બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / Woman bitten by scorpion in flight, Air India apologizes, see full details

પ્લેનમાં હંગામો / ફ્લાઇટમાં ચાલુ પ્લેને મહિલાને કરડ્યો વિંછી, Air Indiaએ માંગવી પડી માફી, જુઓ સમગ્ર વિગત

Pravin Joshi

Last Updated: 03:02 PM, 6 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એર ઈન્ડિયાની નાગપુર-મુંબઈ ફ્લાઈટમાં એક મહિલા મુસાફરને વીંછીએ ડંખ માર્યો હતો. ઘટનાની જાણ થતાં જ ક્રૂ મેમ્બરોએ મુંબઈ એરપોર્ટને એલર્ટ કરી દીધું હતું. પ્લેન લેન્ડ થતાની સાથે જ પેસેન્જરને સારવાર માટે મોકલવામાં આવ્યો હતો.

  • એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટમાં એક ચોંકાવનારી ઘટના બની
  • એર ઈન્ડિયા ફ્લાઈટમાં સવાર મહિલા મુસાફરને વીંછીએ માર્યો ડંખ  
  • એર ઈન્ડિયાએ આ ઘટના પર દુખ વ્યક્ત કરતા માંગી માફી


એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વિમાનમાં સવાર એક મહિલા મુસાફરને વીંછીએ ડંખ માર્યો હતો. જોકે તેની હાલત સારી હોવાનું કહેવાય છે. ગયા મહિને 23 એપ્રિલે નાગપુર-મુંબઈ ફ્લાઈટ AI 630માં આ ઘટના બની હતી. જ્યારે આ ઘટના બની ત્યારે પ્લેન ટેક ઓફ કરી રહ્યું હતું. વીંછીએ ડંખ મારતાની સાથે જ ક્રૂ મેમ્બરે મુંબઈ એરપોર્ટને ઘટનાની જાણ કરી અને ડોક્ટરને તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું.

એર ઈન્ડિયાએ આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું

એર ઈન્ડિયાએ આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. એરલાઈન્સે પોતાના નિવેદનમાં કહ્યું- અમારી ફ્લાઈટમાં સવાર એક પેસેન્જરને વીંછીએ ડંખ મારવાની અત્યંત દુર્લભ અને દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની. પ્લેન લેન્ડ થતાની સાથે જ ડોક્ટરે પેસેન્જરને જોયો અને બાદમાં તેને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યો. જોકે મુસાફરને હવે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

Tag | VTV Gujarati

મુસાફરોને પડેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ :એર ઈન્ડિયા

એર ઈન્ડિયાએ કહ્યું- અમારી ટીમે પ્રોટોકોલનું પાલન કર્યું. અમારા અધિકારીઓ મહિલાની સાથે હોસ્પિટલમાં ગયા અને પેસેન્જરને રજા ન મળે ત્યાં સુધી શક્ય તમામ મદદ કરી. ઘટનાની માહિતી મળતા જ એર ઈન્ડિયાની એન્જિનિયરિંગ ટીમે વિમાનની સંપૂર્ણ તપાસ કરી હતી. વિમાનમાં જંતુ મારવાવાળો ગેસ છોડવામાં આવ્યો હતો, જેના કારણે વીંછી મળી આવ્યો હતો. મુસાફરોને પડેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ.

ભારતીય વિમાન ઉદ્યોગ માટે 'ઐતિહાસિક ક્ષણ', AirIndia એ આપ્યો એકસાથે 840  વિમાનોનો ઓર્ડર I Air India Will puchase 840 planes, officer gave the  information
 

વિમાનમાં ઘણી વખત જોવા મળ્યા ઉંદરો, પક્ષીઓ 

  • એપ્રિલ 2022ના રોજ એર ઈન્ડિયાના એરક્રાફ્ટમાં ઉંદર જોવા મળ્યો હતો. આ પછી વિમાનની તપાસ શરૂ કરવામાં આવી હતી. જેના કારણે તે દિવસે શ્રીનગરથી જમ્મુની ફ્લાઈટ લગભગ બે કલાક મોડી પડી હતી.
  • જાન્યુઆરી 2020માં દેહરાદૂન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ઉંદર જોવા મળતા વારાણસી એરપોર્ટ પર અરાજકતા સર્જાઈ હતી. જેના કારણે તમામ મુસાફરોને વિમાનમાંથી ઉતારીને વિમાનની તપાસ શરૂ કરવામાં આવી હતી, પરંતુ ઘણી શોધખોળ બાદ પણ ઉંદર મળી શક્યો ન હતો. આ પછી મુસાફરોને 24 કલાક માટે હોટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. બીજા દિવસે એર ઈન્ડિયાની એરબસ 319 ફ્લાઈટને મુસાફરો સાથે દહેરાદૂન મોકલવામાં આવી હતી.
  • ગયા વર્ષે 15 જુલાઈએ એર ઈન્ડિયા એક્સપ્રેસની બહેરીન-કોચી ફ્લાઈટના પાઈલટોને ફ્લાઈટના ડેક પર એક નાનું પક્ષી જોવા મળ્યું હતું. જ્યારે પ્લેન 37,000 ફૂટની ઉંચાઈ પર ઉડી રહ્યું હતું ત્યારે તેણે આ પક્ષીને જોયું હતું. જો કે, વિમાન કોચીમાં સુરક્ષિત રીતે ઉતરવામાં સફળ રહ્યું અને પક્ષીને વિમાનમાંથી બહાર કાઢવામાં આવ્યું.
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ