51મી સેન્ચુરી ફટકારશે વિરાટ કોહલી, 2011ના વર્લ્ડકપ વિજેતા ખેલાડીએ કરી ભવિષ્યવાણી, જુઓ શું કહ્યું

Vaidehi

Last Updated: 06:29 PM, 18 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરેશ રૈનાએ વર્લ્ડ કપ ફાઈનલને લઈને પોતાના વિચારો વ્યક્ત કરતાં કહ્યું કે વિરાટ કોહલી ફાઈનલ મેચમાં પોતાના વનડે કરિયરની 51મી સદી ફટકારશે.

  • સુરેશ રૈનાએ વર્લ્ડ કપ 2023 ફાઈનલને લઈને મોટીવાત કરી
  • કિંગ કોલી ફાઈનલમાં વધુ એક સદી ફટકારશે- સુરેશ રૈના
  • મોહમ્મદ શમીનાં પણ ખૂબ વખાણ કર્યાં

બસ હવે એક છેલ્લી મેચ અને વર્લ્ડ કપ 2023 ટૂર્નામેન્ટનાં પરિણામો વિશ્વ સમક્ષ આવી જશે. મેચ પહેલાં 2011 વર્લ્ડ કપ વિજેતા ટીમનાં ખેલાડી અને ક્રિકેટ એક્સપર્ટ સુરેશ રૈનાએ ફાઈનલ મેચને લઈને પોતાના વિચારો વ્યક્ત કરતાં એક મોટી ભવિષ્યવાણી કરી છે. તેમણે ઈન્ટરવ્યૂ દરમિયાન કિંગ કોહલીનાં ખૂબ વખાણ કર્યાં અને એટલું જ નહીં, કોહલીનાં બેટથી હવે ક્યારે શતક નિકળશે એ અંગે પણ ભવિષ્યવાણી કરી છે.

સુરેશ રૈનાએ શું કહ્યું?
36 વર્ષીય પૂર્વ ક્રિકેટરે વાતચીત દરમિયાન કહ્યું કે,' વિરાટ કોહલી મોટી મેચનાં પ્લેયર છે. તેમણે હંમેશા મોટી-મોટી મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. સેમી ફાઈનલ મેચમાં આપણે તેમની 50મી સદી જોઈ.  શું તમે વિચાર્યું કે આપણે ફાઈનલની મેચમાં તેમના બેટથી 51મી વનડે સદી પણ જોઈ શકશું. તેમને ઑસ્ટ્રેલિયાની સામે સ્કોર બનાવવું પસંદ છે. વિપક્ષી ટીમની સામે તેમણે વનડેમાં 8 સદીઓ ફટકારી હતી. મને આશા છે કે તે આવનારી મેચમાં પણ સદી ફટકારશે'

શમીનાં પણ ખૂબ કર્યા વખાણ
એટલું જ નહીં સુરેશ રૈનાએ શાનદાર લયમાં આગળ વધી રહેલા મોહમ્મદ શમી પર પણ વાતચીત કરી. તેમણે કહ્યું કે,' ...શું બોલર છે..સીમ અને સ્વિંગ બંને શાનદાર છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ