બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / World Cup 2023 final australia champion team india lost fial match in ahmedabad

World Cup 2023 / ખરેખર ઓસ્ટ્રેલિયા નહીં, પરંતુ ટીમ ઇન્ડિયા છે અસલી વર્લ્ડકપ ચેમ્પિયન, જુઓ કઇ રીતે

Arohi

Last Updated: 07:59 AM, 20 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

World Cup 2023 Final: ટીમ ઈન્ડિયા અમદાવાદમાં ભલે ફાઈનલ મેચ હારી ગઈ હોય પરંતુ તેણે વિશ્વ કપ 2023માં સતત સારૂ પ્રદર્શન કર્યું છે.

  • વર્લ્ડ કપ 2023 ફાઈનલમાં ભારતની હાર
  • પરંતુ આખા વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન 
  • ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટથી હરાવ્યું

ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ છ વખત વર્લ્ડ કપ ચેમ્પિયન બની છે. તેણે ફાઈનલમાં ભારતને 6 વિકેટથી હરાવ્યું છે. ટીમ ઈન્ડિયા ભલે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ હારી ગઈ હોય પરંતુ અમુક આંકડા એવા છે જે જણાવે છે કે સરેરાશ ચેમ્પિયન ભારત જ છે. 

ભારતના માટે વિરાટ કહોલી, રોહિત શર્મા અને મોહમ્મદ શમીએ દમદાર પ્રદર્શન કર્યું. પરંતુ ફાઈનલમાં રોહિતનો જાદુ ન ચાલી શક્યો. કોહલી હાફ સેન્ચુરી કરીને આઉટ થઈ ગયો અને શમીને પણ એક જ વિકેટ મળી. 

ટીમ ઈન્ડિયાએ જીતી સતત 10 મેચ 
ટીમ ઈન્ડિયા આ વખતે સેમીફાઈનલ પહેલા પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર રહી. તેણે સતત 9 મેચ જીતી અને ત્યાર બાદ સેમીફાઈનલમાં પણ જીત નોંધાવી. તેણે 9 મેચ જીતીને 18 પોઈન્ટ્સ મેળવ્યા હતા. મહત્વની વાત એ છે કે ભારતે ઘણી ટીમોને મોટા અંતરથી હરાવી. ભારતની આ સફળતામાં કોહલી, શમી, બુમરાહ અને રોહિતનું પણ મહત્વનું યોગદાન રહ્યું. 

સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું 
ભારતે સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું. ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરતા 397 રન બનાવ્યા. તેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 70 રન જ બનાવી શકી. આ મુકાબલામાં વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરે સેન્ચુરી મારી. શમીએ 7 વિકેટ લીધી. 

સૌથી વધારે રન બનાવનારમાં ટોપ 5માં બે ભારતીય 
આ વખતે વિશ્વ કપમાં સૌથી વધારે રન બનાવનાર ખેલાડીઓની લિસ્ટમાં ટોપ પર ભારતીય ખેલાડી રહ્યા. કોહલીએ 11 મેચોમાં 765 રન બનાવ્યા. તે ટોપ પર છે. રોહિત બીજા નંબર પર છે. રોહિતે 11 મેચોમાં 597 રન બનાવ્યા. જો ટોપ 10ની વાત કરવામાં આવે તો તેમાં 4 ભારતીય છે. રોહિત અને કોહલીની સાથે શ્રેયસ અય્યર અને કેએલ રોહુલનું નામ પણ જોડાઈ જશે. 

સૌથી વધારે વિકેટ લેનાર ટોપ 5 ખેલાડીઓમાં 2 ભારતીય 
ટીમ ઈન્ડિયાએ બેટિંગની સાથે સાથે બોલિંગમાં પણ કમાલ કરી દીધો. આ વખતે સૌથી વધારે વિકેટ લેવાના મામલામાં મોહમ્મદ શમી ટોપ પર રહ્યા. શમીએ 7 મેચોમાં 24 વિકેટ લીધી. તેમણે સેમીફાઈનલમાં 7 વિકેટ લીધી હતી. જસપ્રીત બુમરાહ ચોથા નંબર પર છે. બુમરાહે 11 મેચોમાં 20 વિકેટ લીધી હતી. 

ભારતે ઘણી મેચોમાં મોટા અંતરે મેળવી જીત 
ટીમ ઈન્ડિયાએ આ વર્લ્ડ કપમાં બધી ટીમોને હરાવી. તેમાંથી ઘણી ટીમોને મોટા અંતરથી પણ હરાવી. ટીમ ઈન્ડિયઆએ સેમીફાઈનલ સુધી પહોંચી દક્ષિણ આફ્રીકાને ખરાબ રીતે ધોઈ. તેણે લીગ સ્ટેજ પર દક્ષિણ આફ્રીકાને 243 રનોથી હરાવી હતી. ત્યાં જ શ્રીલંકાને 302 રનોથી હરાવ્યું હતું. નેધરલેન્ડ્સને 160 રન અને ઈંગ્લેન્ડને 100 રનોથી હરાવ્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ