બ્રેકિંગ ન્યુઝ
VTV / Why is the new Parliament building finally triangular? Would you be proud to know the secret behind it, the reason?
Last Updated: 10:17 AM, 19 September 2023
ADVERTISEMENT
સંસદનું વિશેષ સત્ર ચાલી રહ્યું છે અને આજે મંગળવારની કાર્યવાહી નવા સંસદ ભવનમાં થશે. નોંધનીય છે કે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન પણ 28 મે 2023ના રોજ થયું હતું. 971 કરોડ રૂપિયાના ખર્ચેથી બનેલું આ નવું સંસદ ભવન ખૂબ જ ભવ્ય, ત્રિકોણાકાર અને કલાકૃતિઓના સંગ્રહની સાથે અનેક વિશેષતાઓ ધરાવે છે. જે સેન્ટ્રલ વિસ્ટા કમ્પ્લીટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો પણ એક ભાગ છે.
Proceedings of both the Houses will start from tomorrow in the New Parliament Building. Proceedings of #LokSabha will begin at 1:15 pm and that of #RajyaSabha from 2:15 pm. pic.twitter.com/D57v27X5M0
— All India Radio News (@airnewsalerts) September 18, 2023
ADVERTISEMENT
જૂનું સંસદ ભવન ગોળ તો નવું કેમ ત્રિકોણાકાર?
અંહિયા એક વાત ધ્યાનમાં લેવા જેવી છે કે જૂના સંસદ ભવન પર નજર કરીએ તો તે ગોળાકાર આકારનું છે. પરંતુ સંસદની નવી ઇમારત ત્રિકોણાકાર છે, હવે આવું કેમ છે? તેની પાછળ છુપાયેલું કારણ શું છે? તો તેના ત્રિકોણીય હોવા પાછળ વૈદિક સંસ્કૃતિ અને તંત્ર શાસ્ત્ર સાથે ઊંડો સંબંધ છે, તો ચાલો તેના વિશે સંપૂર્ણ માહિતી જાણીએ.
નવી સંસદમાં જૂની સંસદની તુલનામાં વધુ સુવિધાઓ
તમને જણાવી દઈએ કે નવી સંસદમાં જૂની સંસદની તુલનામાં વધુ સુવિધાઓ આપવામાં આવી છે, આ સાથે જ રાષ્ટ્રીય પક્ષી મોરની થીમ પર લોકસભા પણ તૈયાર કરવામાં આવી છે. અને તેમાં 888 સભ્યો માટે પૂરતી બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જ્યારે રાજ્યસભા રાષ્ટ્રીય ફૂલ કમળની થીમ પર તૈયાર કરવામાં આવી છે જેમાં 348 સભ્યોના બેઠકોની જોગવાઈ કરવામાં આવી છે. જો સંયુક્ત સત્ર હોય તો આ નવા સંસદ ભવનમાં 1272 સભ્યો માટે બેઠક વ્યવસ્થા છે.
Tomorrow will be a new dawn when we will meet in India’s grand, spacious, magnificent & state-of-the-art New Parliament Building that defines where we have reached in 75 years, & the aspirations we hold for decades to come.#NewParliamentBuilding #NewParliament pic.twitter.com/jbm4rJH31l
— Hardeep Singh Puri (@HardeepSPuri) September 18, 2023
શું છે ત્રિકોણાકાર હોવાનું મહત્વ? જાણો
નવી સંસદ ભવનના આર્કિટેક વિમલ પટેલ છે જેને આ બિલ્ડિંગને ત્રિકોણના આકારમાં તૈયાર કરી છે. એક રિપોર્ટ અનુસાર નવા સંસદની બિલ્ડિંગનો આકાર વૈદિક સંસ્કૃતિ અને તંત્ર શાસ્ત્ર સાથે સંબંધિત છે. નવી સંસદ ભવન ત્રિકોણાકાર પ્લોટ પર આવેલું છે જેના ત્રણ ભાગ છે, લોકસભા, રાજ્યસભા અને એક સેન્ટ્રલ લાઉન્જ. સાથે જ આ ત્રિકોણાકાર એ દેશના વિવિધ ધર્મો અને સંસ્કૃતિઓમાં પવિત્ર ભૂમિતિનું પ્રતીક છે અને ધાર્મિક મહત્વ પણ છે.
આપણા ઘણા પવિત્ર ગ્રંથોમાં ત્રિકોણ આકારનું મહત્વ છે. શ્રીયંત પણ ત્રિકોણાકાર છે અને ત્રણ દેવો અથવા ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ ત્રિકોણના પ્રતિક છે, તેથી ત્રિકોણાકાર આકારનું નવું સંસદ ભવન ખૂબ જ પવિત્ર અને શુભ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.