બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / With the onset of monsoon in Gujarat, prices of vegetables increase

મોંઘવારી / અમદાવાદમાં ટામેટાએ લોકોને કર્યા 'લાલ', ભાવ થઈ ગયા ડબલ: કોથમીર, આદું સહિત શાકભાજીના ભાવમાં પણ વધારો

Malay

Last Updated: 02:37 PM, 28 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Price hike in vegetables: ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થતાની સાથે જ શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો થતાં જ ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો છે.

  • શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો
  • ટામેટા, કોથમીર અને આદુના ભાવમાં વધારો
  • ભાવ વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે. ચોમાસાનો પ્રારંભ થતાં જ શાકભાજીની કિંમતોમાં ધરખમ વધારો થયો છે. જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. ટામેટા અને શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થતા ગૃહિણીઓને રોજ શું બનાવું તેની ચિંતા વધી છે. ટામેટાના ભાવમાં તો બમણો વધારો થયો છે. ટામેટા ઉપરાંત કોથમીર અને આદુના ભાવમાં પણ વધારો થયો છે. 

શાકભાજીના ભાવમાં વધારો
દરરોજ મોંધવારી વધી રહી છે ત્યારે જીવન જરૂરીયાતના શાકભાજી ભાવમાં જંગી વધારો થતાં લોકોમાં ભારે દેકારો બોલી ગયો છે. ચોમાસાનો પ્રારંભ થતાની સાથે જ શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો થયો છે. ટામેટાની કિંમત પ્રતિ કિલો 100 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. જ્યારે એક કિલો આદુની કિંમત 300 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. કોથમીરની કિંમત 200 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. આ ઉપરાંત રીંગણા, ભીંડો, કારેલા સહિત અન્ય શાકભાજીના ભાવમાં પણ કિલોએ રૂ.10થી 20નો વધારો થયો છે. 

શાકભાજીના ભાવ ભડકો, હજુ વધારે વધવાના એંધાણ | Increase in vegetable prices
ફાઈલ ફોટો

ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
છેલ્લા 15 દિવસમાં કિલોએ ભાવમાં રૂ. 50થી 70નો ભડકો થયો છે. ખાસ કરીને ટમેટા, મરચા અને કોથમીરના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓના બજેટ ખોરવાઇ ગયા છે. શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થવા પાછળનું કારણ આપતા એક વેપારી જણાવે છે કે વધુ પડતા વરસાદ અને કમોસમી વરસાદના કારણે શાકભાજીની ખેતીમાં નુકસાન થયું છે. જેના કારણે શાકભાજીના ભાવમાં વધારો થયો છે. 

lemon tomato housewives taste of food in the kitchen will fade

ટામેટાની નિકાસ ઘટતા ભાવ વધારો થયોઃ વેપારી
શાકભાજીના ભાવ વધારા અંગે અન્ય એક વેપારીએ જણાવ્યું કે,  મહારાષ્ટ્રથી આવતા ટામેટાની નિકાસ ઘટતા ભાવ વધારો થયો છે. આદુ અને કોથમીરમાં વરસાદના કારણે ઉપજ પર અસર થતા આ ભાવ વધારો થયો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ