બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Will Hindus get minority status? Center said in SC- State governments are not unanimous

સુનાવણી / હિન્દુઓને મળશે અલ્પસંખ્યકનો દરજ્જો? કેન્દ્રએ SCમાં કહ્યું- એકમત નથી રાજ્ય સરકારો

Priyakant

Last Updated: 01:10 PM, 13 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે કહ્યું, રાજ્યની વસ્તી અનુસાર હિંદુઓને લઘુમતીનો દરજ્જો આપવાની માંગ અંગે 24 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશો તરફથી જવાબો મળ્યા

  • હિન્દુઓના અલ્પસંખ્યકના દરજ્જાને લઈ એક મોટા સમાચાર
  • હિન્દુઓને મળશે અલ્પસંખ્યકનો દરજ્જો?
  • 24 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશો તરફથી જવાબો મળ્યા: કેન્દ્ર સરકાર
  • હિંદુઓને લઘુમતીનો દરજ્જો આપવા અંગે રાજ્ય સરકારોમાં કોઈ એકમત નથી

હિન્દુઓના અલ્પસંખ્યકના દરજ્જાને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, તેને રાજ્યની વસ્તી અનુસાર હિંદુઓને લઘુમતીનો દરજ્જો આપવાની માંગ અંગે 24 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશો તરફથી જવાબો મળ્યા છે. કેન્દ્ર સરકારે કહ્યું કે, હિંદુઓને લઘુમતીનો દરજ્જો આપવા અંગે રાજ્ય સરકારોમાં કોઈ એકમત નથી.

શું કહ્યું કેન્દ્ર સરકારે ? 
કેન્દ્ર સરકારે કહ્યું કે, મોટાભાગના રાજ્યોએ કહ્યું છે કે લઘુમતીનો દરજ્જો આપવાનો અધિકાર માત્ર રાજ્યો પાસે જ રહેવો જોઈએ. ઉત્તરાખંડ સૂચવે છે કે, વસ્તીના આધારે રાજ્યોને ધાર્મિક લઘુમતી જાહેર કરવામાં આવે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે, ઉત્તર પ્રદેશ સરકારે જવાબ આપ્યો કે, કેન્દ્ર સરકાર આ મામલે જે પણ નિર્ણય લે, યુપી સરકારને કોઈ વાંધો નહીં હોય. બંગાળ સરકારે કહ્યું કે, રાજ્ય સરકાર પાસે કોઈપણ વર્ગને લઘુમતી જાહેર કરવાની સત્તા હોવી જોઈએ.

જમ્મુ-કાશ્મીરના સૂચનની રાહ 
દિલ્હી સરકારે સૂચવ્યું કે, હિંદુ ધર્મના અનુયાયીઓને દિલ્હીમાં લઘુમતીનો દરજ્જો મળતો નથી, પરંતુ ત્યાં હિન્દુ ધર્મના લોકો છે જેઓ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ જેવા રાજ્યોમાંથી સ્થળાંતર કરીને દિલ્હીમાં રહે છે. કેન્દ્ર સરકાર તેમને સ્થળાંતરિત લઘુમતીનો દરજ્જો આપી શકે છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે, અરુણાચલ પ્રદેશ, ઝારખંડ, રાજસ્થાન, તેલંગાણા અને કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ-કાશ્મીર અને લક્ષદ્વીપના સૂચનોની રાહ જોવાઈ રહી છે. અશ્વિની ઉપાધ્યાયની અરજી પર કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આ એફિડેવિટ દાખલ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ