બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Why should we never cross a sleeping person It is related to this story of Mahabharata

આસ્થા / સુતેલા વ્યક્તિને ક્યારેય ઓળંગીને કેમ ન જવું જોઈએ? મહાભારતની આ કથા સાથે છે તેનો સંબંધ

Arohi

Last Updated: 02:32 PM, 12 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમે નાનપણથી સાંભળ્યું હશે કે સૂતા વ્યક્તિના ઉપર થઈને અથવા તો તેને ઓળંગીને ન જવું જોઈએ. પરંતુ આનું કારણ શું છે? તેના પાછળની માન્યતા મહાભારતની કથા સાથે જોડાયેલી છે જાણો આ કથા વિશે.

  • સુતેલા વ્યક્તિને ઓળંગીને કેમ ન જવું જોઈએ? 
  • મહાભારતની કથા સાથે જોડાયેલું છે તેનું કારણ 
  • જાણો પૌરાણીક કથા વિશે 

સનાતન ધર્મમાં અનેક પ્રકારની માન્યતાઓ પ્રચલિત છે. આપણે ભૂલથી ઘણા એવા કામો કરીએ છીએ જેને ધર્મમાં અશુભ માનવામાં આવે છે. નાનપણથી જ આપણને ઘણા પ્રકારના નિયમો શીખવવામાં આવે છે. તમે કદાચ તેમાંથી એક નિયમ જાણતા હશો. જો કોઈ વ્યક્તિ આડો પડ્યું હોય અથવા સૂતુ હોય તો તેના ઉપરથી અથવા તેને ઓળંગીને ન જવું જોઈએ. 

એવી માન્યતા છે કે સૂતેલા વ્યક્તિને ઓળંગીને જવું અશુભ માનવામાં આવે છે. તો ચાલો જાણીએ કે શા માટે સૂતેલા વ્યક્તિને ઓળંગીને ન જવું જોઈએ. આવી ઘટના મહાભારતમાં કહેવામાં આવી છે. જે તમારે જાણી લેવી જોઈએ. 

મહાભારતમાં કરવામાં આવ્યો છે ઉલ્લેખ
મહાભારતની કહાણી અનુસાર, એકવાર ભીમ યુદ્ધ માટે જઈ રહ્યા હતા. તે સમયે હનુમાનજી ભીમનો રસ્તો રોકવા માટે એક વૃદ્ધ વાનર બની ગયા અને રસ્તામાં સૂઈ ગયા. આ કારણથી તેમની પૂછે આખો રસ્તો રોકી લીધો હતો. જ્યારે ભીમ એ રસ્તેથી પસાર થયો ત્યારે તેણે પૂંછડીનો ઓળંગી નહીં. 

ભીમે જણાવ્યું કારણ 
ભીમે હનુમાનજીને પૂંછડી હટાવવાનું કહ્યું, પરંતુ હનુમાનજીએ નબળાઈને કારણે પૂંછડી હટાવવાની ના પાડી અને કહ્યું કે પૂંછડીને ઓળંગીને ચાલ્યા જાઓ, પરંતુ ભીમે તેમ ન કર્યું. ભીમે કહ્યું કે આ દુનિયાના તમામ જીવોમાં ભગવાનનો અંશ અસ્તિત્વ ધરાવે છે, આવી સ્થિતિમાં કોઈ પણ જીવને ઓળંગીને જવું એટલે ભગવાનનો અનાદર કરવો.

જાણો પછી ભીમે શું કર્યું?
આ કારણે ભીમે હનુમાનજીની પૂંછડીને ઓળંગી નહી અને તેણે પોતે જ પૂંછડી હટાવવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ તે સમયે કંઈક એવું બન્યું કે પોતાની પૂરી શક્તિ લગાવવા છતાં પણ ભીમ હનુમાનજીની પૂંછડીને ખસેડી શક્યા નહોતા. ત્યારે તેને સમજાયું કે આ કોઈ સામાન્ય વાનર નથી.  પછી હનુમાનજીએ ભીમ સાથે પોતાનો પરિચય કરાવ્યો અને વિશાળ સ્વરૂપ બતાવ્યું, પછી હનુમાનજીએ ભીમને યુદ્ધ જીતવા માટે આશીર્વાદ આપ્યા.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ