બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / woman health benefits of black raisins to cure high blood pressure to anemia and irregular periods

હેલ્થ / એનિમિયા, કોલેસ્ટ્રોલ સહિત અનેક દર્દોને દૂર કરશે આ 'કાળી દ્રાક્ષ', રોજિંદા સેવનથી થશે અનેક ફાયદા

Manisha Jogi

Last Updated: 11:45 AM, 26 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાળી કિશમિશનું સેવન કરવાથી એનીમિયા, વાળ ખરવાની સમસ્યા અને ત્વચાની સમસ્યા દૂર થાય છે. કાળી કિશમિશમાં ભરપૂર માત્રામાં આયર્ન, સોડિયમ તથા અનેક પ્રકારના વિટામીન્સ રહેલા હોય છે.

  • કાળી કિશમિશ મહિલાઓના આરોગ્ય માટે વરદાન
  • એનીમિયા, વાળ ખરવાની સમસ્યા અને ત્વચાની સમસ્યા દૂર થાય છે
  • ભરપૂર માત્રામાં આયર્ન, સોડિયમ તથા અનેક પ્રકારના વિટામીન્સ રહેલા હોય છે

તમે બજારમાં ભૂરી, લાલ, કાળી અને ગોલ્ડન રંગની કિશમિશ જોઈ જ હશે. શું તમે જાણો છો કે, કાળી કિશમિશ મહિલાઓના આરોગ્ય માટે વરદાનરૂપ સાબિત થાય છે. કાળી કિશમિશનું સેવન કરવાથી એનીમિયા, વાળ ખરવાની સમસ્યા અને ત્વચાની સમસ્યા દૂર થાય છે. કાળી કિશમિશમાં ભરપૂર માત્રામાં આયર્ન, સોડિયમ તથા અનેક પ્રકારના વિટામીન્સ રહેલા હોય છે. 

એનીમિયા- મોટાભાગની મહિલાઓમાં એનીમિયાની સમસ્યા રહે છે. લોહીમાં આયર્નની ઊણપ હોવાને કારણે એનીમિયાના સમસ્યા રહે છે. સમય રહેતા આ બિમારીનો ઈલાજ કરવામાં ના આવે તો અન્ય બિમારીઓ થવા લાગે છે. કિશમિશમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, વિટામીન બી6, થિયામિન, વિટામીન ઈ જેવા ગુણ રહેલા છે. જેથી રોગ પ્રતિકારક શક્તિમાં વૃદ્ધિ થતા આયર્નની કમી દૂર થાય છે.

સૂકી ખાંસી- કાળી કિશમિશ ખાવાથી સૂકી ખાંસીની સમસ્યા દૂર થાય છે. કિશમિશની તાસીર ગરમ હોય છે, જેથી ખાંસીથી રાહત મળે છે. આખી રાત કિશમિશ પલાળીને સવારે તેનું સેવન કરવું. 

ખરાબ કોલસ્ટ્રોલ- કાળી કિશમિશમાં પેક્ટિન નામનું ફાઈબર રહેલું છે, જેથી ખરાબ કોલસ્ટ્રોલ દૂર કરવામાં મદદ કરે છે. ઉપરાંત કાળી કિશમિશનું સેવન કરવાથી હ્રદયની નસો અને રક્ત કોશિકાઓ ડેમેજ થતી નથી.

અનિયમિત માસિકચક્ર- અનેકવાર લોહીની ઊણપને કારણે અનિયમિત માસિકચક્રની સમસ્યા થાય છે. આ કારણોસર કાળી કિશમિશનું સેવન કરવાથી આ સમસ્યાથી રાહત મળે છે. 

રોગ પ્રતિકારક શક્તિ- કાળી કિશમિશમાં ઈમ્યુનિટી મજબૂત કરતા પોષકતત્ત્વો રહેલા હોય છે. જે સંક્રમિત બિમારીઓનું જોખમ ઓછું કરીને ઈમ્યુનિટી મજબૂત કરવાનું કામ કરે છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ