બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Will the changed monsoon pattern remain effective in Gujarat? How good for agriculture, what will be the effect in the metropolis?

મહામંથન / ગુજરાતમાં બદલાયેલી ચોમાસાની પેટર્ન રહેશે કારગર? ખેતી માટે કેટલી સારી, મહાનગરોમાં શું પડશે અસર?

Vishal Khamar

Last Updated: 09:34 PM, 23 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વરસાદનાં ત્રીજા રાઉન્ડમાં દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે વરસાદે જૂનાગઢમાં ભારે તારાજી સર્જી છે. ગુજરાતમાં ચોમાસાની પેટર્ન બદલાઈ છે તેવું આગાહીકારોનું માનવું છે. મહાનગરોમાં પાણી ભરાવાની સ્થિતિ ઉભી થાય તો શું હાલ થશે.

અત્યારે તો ગુજરાતમાં મોટેભાગે તમામ જગ્યાએ સારા વરસાદની સ્થિતિ છે, પણ થોડા દિવસોમાં વરસતા વરસાદે પણ લોકોમાં ઉત્સાહની સાથે વિચારતા કરી મુકે એવી સ્થિતિ ઉભી કરી છે. આ વિચાર એટલે વરસાદની પેટર્ન. તાજેતરમાં જ આપણે જોયું અને જૂનાગઢવાસીઓએ અનુભવ્યું કે વરસાદે કેવી તારાજી સર્જી. જૂનાગઢની નગરરચના એકંદરે એવી છે કે વરસાદી પાણી ભરાતા નથી એટલે મોટી આફત ટળી ગઈ પણ ચોંકાવનારી બાબત એ હતી કે માત્ર 3 કલાક જેટલા સમયની અંદર જૂનાગઢ શહેરમાં 16 ઈંચ જેટલો વરસાદ વરસી ગયો. માત્ર શહેર જ નહીં પણ ગિરનારના જંગલ વિસ્તારમાં તો આ આંકડો 20 ઈંચ સુધી પહોંચ્યો હતો. અમદાવાદમાં પણ એવું જ થયું, મોટેભાગે ધીમીધારે આવતા મેઘરાજા મેગાસિટીને થોડા જ કલાકમાં ધમરોળી ગયા અને પાણી એવા ભરાયા કે મોટેભાગે વાહનચાલકોને યથા સ્થાને જ તેના વાહન મુકીને ઘરે રવાના થવું પડ્યું. 

  • ગુજરાતમાં ચોમાસાની આ વર્ષની પેટર્ન કોયડા સમાન
  • ખંડવૃષ્ટિ પ્રકારનું ચોમાસુ હોય તેવો ઘાટ
  • હવામાન નિષ્ણાતો પણ સ્વીકારે છે કે ચોમાસાની પેટર્નમાં ફેરફાર થયા
  • ગુજરાતમાં વરસાદની પેટર્ન બદલાય હોય એવી ચર્ચા

જનસામાન્ય તો વરસાદ વધે એટલે મોટેભાગે ખુશ થાય અને એમ વિચારે કે ચાલો હવે પાણીની તંગી નહીં પડે પરંતુ હવામાન નિષ્ણાતો અને આગાહીકારો વરસાદની આ તાસિરને કંઈક અલગ રીતે જુએ છે. આગાહીકારો માને છે કે થોડા વર્ષોમાં ગુજરાતમાં ચોમાસાની પેટર્ન બદલાઈ છે. જે વિસ્તાર પાણી માટે તરસતા હતા ત્યાં હવે લીલા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાય છે, બીજી તરફ વરસાદ હવે જો વરસે છે તો એકધારો અને તોફાની સ્વરૂપે વરસે છે. હવે જો સતત તોફાની વરસાદ જ ચાલુ રહે તો મહાનગરોની સ્થિતિ કેવી થાય. થોડા વરસાદમાં જયારે અમદાવાદ જેવા મહાનગરમાં પાણી ભરાવાની સ્થિતિ ઉભી થઈ જતી હોય તો તોફાની વરસાદમાં તો આ નગરના શું હાલ થશે. ચોમાસાની પેટર્ન હવે ખરેખર બદલાઈ જ ગઈ છે એવુ માનીને ચાલીએ તો તેની સારી-નરસી અસર કેવી રહેશે?

  • થોડા જ સમયમાં એકસાથે વરસાદ વરસી જાય તેવી ઘટના વધી
  • જૂનાગઢમાં 3 કલાકમાં જ 16 ઈંચ જેટલો વરસાદ પડી ગયો
  • અમદાવાદમાં પણ થોડા જ કલાકોમાં 5 ઈંચ જેટલો સરેરાશ વરસાદ પડ્યો
  • વરસાદ એવી રીતે વરસે છે કે થોડા સમયમાં જ જળબંબાકાર જેવી સ્થિતિ બને

ગુજરાતમાં ચોમાસાની આ વર્ષની પેટર્ન કોયડા સમાન છે.  ખંડવૃષ્ટિ પ્રકારનું ચોમાસુ હોય તેવો ઘાટ છે.  હવામાન નિષ્ણાતો પણ સ્વીકારે છે કે ચોમાસાની પેટર્નમાં ફેરફાર થયા છે.  ગુજરાતમાં વરસાદની પેટર્ન બદલાય હોય એવી ચર્ચા.  થોડા જ સમયમાં એકસાથે વરસાદ વરસી જાય તેવી ઘટના વધી છે.  જૂનાગઢમાં 3 કલાકમાં જ 16 ઈંચ જેટલો વરસાદ પડી ગયો. અમદાવાદમાં પણ થોડા જ કલાકોમાં 5 ઈંચ જેટલો સરેરાશ વરસાદ પડ્યો. વરસાદ એવી રીતે વરસે છે કે થોડા સમયમાં જ જળબંબાકાર જેવી સ્થિતિ બને છે.  

  • હજુ એક દિવસ રાજ્યમાં ભારે વરસાદ વરસી શકે છે
  • રાજ્યમાં રેડ અને ઓરેન્જ અલર્ટ યથાવત
  • દરિયામાં બીજા પણ ડિપ્રેશન સર્જાશે

હવામાન વિભાગની આગાહી શું?
હજુ એક દિવસ રાજ્યમાં ભારે વરસાદ વરસી શકે છે. રાજ્યમાં રેડ અને ઓરેન્જ અલર્ટ યથાવત છે.  દરિયામાં બીજા પણ ડિપ્રેશન સર્જાશે. 30 જુલાઈથી 5 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે.  રાજ્યમાં એકંદરે 15 ઓગસ્ટ સુધી ભારે વરસાદની શક્યતા.  2 દિવસ બાદ વરસાદનું જોર ઘટે એવી શક્યતા છે.  

  • 30 જુલાઈથી 5 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા
  • રાજ્યમાં એકંદરે 15 ઓગસ્ટ સુધી ભારે વરસાદની શક્યતા
  • 2 દિવસ બાદ વરસાદનું જોર ઘટે એવી શક્યતા

ક્યાં અપાયું રેડ અલર્ટ? 

રાજકોટ
દ્વારકા
ભાવનગર
વલસાડ
દમણ
દાદરા નગર હવેલી

ક્યાં અપાયું ઓરેન્જ અલર્ટ? 

નવસારી
જામનગર
કચ્છ
અમરેલી
સોમનાથ
જૂનાગઢ
ભરૂચ
વડોદરા

ગુજરાતમાં ઝોન મુજબ વરસાદ 

કચ્છ
23 ઈંચ
 
સૌરાષ્ટ્ર
28 ઈંચ
 
મધ્ય ગુજરાત
17 ઈંચ
 
ઉત્તર ગુજરાત
17 ઈંચ
 
દક્ષિણ ગુજરાત
32 ઈંચ
  • હવામાન શાસ્ત્રીઓ માને છે કે ગુજરાતમાં ચોમાસાની પેટર્નમાં ફેરફાર થયો
  • જે પેટર્ન ચોમાસાની શરૂઆતમાં દક્ષિણ ગુજરાતમાં હોય તે ઉત્તર ગુજરાતમાં હતી
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં દર ચોમાસા કરતા આ સિઝનમાં વધુ વરસાદ થયો 

ગુજરાતમાં વરસાદની પેટર્ન બદલાઈ?
હવામાન શાસ્ત્રીઓ માને છે કે ગુજરાતમાં ચોમાસાની પેટર્નમાં ફેરફાર થયો છે.  જે પેટર્ન ચોમાસાની શરૂઆતમાં દક્ષિણ ગુજરાતમાં હોય તે ઉત્તર ગુજરાતમાં હતી. સૌરાષ્ટ્ર-કચ્છમાં દર ચોમાસા કરતા આ સિઝનમાં વધુ વરસાદ થયો. સૌરાષ્ટ્ર-કચ્છમાં 20 વર્ષની સરખામણીએ વધુ વરસાદ થયો. અમદાવાદમાં પણ સરેરાશ કરતા સિઝનનો વધુ વરસાદ પડ્યો. બિપરજોય વાવાઝોડુ પણ ચોમાસાની બદલાયેલી પેટર્ન માટે જવાબદાર છે.

  • સૌરાષ્ટ્ર-કચ્છમાં 20 વર્ષની સરખામણીએ વધુ વરસાદ થયો
  • અમદાવાદમાં પણ સરેરાશ કરતા સિઝનનો વધુ વરસાદ પડ્યો
  • બિપરજોય વાવાઝોડુ પણ ચોમાસાની બદલાયેલી પેટર્ન માટે જવાબદાર છે

આ સંકેત સામે સતર્કતા જરૂરી
છેલ્લા એક દાયકામાં રાજ્યમાં ચોમાસાની પેટર્ન બદલાઈ છે.  અરબી સમુદ્રની સક્રિયતા પહેલા કરતા વધી છે. ચોમાસામાં અરબી સમુદ્રના ચક્રવાત વરસાદની પેટર્ન બદલી નાંખે છે. અરબી સમુદ્રમાં ચક્રવાત ટકવાની આવરદા વધી છે. અરબી સમુદ્રમાં ચક્રવાત લાંબો સમય રહે તે સારુ નથી. દર વર્ષે હવે સિઝનમાં 100 ટકાથી વધુ વરસાદ થાય છે. જૂનાગઢમાં ચાલુ સિઝનમાં જ 70 થી 100 ટકાની વચ્ચે વરસાદ થયો. જૂનાગઢ, ઘેડ, ગીરના જંગલ વિસ્તારમાં એકસાથે તોફાની વરસાદ વરસે છે. ઘેડ પંથકમાં થોડા વર્ષોમાં લીલા દુષ્કાળ જેવી સ્થિતિ બને છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ