બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Why Onion and garlic not eat in sawan mounth

Sawan and health / શ્રાવણ મહિનામાં ન ખાવા જોઈએ ડુંગળી-લસણ: માત્ર ધાર્મિક જ નહીં હેલ્થ સાથે જોડાયેલું છે કનેક્શન, જુઓ શું કહે છે એક્સપર્ટસ

Bijal Vyas

Last Updated: 11:12 PM, 11 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લસણ અને ડુંગળી બંને પોષક તત્વોથી ભરપૂર છે, પરંતુ તેમ છતાં, શ્રાવણ મહિનામાં તેનો ઉપયોગ ઓછો થાય છે. તો આવો જાણીએ, સ્વાસ્થ્ય વિશેષજ્ઞો પણ ડુંગળી-લસણ ખાવા માટે શું માને છે.

  • ડુંગળી-લસણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી હોય છે 
  • ડુંગળી અને લસણનો વધુ પડતુ સેવન ફાયદાના બદલે નુકસાન પહોંચાડી શકે છે

Sawan and health : મોટાભાગના લોકો શ્રાવણ મહિનામાં લસણ અને ડુંગળીનો ઉપયોગ કરવાનું બંધ કરી દે છે. તેની પાછળનું ધાર્મિક તથ્ય એ છે કે, તે તામસિક ખોરાક છે, તેથી ઉપવાસના ફળમાં અને કથા પૂજાના પ્રસાદમાં તેનો ઉપયોગ કરવાની મનાઈ છે. જો કે, લસણ અને ડુંગળી બંને પોષક તત્વોથી ભરપૂર છે, પરંતુ તેમ છતાં, શ્રાવણ મહિનામાં તેનો ઉપયોગ ઓછો થાય છે. સાથે જ સ્વાસ્થ્ય વિશેષજ્ઞો પણ ડુંગળી-લસણ ખાવા માટે શું માને છે. જાણો તેની પાછળનું કારણ શું છે અને તેનો સ્વાસ્થ્ય સાથે શું સંબંધ છે, તેના વિશે જાણીએ....

શ્રાવણ અને લસણ-ડુંગળી
વાસ્તવમાં ચોમાસું શ્રાવણ મહિનામાં શરૂ થાય છે, જે પોતાની સાથે અનેક બીમારીઓ લઈને આવે છે. આ દરમિયાન, આપણી રોગપ્રતિકારક શક્તિ ધીમી પડી જાય છે જેના કારણે શરીર સરળતાથી રોગો માટે સંવેદનશીલ બની જાય છે. લસણ અને ડુંગળીની તાસિર ગરમ હોય છે, જે શરીરમાં ગરમી ઉત્પન્ન કરવાનું કામ કરે છે, તેથી શ્રાવણ મહિનામાં આ બંનેનો ખોરાકમાં ઉપયોગ કરવાની મનાઈ છે.

Eating Raw Onion And Garlic Reduces The Risk Of Breast Cancer In Women

- આયુર્વેદ અનુસાર, લસણ ડુંગળી એક એવી દવા છે જેનું સેવન શરીરને સુધારવા માટે કરવામાં આવે છે. પરંતુ લોકો તેને રોજિંદા આહારમાં સામેલ કરે છે, જે ફાયદાના બદલે નુકસાન કરે છે.

- આયુર્વેદ લસણ અને ડુંગળીને નિયમિતપણે આહારમાં સામેલ કરવાની સલાહ નથી આપતું કારણ કે તેનું વધુ પડતું સેવન શરીરમાં ઉત્પન્ન થતા સારા બેક્ટેરિયાને પણ નષ્ટ કરે છે.

- બીજી તરફ ડુંગળી અને લસણ ખૂબ ગરમ હોય છે જે શરીરમાં ગરમી પેદા કરે છે. એટલા માટે જે લોકો ધ્યાન વગેરે કરે છે તેઓ તેનું સેવન કરતા નથી. તેના ઉપયોગથી ગુસ્સો અને ચિંતા પણ વધે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ