બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Woman who accused ex-minister and provincial MLA of rape attempts suicide in HC

સાબરકાંઠા / પૂર્વ મંત્રી અને પ્રાંતિજ MLA સામે રેપનો આરોપ લગાવનાર મહિલાએ HCમાં આત્મહત્યાનો પ્રયાસ કરતાં ખળભળાટ

Vishal Khamar

Last Updated: 06:51 PM, 18 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત સરકારનાં હાલનાં પ્રાંતિજનાં ધારાસભ્ય સહિત ચાર લોકો સામે મહિલા દ્વારા છેડતીનાં આક્ષેપ કરનાર મહિલા દ્વારા જોધપુર કોર્ટમાં આત્મહત્યાનો પ્રયાસ કરતા કોર્ટ સંકુલમાં થોડા સમય માટે દોડાદોડ થઈ જવા પામી હતી.

  • રાજસ્થાનનાં જોધપુરમાં મહિલા દ્વારા કરાયો આપઘાતનો પ્રયાસ
  • મહિલાએ આપઘાતનો પ્રયાસ કરતા કોર્ટ સંકુલમાં દોડાદોડ મચી
  • પ્રાંતિજનાં ધારાસભ્ય સહિત ચાર લોકો સામે નોંધાઈ છે ફરિયાદ

પૂર્વ મંત્રી અને પ્રાંતિજનાં ધારાસભ્ય ગજેન્દ્ર પરમાર તેમજ સાબરકાંઠા બેંકનાં ચેરમેન મહેશ પટેલ સહિત કુલ ચાર લોકો સામે મહિલા દ્વારા છેડતીની ફરિયાદ કરવામાં આવી હતી. જે કેસ મામલે જોધપુર કોર્ટમાં મુદ્દત હોઈ મહિલા જોધપુર કોર્ટ પહોંચી હતી. જ્યાં મહિલા દ્વારા ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયત્ન કરતા મહિલાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.ત્યારે મહિલાએ આપઘાતનો પ્રયત્ન કરતા થોડા સમય માટે કોર્ટ સંકુલમાં સૌ કોઈનો જીવ અધ્ધર થઈ જવા પામ્યો હતો.

પીડિતાની માતાએ પણ ધારાસભ્ય પર ગંભીર આરોપ લગાવ્યો હતો
ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને વર્તમાન ધારાસભ્ય ગજેન્દ્ર પરમાર તથા સાબરકાંઠા બઁકના ચેરમેન મહેશ પટેલ સહિત કુલ ચાર લોકો સામે રાજસ્થાનમાં સગીરા સાથે છેડતીની ફરિયાદ નોંધાઈ હતી. વર્ષ 2020ની સમગ્ર ઘટનાને લઈને હાલમાં જ રાજસ્થાનના સિરોહીમાં ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ કરનાર કિશોરીની માતા ગયા વર્ષે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આટલું જ નહીં પીડિતાની માતાએ પણ પૂર્વ મંત્રી સાથે શારીરિક સંબંધ હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો.  

પીડિતાની માતાએ શું આરોપ લગાવ્યો
પીડિતાની માતાનો આરોપ છે કે ગજેન્દ્રસિંહ સાથે તેમના શારીરિક સંબંધ તેવો આક્ષેપ કર્યો છે અને સાથે સાથે વર્ષ 2020માં મારી દીકરીને આઈસ્ક્રીમ ખાવાના બહાને લઈ જઈને શારીરિક અડપલાં તથા જબરજસ્તી કરી હતી. જે બાબતે ગંભીર આક્ષેપ કર્યા છે. વધુમાં મહિલાએ જણાવ્યું હતું કે, આ લોકોના ત્રાસના કારણે જ મેં આપઘાત કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. મેં પોલીસ સ્ટેશનમાં અરજી આપી તો ફરિયાદ લેવામાં આવી નહીં, બાદમાં કોર્ટમાં અરજી કર્યા બાદ ગુનો નોંધવાનો આદેશ આપવામાં આવ્યો છે.  દેશમાં મહિલા સુરક્ષાની મોટી મોટી વાતો કરતી રાજકીય પાર્ટીઑમાં જ્યારે નેતાઓ પર જ આવા ગંભીર આરોપ લાગે ત્યારે લોકોનો રાજકારણ સામે રોષે ઊભો થાય છે, એવામાં આગામી સમયમાં સમગ્ર મામલે પોલીસ તપાસમાં શું સત્ય બહાર આવે છે તે જોવું રહ્યું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ