બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / World Cup 2023: Pakistan's all-round show blow Bangladesh by 7 wickets

World Cup 2023 / પાકિસ્તાનની હારનો સિલસિલો તૂટ્યો, બાંગ્લાદેશને હરાવીને સેમી ફાઈનલની આશા જીવંત રાખી

Hiralal

Last Updated: 09:21 PM, 31 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાને બાંગ્લાદેશને 7 વિકેટે હરાવીને વર્લ્ડ કપમાં વાપસી કરી છે. સતત ચાર હાર બાદ બાબર બ્રિગેડને જીત મળી છે.

  • વર્લ્ડ કપમાં ઠંડું પડેલું પાકિસ્તાન જોશમાં આવ્યું 
  • બાંગ્લાદેશને 7 વિકેટથી પરાજય આપીને વર્લ્ડ કપમાં કરી વાપસી
  • ઓપનર ફખર ઝમાને 74 બોલમાં સૌથી વધુ 81 રન કર્યાં 

સાવ ઠંડી પડેલી પાકિસ્તાન ટીમ જોશમાં આવી છે. કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાયેલી મેચમાં પાકિસ્તાને બાંગ્લાદેશને 7 વિકેટથી પરાજય આપીને વર્લ્ડ કપમાં વાપસી કરી છે. બાબર આઝમની કેપ્ટનશિપમાં પાકિસ્તાનની ટીમે સતત 4 મેચ હાર્યા બાદ પ્રથમ જીત નોંધાવી છે. બાંગ્લાદેશ તરફથી પાકિસ્તાનને 205 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેના જવાબમાં બાબર બ્રિગેડે 32.3 ઓવરમાં મેચ જીતી લીધી હતી. આ જીતની સાથે જ પાકિસ્તાનની સેમિ ફાઈનલમાં પ્રવેશવાની આશા અકબંધ છે. જ્યારે બાંગ્લાદેશ સંપૂર્ણપણે બહાર થઈ ગયું છે.

કેપ્ટન બાબર આઝમ ફરી એકવાર ફ્લોપ
પાકિસ્તાન માટે ઓપનર ફખર ઝમાને 74 બોલમાં સૌથી વધુ 81 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 7 સિક્સર અને 3 ફોર ફટકારી હતી. જ્યારે અબ્દુલ્લા શફીકે 69 બોલમાં 68 રન કર્યા હતા. આ બંનેએ પ્રથમ વિકેટ માટે 128 રનની ભાગીદારી નોંધાવી હતી. બાબર આઝમ ફરી એકવાર આ મેચમાં ફ્લોપ સાબિત થયો હતો. તેણે 16 બોલ રમીને માત્ર 9 રન બનાવ્યા હતા. તેમની પાસે ફોર્મમાં પાછા ફરવાની સારી તક હતી અને તેઓ કેટલાક સારા શોટ રમી શક્યા હોત. બીજી તરફ બાંગ્લાદેશની ટીમના બોલરો પણ પાકિસ્તાન પર દબાણ બનાવવામાં નિષ્ફળ રહ્યા હતા. માત્ર મેહદી હસન જ 3 વિકેટ લઈ શક્યો હતો, પરંતુ તે પણ મેચ જીતી શક્યો નહતો.

પાકિસ્તાને આપ્યો 205 રનનો ટાર્ગેટ
આ મેચમાં બાંગ્લાદેશના કેપ્ટન શક બીલ અલ હસને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ પછી ટીમ 204 રનમાં જ ખખડી ગઈ હતી. મહમુદુલ્લાહે ટીમ માટે સૌથી વધુ 56 રન બનાવ્યા હતા. તેમના સિવાય લિટન દાસે 45 અને કેપ્ટન શાકિબે 43 રન બનાવ્યા હતા. પાકિસ્તાન માટે શાહીન આફ્રિદી અને મોહમ્મદ વસીમે 3-3 વિકેટ લીધી હતી. જ્યારે હારિસ રઉફને 2 સફળતા મળી હતી.

બાંગ્લાદેશ મેચ માટે પાક.ટીમમાં 3 ફેરફાર 
આ મેચ માટે પાકિસ્તાની ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા હતા. ઇમામ ઉલ હક, શદાબ ખાન અને મોહમ્મદ નવાઝને પડતા મૂકવામાં આવ્યા હતા. તેમના સ્થાને ફખર ઝમાન, સલમાન અલી આગા અને ઉસામા મીરને લેવામાં આવ્યા હતા.

બાંગ્લાદેશ વર્લ્ડ કપમાંથી આઉટ 
પાકિસ્તાન સામે હારી જતાં જતાં બાંગ્લાદેશ વર્લ્ડ કપમાંથી આઉટ થયું છે. જોકે પાકિસ્તાન સેમી ફાઈનલની આશા જીવંત રાખી છે. જો પાકિસ્તાન આ મેચ હાર્યું હોત તો તે પણ વર્લ્ડ કપમાંથી નીકળી ગયું હોત. 

વર્લ્ડ કપમાં અત્યાર સુધી પાકિસ્તાનની કેટલી જીત, કેટલી હાર

વર્લ્ડ કપમાં અત્યાર સુધી પાકિસ્તાન 7 મેચ રમ્યું છે જેમાંથી 4માં તેનો પરાજય થયો છે જ્યારે 3માં તેનો વિજય થયો છે. હવે પાકિસ્તાનની માત્ર બે જ મેચ રહી છે. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સામે. પાકિસ્તાનને સેમી ફાઈનલમાં ટકી રહેવું હોય તો બાકીની બે મેચ જીતવી જ પડશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ