બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Will ICC learn from Maxwell's innings? After the World Cup, there may be changes in the runner rules including time out

ક્રિકેટ જગત / શું મેક્સવેલની ઈનિંગમાંથી ICC લેશે બોધપાઠ? વર્લ્ડકપ બાદ ટાઇમ આઉટ સહિત રનરના નિયમોમાં થઇ શકે છે ફેરફાર

Megha

Last Updated: 09:27 AM, 9 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2019 પછી હવે 2023નો વર્લ્ડ કપ આવી ગયો છે અને અત્યાર સુધી રમાયેલી 40 મેચોમાં બે એવા વિવાદો સામે આવ્યા છે, જેણે ICCને ફરી એકવાર બે મુખ્ય નિયમો વિશે વિચારવા માટે મજબૂર કરી દીધું છે.

  • ICCએ નો બોલ અને સોફ્ટ સિગ્નલ સહિતના નિયમોમાં ફેરફાર કર્યા 
  • હવે ICCને ફરી આ બે મુખ્ય નિયમો બદલાવવા વિશે વિચારવું પડશે 
  • વર્લ્ડ કપ 2023 દરમિયાન ટાઈમ આઉટ અને રનરના નિયમો પર ચર્ચા શરુ 

ક્રિકેટ એક એવી રમત છે જેમાં દરરોજ કોઈને કોઈ રોમાંચ જોવા મળે છે. કોઈપણ મેચમાં કોઈપણ બોલનું શું થશે તે કોઈને ખબર નથી. હવે આ રમતના ઘણા નિયમો પણ છે અને ઘણી વખત પરિસ્થિતિ એવી ઉભી થઈ જાય છે કે આ નિયમો પર પ્રશ્નો ઉભા થવા લાગે છે. 

હવે એ વાત તો અપને બધા જાણીએ જ છીએ કે છેલ્લો ODI વર્લ્ડ કપ 2019 ઈંગ્લેન્ડમાં રમાયો હતો. તેના ફાઇનલમાં, ઇંગ્લેન્ડની ટીમે મેચ પછી બાઉન્ડ્રી કાઉન્ટના નિયમ દ્વારા ન્યુઝીલેન્ડને હરાવીને પ્રથમ વખત ટાઇટલ જીત્યું હતું. તે સમયે આ નિયમની ઘણી ટીકા થઈ હતી. પરિણામે આઈસીસીએ તે જ વર્ષે આ નિયમ હટાવી દીધો હતો.

બાઉન્ડ્રી કાઉન્ટ બાદ માંકડીંગ સહિતના ઘણા નિયમો બદલાયા
આ પછી IPLમાં રોમાંચક મેચો વચ્ચે, ભારતીય સ્ટાર સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિને જોસ બટલરને આઉટ કર્યો હતો. આ પછી ફરી ચર્ચા શરૂ થઈ હતી જે બાદ ICCએ આ શબ્દ હટાવીને આ નિયમ બદલ્યો અને તેને રનઆઉટ કહ્યો. આ સાથે નો બોલ અને સોફ્ટ સિગ્નલ સહિતના નિયમોમાં ઘણા ફેરફારો અને સુધારા કરવામાં આવ્યા હતા.

ICCએ તેના આ બે નિયમો વિશે વિચારવું જોઈએ
પરંતુ 2019 પછી હવે 2023નો વર્લ્ડ કપ આવી ગયો છે અને તેની યજમાની ભારત કરી રહ્યું છે. વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ત્રણ ટીમો ભારત, સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાએ પોતપોતાના સ્થાનની પુષ્ટિ કરી લીધી છે. ચોથી ટીમ ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી કોઈ એક હોઈ શકે છે. આ બધાની વચ્ચે, અત્યાર સુધી રમાયેલી 40 મેચોમાં બે એવા વિવાદો સામે આવ્યા છે, જેણે ICCને ફરી એકવાર બે મુખ્ય નિયમો વિશે વિચારવા માટે મજબૂર કરી દીધું છે.

હવે ટાઈમ આઉટ અને રનરના નિયમો પર ચર્ચા શરુ 
પ્રથમ વખત વિવાદ 6 નવેમ્બરના રોજ થયો જયારે બાંગ્લાદેશી કેપ્ટન શાકિબ અલ હસનની અપીલને પગલે શ્રીલંકાના બેટ્સમેન એન્જેલો મેથ્યુઝને ટાઇમ આઉટ આપવામાં આવ્યો હતો. વાસ્તવમાં, વર્લ્ડ કપના નિયમો અનુસાર, વિકેટ પડ્યા પછી અથવા કોઈપણ બેટ્સમેનના પેવિલિયન પરત ફર્યા બાદ અને નવા બેટ્સમેને આવીને 2 મિનિટની અંદર આગલો બોલ રમવા માટે તૈયાર થઈ જવું જોઈએ.

શ્રીલંકાના બેટ્સમેન મેથ્યુઝ 2 મિનિટની અંદર પીચ પર આવી ગયો હતો, પરંતુ તેની હેલ્મેટની પટ્ટી તૂટી ગઈ હતી. આ કારણે તે નિર્ધારિત સમયમાં આગળનો બોલ રમવા માટે તૈયાર ન થઈ શક્યો અને શાકિબની અપીલ બાદ ફિલ્ડ અમ્પાયરે મેથ્યુઝને ટાઈમ આઉટ કહ્યો. મેથ્યુઝ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ રીતે આઉટ થનાર પ્રથમ ખેલાડી બની ગયો છે.

ICCને આ મામલે નિયમો સુધારવાની અપીલ 
આ ઘટના બાદ કેટલાક ચાહકોએ શાકિબની ખેલદિલી પર સવાલ ઉઠાવ્યા હતા. જ્યારે કેટલાક લોકોએ કહ્યું કે હેલ્મેટની પટ્ટી તૂટ્યા બાદ મેથ્યુઝે પહેલા અમ્પાયર સાથે વાત કરવી જોઈતી હતી અને પછી બીજી હેલ્મેટ લેવાનો ઈશારો કર્યો હતો. પરંતુ આ દરમિયાન કેટલાક ચાહકો એવા પણ હતા જેમણે ICCના નિયમો પર સવાલ ઉઠાવ્યા હતા. આ વિવાદ બાદ કોમેન્ટેટર્સ સહિત ઘણા દિગ્ગજોએ પણ ICCને આ મામલે નિયમો સુધારવાની અપીલ કરી હતી. 

ઈજાગ્રસ્ત મેક્સવેલે લંગડાવતા બેવડી સદી રમી હતી
બીજો કિસ્સો રનર માટેનો છે. મંગળવારે (7 નવેમ્બર) ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ દરમિયાન આ વિવાદ સામે આવ્યો હતો. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાનને 3 વિકેટે હરાવીને સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. પરંતુ કાંગારૂ ટીમ માટે આ જીત સરળ ન હતી. તેણે પોતાના એક સ્ટાર ખેલાડીની કારકિર્દી દાવ પર લગાવવી પડી હતી.

મેક્સવેલને 'રનર'ની સુવિધા કેમ આપવામાં આવી ન હતી
વાસ્તવમાં, 292 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે કાંગારૂ ટીમે 91 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ છઠ્ઠા નંબરે આવેલા ગ્લેન મેક્સવેલે કેપ્ટન પેટ કમિન્સ સાથે મળીને 8મી વિકેટ માટે 170 બોલમાં 202 રનની અણનમ ભાગીદારી કરી હતી. પરંતુ મેક્સવેલની આ ઇનિંગ આસાન નહોતી. આ ઇનિંગ દરમિયાન મેક્સવેલે પીઠના દુખાવાની ફરિયાદ પણ કરી હતી. હેમસ્ટ્રિંગમાં પણ ગંભીર ઈજા થઈ હતી અને મેક્સવેલે આખી મેચ લંગડાવીને રમી હતી. એક સમય એવો આવ્યો કે જ્યારે મેક્સવેલ ઊભા રહેવા માટે પણ સક્ષમ ન હતા. ત્યારબાદ ફિઝિયો મેદાનમાં આવ્યા અને મેક્સવેલની સારવાર કરી.

જો કે, આ સમય દરમિયાન ચાહકોએ સવાલો ઉઠાવ્યા હતા કે અંતે મેક્સવેલને 'રનર'ની સુવિધા કેમ આપવામાં આવી ન હતી. પરંતુ તેમના પ્રશ્નનો જવાબ કોમેન્ટેટર દ્વારા જ આપવામાં આવ્યો હતો. તેણે કહ્યું હતું કે ICC પહેલા જ રનર નિયમ હટાવી ચૂક્યું છે. આવી સ્થિતિમાં ફરી એકવાર ICC અને તેના નિયમો ફેન્સના રડાર પર આવ્યા છે. હવે ચાહકોએ ICCને આ રનરના નિયમ પર પુનર્વિચાર કરવાની અપીલ કરી હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ