બ્રેકિંગ ન્યુઝ
VTV / Why Ram Sau's politics? According to the BJP, those who are Ram devotees can come to the program, on auspicious occasions, Congress can also be a political tune
Vishal Khamar
Last Updated: 10:28 PM, 26 October 2023
ADVERTISEMENT
રામ કોના, આવો સવાલ ખરેખર આપણે પૂછવો જ ન જોઈએ કારણ કે કરોડો, ખર્વ-નિખર્વ લોકોના આરાધ્ય દેવ ભગવાન શ્રીરામ છે. ભારતના કણ-કણમાં અને ભારતવાસીના મનમાં શ્રીરામ વસે છે તે હકીકતને કોઈપણ ન અવગણી શકે. રામલલાની ભવ્ય મંદિરમાં પ્રતિષ્ઠા થવા જઈ રહી છે અને તેના માટે તારીખ પણ નક્કી થઈ ચુકી છે. 22 જાન્યુઆરી 2024ના રોજ રામલલાની ભવ્ય મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થશે અને પ્રધાનમંત્રી મોદી પણ આ ભવ્ય અવસરે સામેલ થશે. હંમેશની જેમ આવા શુભ અવસરમાં પણ કોંગ્રેસે રાજકારણ શોધ્યું છે.
કોંગ્રેસનું કહેવું છે કે આખો કાર્યક્રમ કોઈ એક પક્ષ અને વ્યક્તિ કેન્દ્રિત હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. એક સમયે ભગવાન રામને કાલ્પનિક કહેનારી કોંગ્રેસ હવે એવું કહે છે કે રામ તો સૌના છે અને મંદિરના ઉદઘાટનના કાર્યક્રમમાં સૌ કોઈને આમંત્રિત કરવા જોઈએ. જો કે સામે પક્ષે ભાજપે પણ સ્પષ્ટ જવાબ આપ્યો અને કહ્યું કે જે કોઈ રામભક્ત છે તેમને 22 જાન્યુઆરી 2024ના રોજ પધારવા માટે અમારુ નિમંત્રણ છે. સવાલ એ છે કે ભગવાન શ્રીરામને કોઈ એક જ પક્ષના બતાવવા એ કેટલું યોગ્ય છે?. દેશમાં અત્યારે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વવાળી સરકાર છે અને રામમંદિર બની ગયું છે જે સારી બાબત છે તો પછી રામને કોઈ એક વ્યક્તિના કે કોઈ એક પક્ષના કહેવા એ કેટલું યોગ્ય કહેવાય? આવા રાજકારણથી જ કદાચ સવાલ કરવો પડે કે રામ આખરે કોના?
ADVERTISEMENT
રામમંદિર ખુલ્લુ મુકાવાની તારીખ નક્કી થઈ ચુકી છે. 22 જાન્યુઆરી 2024એ રામલલા મંદિરમાં બિરાજમાન થશે. ભવ્ય કાર્યક્રમમાં હાજરી આપવા પ્રધાનમંત્રી પણ આવશે. રામમંદિર મુદ્દે ફરી એકવાર રાજકારણ શરૂ થયું છે. કોંગ્રેસે રામમંદિરના ઉદઘાટન પ્રસંગના કાર્યક્રમ સામે સવાલ ઉભા કર્યા છે.
સલમાન ખુર્શીદે શું કહ્યું?
રામમંદિર ઉદઘાટન કાર્યક્રમ એક પક્ષનો જ હોય એવું લાગે છે. માત્ર એક પાર્ટીને જ આમંત્રણ હોય એવું ચિત્ર ઉભું થયું છે. અમને નિમંત્રણની કોઈ સૂચના મળી નથી. ભગવાન એક પક્ષના રહ્યા હોય એવું લાગે છે. તમામનો ઉત્સાહ અનુભવવો હોય તો તમામને આમંત્રણ હોવું જોઈએ. રામમંદિર ઉદઘાટન કાર્યક્રમ વ્યક્તિ વિશેષનો હોય એવું લાગે છે.
રામ સૌના, ભાજપનો જવાબ
5 સદી બાદ ભવ્ય અવસર આવી રહ્યો છે. રામલલા પોતાના જન્મસ્થળે બિરાજમાન થશે. પહેલા આક્રાંતા, પછી તૃષ્ટિકરણની રાજનીતિએ આ કાર્ય શક્ય ન બનાવ્યું. પ્રધાનમંત્રીના નેતૃત્વમાં રામમંદિર ઉદઘાટનનો ભવ્ય પ્રસંગ આવી રહ્યો છે. 22 જાન્યુઆરી 2014ના રોજ તમામ રામભક્તોનું સ્વાગત છે. જે રામભક્ત હોય તે આ પ્રસંગે આવી શકે છે.
આવા અવસરને કેમ ન વધાવવો?
5 સદી બાદ રામમંદિરનું પુન:નિર્માણ થયુ છે. આક્રાંતાઓએ ભવ્ય રામમંદિરને તોડી પાડ્યું. સર્વોચ્ચ અદાલતે પણ માન્યું કે વિવાદીત સ્થળે મંદિરના અવશેષ છે. કરોડો ભારતવાસીઓના આરાધ્ય દેવ ભગવાન શ્રીરામ છે. શ્રીરામનો જ્યાં જન્મ થયો તે જ સ્થળે તેનું ભવ્ય મંદિર બને છે. રામના જન્મસ્થળે જ રામમંદિર ન હોય એવું કેમ બને? અયોધ્યામાં રામમંદિર હોય તેનાથી વધુ રુડો અવસર બીજો ક્યો હોય શકે? કેટલાય રામભક્તોએ રામમંદિર નિર્માણ માટે પોતાની આહૂતિ આપી છે. કેટલાય સંગઠનો, સંતો-મહંતોની વર્ષોની તપસ્યા સાકાર થઈ રહી છે. શ્રીરામનો કાલ્પનિક પણ કહેવામાં આવ્યા પરંતુ ભક્તોની આસ્થા ન ડગી. શ્રીરામ અને કાયદા બંને ઉપર વિશ્વાસનું પરિણામ એટલે રામમંદિર.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
કાઉન્ટ ડાઉન શરૂ / ગુજરાતમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? હવામાન વિભાગે જણાવી દીધો સમય
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
કાઉન્ટ ડાઉન શરૂ / ગુજરાતમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? હવામાન વિભાગે જણાવી દીધો સમય
ADVERTISEMENT