Kadi News: કડી પોલીસ મથકના પોલીસકર્મી ધવલ પ્રજાપતિ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો નોંધાયો ગુનો, પરિણીતા સાથે આડા સંબધના કારણે પરિણીતાના પતિએ કરી હતી આત્મહત્યા
કડી પોલીસ મથકના GRD મહિલાના પતિના આપઘાતનો મામલો
કડી પોલીસ મથકના પોલીસકર્મી ધવલ પ્રજાપતિ સામે ફરિયાદ
GRD મહિલા અને ધવલ પ્રજાપતિ વચ્ચે હતો પ્રેમ સંબંધ
Kadi News: કડી પોલીસ સ્ટેશનના પોલીસકર્મી ધવલ પ્રજાપતિ સામે અંતે ફરિયાદ નોંધાઈ છે. FSL વેરિફિકેશન બાદ 8 મહિના પછી પોલીસકર્મી ધવલ પ્રજાપતિ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ છે. મહત્વનું છે કે, કડી પોલીસ સ્ટેશનના GRD મહિલા અને પોલીસકર્મી ધવલ પ્રજાપતિના પ્રેમ પ્રકરણથી કંટાળીને GRD મહિલાના પતિએ આત્મહત્યા કરી લીધી હતી.
મૃતક મુકેશ ચૌહાણ
પત્નીના પ્રેમ સંબંધથી કંટાળી પતિનો આપઘાત
આ મામલે વિગતવાત વાત કરીએ તો કડીની વીરમાયા સોસાયટીના કોમન પ્લોટમાં આવેલી એક ઓરડીમાં રહેતાં અને કડી પોલીસ સ્ટેશનમાં GRD તરીકે ફરજ બજાવતા પ્રિયંકા ચૌહાણને સાથે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ધવલ પ્રજાપતિ સાથે પ્રેમસંબંધ બંધાયો હતો, જેની જાણ પ્રિયંકાના પતિ મુકેશ ચૌહાણને થતાં પ્રિયંકા અને તેના પ્રેમીએ તેને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. પત્ની અને તેના પ્રેમીથી કંટાળીને મુકેશે 31 જાન્યુઆરી 2023ની રાત્રિ દરમિયાન તેના ઘરમાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હતું. જે બાદ મુકેશના ભાઈ ઉપેન્દ્ર ચૌહાણે કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પ્રિયંકાના આ બીજા લગ્ન હતા
ફરિયાદમાં તેઓએ કહ્યું હતું કે, મારા ભાઈ મુકેશના બીજા લગ્ન કલોલના મણિલાલની દીકરી પ્રિયંકા સાથે થયા હતા. પ્રિયંકાના પણ આ બીજા જ લગ્ન હતા, તેને પહેલા લગ્નથી એક દીકરો હતો. જેનું નામ રોહન છે. મુકેશ સાથે લગ્ન થયા બાદ પ્રિયંકા તેના દીકરા રોહનને પણ સાથે લઈને આવી હતી. એ બાદ મુકેશ અને પ્રિયંકાને સંતાનમાં એક દીકરી થઈ હતી.
ઉપેન્દ્ર ચૌહાણ (મૃતકના મોટાભાઈ)
'મુકેશે કહ્યું હતું- મને આ બધા ઘણો હેરાન કરે છે'
મૃતકના ભાઈ ઉપેન્દ્ર ચૌહાણે કહ્યું કે, મારાભાઈ મુકેશને તેની પત્ની પ્રિયંકાના તેની સાથે નોકરી કરતા પોલીસકર્મી ધવલ પ્રજાપતિ સાથેના પ્રેમ સંબંધની જાણ થતાં તેણે મને અને મારી માતાને આ વાત કરી હતી. તેણે મને કહ્યું હતું કે હું મારી પત્નીના આડા સંબંધથી કંટાળી ગયો છું. મારી પત્ની પ્રિયંકા મારી સામે જ ધવલ સાથે વીડિયો કોલથી વાતો કરે છે. મેં તેને અનેકવાર સમજાવવો પ્રયાસ કર્યો પણ તેઓ મને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી છે.
'મારા ભાઈને ન્યાય મળે એવા મારી માંગ'
મારા ભાઈ મુકેશે તેની પત્ની અને પ્રેમી ધવલ પ્રજાપતિ, પ્રિયંકાના ભાઈ અને પિતાથી કંટાળીને આપઘાત કર્યો છે. આ બધા તેને ઘણો હેરાન કરતા હતા. નાના ભાઈની પત્નીના પોલીસ સ્ટેશનમાં જ કામ કરતા ધવલ પ્રજાપતિ સાથે આડાસંબંધના કારણે મારા ભાઈએ આ પગલું ભર્યું છે. મારી બસ એક જ માંગ છે કે મારા ભાઈને ન્યાય મળે અને આરોપીઓને કડકમાં કડક સજા થાય. ત્યારે હવે આત્મહત્યા પૂર્વે લખેલી સૂસાઈડ નોટના FSL વેરિફિકેશન રિપોર્ટ બાદ પોલીસ કર્મી ધવલ પ્રજાપતિ અને મૃતકની પત્ની પ્રિયંકા સામે ફરિયાદ નોંધાઈ છે. પ્રિયંકાના પિતા અને ભાઈ સામે પણ ફરિયાદ નોંધાઈ છે.