બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Why is China upset by a phone call from PM Modi? That said, stop interfering

વિદેશનીતિ / PM મોદીના એક ફોન કૉલથી કેમ પરેશાન થયું ચીન ? કહ્યું, દખલગીરી બંધ કરો

Priyakant

Last Updated: 11:08 AM, 9 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતે 14માં દલાઈ લામાના ચીન વિરોધી અલગતાવાદી વલણનો સંપૂર્ણ સ્વીકાર કરવો જોઈએ: ચીની પ્રવક્તા

  • ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દલાઈ લામાને તેમના જન્મદિવસે ફોન કરી શુભેચ્છા પાઠવી
  • ભારતે સ્પષ્ટ કર્યુ છે કે, તે તિબેટ જેવા મુદ્દા ઉઠાવવામાં અચકાશે નહીં
  • તિબેટનો ઉપયોગ કરીને ચીનના આંતરિક મામલામાં દખલ ન કરો: ચીની પ્રવક્તા
  • ભારતે દલાઈ લામાના અલગતાવાદી વલણનો સંપૂર્ણ સ્વીકાર કરવો જોઈએ: ચીન 

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે તિબેટના નિર્વાસિત ધાર્મિક નેતા દલાઈ લામાને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી હતી અને તેના વિશે ટ્વિટ પણ કર્યું હતું. તો વળી ભારતીય વડાપ્રધાન અને અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન દ્વારા દલાઈ લામાને અભિનંદન આપવા પર ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા પાસેથી જવાબ માગવામાં આવ્યો ત્યારે ચીની પ્રવક્તાએ કહ્યું કે, ભારતે 14મા દલાઈ લામાના ચીન વિરોધી અલગતાવાદી વલણનો સંપૂર્ણ સ્વીકાર કરવો જોઈએ. 

શુ કહ્યું નરેન્દ્ર મોદીએ ? 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું હતું કે, "પરમ પવિત્ર દલાઈ લામાને આજે તેમના 87માં જન્મદિવસ પર ફોન પર શુભેચ્છા પાઠવીએ છીએ. અમે તેમના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્યની કામના કરીએ છીએ."

 

ચીન પ્રવક્તાએ ભારતને શુ કહ્યું ? 

ભારતીય વડા પ્રધાન અને અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન દ્વારા દલાઈ લામાને અભિનંદન આપવા પર ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા પાસેથી જવાબ માગવામાં આવ્યો ત્યારે ચીની પ્રવક્તાએ કહ્યું કે, 14મા દલાઈ લામાના ચીન વિરોધી અલગતાવાદી વલણનો સંપૂર્ણ સ્વીકાર કરવો જોઈએ. સાથે ભારતની અને તિબેટ સંબંધિત બાબતો પર ચીને આપેલી પ્રતિબદ્ધતાઓનું પાલન કરવું જોઈએ. ચીનના પ્રવક્તાએ કહ્યું, "ભારતે તિબેટ સંબંધિત મુદ્દાઓનો ઉપયોગ કરીને ચીનના આંતરિક મામલામાં દખલ ન કરવી જોઈએ અને સભાનપણે વાત કરવી જોઈએ અને પગલાં લેવા જોઈએ."

 

ભારતે પણ આપ્યો ચીનને જવાબ 

ચીનની આ ટિપ્પણી પર ભારતે પણ પ્રતિક્રિયા આપી છે. ભારતે તેના જવાબમાં કહ્યું છે કે, દલાઈ લામા ભારતમાં સન્માનિત અતિથિનો દરજ્જો ધરાવે છે અને તેઓ એક સન્માનિત ધાર્મિક નેતા છે જેમના ભારતમાં મોટી સંખ્યામાં અનુયાયીઓ છે. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું, "પરમ પવિત્ર દલાઈ લામા તેમની ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ માટે તમામ આદર અને સંપૂર્ણ સ્વતંત્રતાનો આનંદ માણે છે. ભારત અને વિશ્વભરમાં ઘણા અનુયાયીઓ દલાઈ લામાના જન્મદિવસની ઉજવણી કરે છે. વડાપ્રધાન વતી શુભેચ્છાઓ આપવામાં આવી છે. 87માં જન્મદિવસના અવસર પર આ સંદર્ભમાં જોવું જોઈએ."

દલાઈ લામા 1959માં તિબેટમાંથી ભારત પહોંચ્યા હતા. તિબેટ હાલમાં ચીનના નિયંત્રણમાં છે અને ચીન તિબેટને પોતાનો ભાગ માને છે. દલાઈ લામા ભારતમાં આવ્યા ત્યારથી હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં બૌદ્ધ મઠમાં રહે છે. ચીન દલાઈ લામાને અલગતાવાદી નેતા માને છે. ચીન ભારતમાં દલાઈ લામાની ગતિવિધિઓ પર નજર રાખે છે અને ચીનનું વિદેશ મંત્રાલય ભૂતકાળમાં પણ તેમના પર ટિપ્પણી કરતું રહ્યું છે.

ભારત અને ચીન વચ્ચે તણાવ ન હોત તો ? 

ચીન પર નજર રાખનારા વિશ્લેષકો માને છે કે, જો વર્તમાન સમયે ભારત અને ચીન વચ્ચે તણાવ ન હોત તો દલાઈ લામા વિશે ચીનની ટિપ્પણી સામાન્ય માનવામાં આવી હોત. કેનેડાની યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયાના વિઝિટિંગ પ્રોફેસર અને ચીન બાબતોના નિષ્ણાત સ્વર્ણ સિંહ કહે છે, "ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા દ્વારા આપવામાં આવતી પ્રતિક્રિયા નિયમિત લાગે છે, પરંતુ હાલમાં ભારત-ચીન વચ્ચેનો તાલમેલ ખલેલ પહોંચ્યો છે અને આ તણાવને કારણે છે. ભારતની ચીન નીતિમાં આ પરિવર્તન આવ્યું છે, તેને ચાલુ રાખવું પડશે.

શુ કહ્યું ભારતના વિદેશ મંત્રાલયે ? 

ભારતના વિદેશ મંત્રાલયે પણ ચીનની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી છે. દલાઈ લામાનો વિષય ચીન માટે ખૂબ જ સંવેદનશીલ રહ્યો છે અને ચીન દલાઈ લામા પર પ્રતિક્રિયા આપી રહ્યું છે. ભારતે કહ્યું, “દલાઈ લામા માત્ર તિબેટના લોકોના મહાન નેતા નથી પરંતુ તિબેટના લોકો પણ તેમની પૂજા કરે છે. દલાઈ લામા ભારતમાં હોવાના કારણે ભારત માટે તિબેટ કાર્ડ ખૂબ જ અસરકારક બને છે. વડાપ્રધાન તરફથી દલાઈ લામાને શુભેચ્છા પાઠવતા જન્મદિવસની શુભકામનાઓ અને પછી તેના વિશે ટ્વીટ કરવું એ દેખીતી રીતે ચીન માટે એક સંદેશ છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે, તે તિબેટ જેવા મુદ્દા ઉઠાવવામાં અચકાશે નહીં.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ